2020-21 ના વાર્ષિક રિટર્ન જી.એસ.ટી. રિટર્ન પોર્ટલ ઉપર ભરવાના થયા છે શરૂ

Spread the love
Reading Time: < 1 minute

નાણાકીય વર્ષ 2020-21 ના વર્ષના GSTR 9 ભરવાના પોર્ટલ ઉપર સમયસર કરવામાં આવ્યા શરૂ

તા. 03.08.2021: જી.એસ.ટી. હેઠળ નાણાકીય વર્ષ 2020-21 ના કંપોઝીશન સિવાયના વાર્ષિક રિટર્ન ભરવાની સગવડ જ.એસ.ટી. પોર્ટલ ઉપર શરૂ કરી દેવામાં આવી છે. આ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે. જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી વાર્ષિક રિટર્નના ફોર્મ ખૂબ મોડા અપલોડ થતાં આવ્યા છે. આ વર્ષે ખૂબ સમયસર આ ફોર્મ્સ અપલોડ કરવાની સગવડ શરૂ કરી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કંપોઝીશન કરદાતા માટે જી.એસ.ટી હેઠળ વાર્ષિક રિટર્ન GSTR 4 માં ભરવાનું રહે છે જેની છેલ્લી તારીખ 31 જુલાઇ 2021 હતી. સમયસર આ વાર્ષિક રિટર્નની સગવડ શરૂ કરવામાં આવતા ટેક્સ પ્રોફેશનલસ માટે સરળતા રહેશે તે બાબત ચોક્કસ છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.  

error: Content is protected !!