સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) Dt 03.02.2024

1
Spread the love
Reading Time: 3 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


Goods & Services Tax

 1. અમારા અસીલ દ્વારા 2019 20 માં આંતરરાજ્ય વેચાણ કરી IGST ભરેલ છે. આ વેરો GSTR 3B માં યોગ્ય રીતે ભરેલ છે. પરંતુ આ વેચાણ GSTR 1 માં દર્શાવવાનું રહી ગયેલ છે. અમારા ખરીદનારને આ રકમની ક્રેડિટ બાબતે અધિકારી દ્વારા આકારણીમાં પ્રશ્ન ઊભા કરવામાં આવ્યા છે. શું અમે સર્ક્યુલર 183 નો લાભ લઈ સર્ટિફિકેટ આપી શકીએ કે આ બાબતે અન્ય કોઈ સર્ક્યુલર હોય તો આપવા વિનંતી?                                                                                                                                                                                                             નિમેશભાઈ પરિખ, ટેક્સ કન્સલ્ટન્ટ

જવાબ: નાણાકીય વર્ષ 2019 20 માં આ સર્ટિફિકેટનો લાભ માત્ર 8.10.2019 સુધી જ મળી શકે. 09.10.2019 થી નિયમ 36(4) લાગુ કરવામાં આવ્યો હોય, 20% થી વધુ ફેર હોય આ સર્ટિફિકેટનો લાભ મળે નહીં તેવો અમારો મત છે. આ માટે સર્ક્યુલર નંબર 193/05/2023, તા. 17.07.2023 જોવા વિનંતી.  

 1. અમારા અસીલના કેસ માં 2017-18 ના વર્ષ ની DRC-01 ની નોટીશ SGST  માંથી આવેલ છે જે નોટીસ માં ટેક્સ ,વ્યાજ તથા પેનલ્ટી લગાવેલ છે પણ ટેક્સની રકમ અમારા દવારા વાર્ષિક પત્રક GSTR -9 ફાઈલ કરેલ તે પહેલા વેચાણ ઉપરના  ટેક્સનું ચલણ DRC-03 દ્વારા ક્રેડિટ માંથી અમે ભરેલ છે અમે જે ટેક્સનૂ ચલણ ક્રેડિટ માંથી ભરેલ એટલી  ક્રેડિટ નું બેલેન્સ તારીખ 31/03/2018 થી 31/12/2018 સુધી ઓછું થતું નથી વેચાણના ટેક્સ નું ચલણ ભરતા પણ અમારી ક્રેડિટ જમા રહે છે છતાં પણ અધિકારી દ્વારા જે ચલણ અમે ટેક્સ નું ભરેલ છે તેમાં વ્યાજ તથા પેનલ્ટી ગણીને ઓર્ડર કરેલ છે  તો હવે અમારો પ્રશ્ન એ છે કે શું અમે અપીલ માં જઈએ તો અમારા ઉપર લગાવેલ વ્યાજ તથા પેનલ્ટી માફ થઇ શકે ? આ કેશ ના સંદર્ભ માં હાઇકોર્ટ કે સુપ્રીમકોર્ટ નો કોઈ ચુકાદો હોય તો પણ જણાવવા વિનંતી  છે.                   વિષ્ણુભાઈ ટાંક, ટેક્સ એડવોકેટ, ડીસા 

જવાબ:  હા, વેચાણની રકમ GSTR 3B માં દર્શાવેલ ના હોય વ્યાજ લાગુ થશે તેવો અમારો મત છે. નોટિસ મળ્યાના 30 દિવસમાં વ્યાજ ચૂકવણું કરી આપવામાં આવે તો કોઈ પેનલ્ટી લાગુ પડે નહીં તેવો અમારો મત છે.


ખાસ નોંધ

 1. જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
 2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
 3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

 

1 thought on “સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) Dt 03.02.2024

 1. Question & Answer

  Partnership Firm having registration in GST and the same is surrender on 31/03/2018. Whatever stock in the said Partnership firm Sold to One Proprietorship concern on dt. 31.03.208. The said Proprietorship concern received the GST number on dated 03/04/2018. While filing the GSTR 1 Proprietorship concern taken the input of Bill issued by the partnership on 31.03.2018.

  1. Can Proprietorship get the input credit?

  Dilip Patel – Daman Mobile No. 9377843720
  Date : 06/02/2018

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!