સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)02nd August 2021
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ
જી.એસ.ટી
- અમારા અસીલ હાલ પ્રોપરાઇટરશીપ ધોરણે ધંધો કરીએ છીએ. અમો જો ભાગીદારી પેઢી, LLP માં તબદીલ થવા ઈચ્છીએ તો સ્ટોક ટ્રાન્સફર કેવી રીતે કરવો જોઈએ? હર્ષદ ઓઝા, ટેક્સ એડવોકેટ, મહેસાણા
જવાબ: આપના અસીલ પ્રોપરાઇટરશીપમાંથી ભાગીદારી પેઢી કે LLP માં તબદીલ થવા ઈચ્છે તો જી.એસ.ટી કાયદાની કલમ 18(3) મુજબ ધંધો તમામ જવાબદારી તથા મિલકત સાથે ધંધો તબદીલ કરી સાથે સ્ટોક ટ્રાન્સફર કરી શકે છે. આ માટે ભાગીદારી પેઢી કે LLP એ નવો નંબર મેળવવાનો રહે અને ITC-02 ફોર્મ દ્વારા જો કોઈ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ હોય તો નવા જી.એસ.ટી. નંબરમાં તબદીલ થઈ શકે છે. જો માત્ર સ્ટોક ટ્રાન્સફર કરે તો આવા કિસ્સામાં પ્રોપરાઇટર તરીકે જૂના જી.એસ.ટી. નંબર ઉપર ટેક્સ ભરવાની જવાબદારી આવે તેવો અમારો મત છે.
- અમારા અસીલ જમીન ખરીદી તેના ઉપર રહેણાંકી તથા વાણિજયક બાંધકામ કરવાનો ધંધો કરે છે. અમારો પ્રશ્ન એ છે કે શું આ પ્રકારે જો એક પ્રોજેકટમાં રહેણાંકી અને વાણિજયક એમ બંને પ્રકારના બાંધકામ કરવામાં આવેલ હોય તો શું રહેણાંકી યુનિટ (કિમંત 45 લાખ થી નીચે) માટે 1% અને વાણિજ્યક યુનિટ માટે 12% (ITC સાથે) દર લાગે? CA કલ્પેશ પટેલ, રાજકોટ
જવાબ: હા, આ પ્રકાઆરએનએ રહેણાકી તથા વાણિજયક પ્રોજેકટ માટે રહેણાંક યુનિટ માટે 1% ના દરનો લાભ મળી શકે પરંતુ એ બાબતે એટલું સુનિશ્ચિત કરવું જરૂરી છે કે મેટ્રો સિટી માટે પ્લોટ સાઇઝ 60 મીટર અને નોન મેટ્રો સિટી માટે પ્લોટ સાઇઝ 90 મીટરથી ઓછી હોય. જો પ્લોટ સાઇઝ આ મર્યાદાથી વધુ હોય તો રહેણાંકી યુનિટ ઉપર 5% ના દરે જી.એસ.ટી. લાગુ પડે. વાણિજયક યુનિટ માટે 12 % ના દરે જી.એસ.ટી. લાગુ પડે તેવો અમારો મત છે. આ બાબતે 03/2019 નું નોટિફિકેશન જોઈ જવા વિનંતી.
- અમારા અસીલ સાણંદ ખાતે ધંધો કરે છે. તેઓએ અમદાવાદથી એક 50000/- રકમ નો માલ મંગાવેલ હતો. આ માલ સાથે ઇ વે બિલના હોવાના કારણે સ્ટેટ જી.એસ.ટી. દ્વારા તે બિલ બાબતે ટેક્સ તથા દંડ બાબતનો આદેશ DRC-07 પસાર કર્યો હતો. ગાડી જે દિવસે રોકવામાં આવી હતી ત્યારે જ અમોએ રકમ તો ભરેલ હતી જે હાલ Cash Ledger માં જમા બતાવી રહી છે. આ રકમ હાલ કેવી રીતે સેટ ઓફ કરી શકાય છે. મિકુલ પટેલ, અમદાવાદ
જવાબ: અધિકારી દ્વારા DRC-07 માં જે જવાબદારી ઊભી કરવામાં આવી છે તે “પેમેન્ટ ટુવર્ડ્સ ડિમાન્ડ” (સેર્વિસ ટેબ હેઠળ) માં દર્શાવવામાં આવેલ હશે. ત્યાં આ જવાબદારી સેટ ઓફ કરવાનો વિકલ્પ આપેલ છે તેના દ્વારા તમે DRC-07 ની જવાબદારી સેટ ઓફ કરી શકો છો.
- અમારા એક અસીલ પેસેંજર બસ દ્વારા લોકલ ટ્રાન્સપોર્ટેશનનો ધંધો કરે છે. આ ધંધા બાબતે અમારા નીચે મુજબના પ્રશ્નો છે.
- નોન AC બસમાં છૂટક પેસેંજરનું ટ્રાન્સપોર્ટેશન એક શહેરથી અન્ય શહેર માટે કરવાની સેવા આપે તો શું દર લાગુ પડે?
- એક કંપની સાથે અમારા અસીલ દ્વારા કરાર કરવામાં આવ્યો છે જેમાં તે કંપનીના કર્મચારીઓને ઘરેથી કંપનીના સ્થળ સુધી પહોચડવાની સુવિધા પૂરી પડે છે. ડ્રાઈવર તથા ડીઝલ અમારા અસીલ દ્વારા પૂરી પાડવામાં આવે છે. આ કિસ્સામાં જી.એસ.ટી. ક્યાં દરે લાગુ પડે?
મેહુલભાઈ સુતરીયા, ધોરાજી
જવાબ: અમારા માટે નોન AC બસમાં છૂટક પેસેંજરનું ટ્રાન્સપોર્ટેશન એ સી.જી.એસ.ટી. રેઇટ નોટિફિકેશન 12/2017, તા. 28.06.2017 ની એન્ટ્રી 15 મુજબ NIL રેટેડ ગણાય તેવો અમારો મત છે.
જ્યારે કંપની સાથે થયેલ કરાર મુજબ તેમના કર્મચારીને ઘરેથી કંપની સુધી પહોચડવાની ડીઝલ તથા ડ્રાઈવર સાથેની સેવા માટે 18% ના દરે જી.એસ.ટી. લાગુ પડે તેવો અમારો મત છે.
:ખાસ નોંધ:
- મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિતિ થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.