સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 08th October 2022
Tax Today-The Monthly News Paper
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
જી.એસ.ટી.
- અમારા અસીલ સોનાના ઘરેણાં કેટલા ટચના છે તે અંગે ચકાસણીની સેવા પૂરી પાડે છે. આ સેવા ઉપર લાગુ જી.એસ.ટી. દર અને તેના HSN જણાવવા વિનંતી. જિગર વોરા, ટેક્સ કન્સલ્ટન્ટ, રાજકોટ
જવાબ: આપના અસીલ સોનાના ઘરેણાં કેટલા ટચના છે તે અંગે ચકાસણીની સેવા પૂરી પડતાં હોય તે HSN 9983 માં પડે અને તેના ઉપર 18% ના દરે જી.એસ.ટી. લાગુ પડે તેવો અમારો મત છે.
- અમારા અસીલ એક વેબસાઇટ દ્વારા ઓનલાઈન વેચાણ કરે છે. આ વેબસાઇટનું સારવાર ભારત બહાર છે. તેઓની ખરીદી તથા વેચાણ પણ ભારત બહાર થાય છે. તેઓ જી.એસ.ટી. નંબર ધરાવે છે. શું આ ખરીદ વેચાણ ઉપર જી.એસ.ટી. ની જવાબદારી આવે? સહદેવ આહિર, કચ્છ
જવાબ: આપના અસીલની વેબસાઇટનું સર્વર ભારત બહાર હોય, તેમાં વેચાણ થતી માલ અને સેવાની ખરીદી પણ ભારત બહાર જ થતી હોય, આ વ્યવહાર ટેકસેબલ ટેરેટરી બહારનો વ્યવહાર ગણાય અને તેના ઉપર જી.એસ.ટી. ની કોઈ જવાબદારી ના આવે તેવો અમારો મત છે.
ખાસ નોંધ:
- મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.
CAN WE GET ENGLISH VERSION
Sorry sir, the news portal is in Gujarati only