સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે)12th March 2022
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
જી.એસ.ટી.
- હાલ, આપની વેબસાઇટ ઉપર ભાગીદારી પેઢીને વાપરવામાં આપવામાં આવેલ મિલ્કત અંગે જી.એસ.ટી. ની જવાબદારી અંગેના AAR વિષે લેખ વાંચ્યો. અમારો પ્રશ્ન એ છે કે શું આ ભાડાની કોઈ લિમિટ ખરી? પેઢી લૅમ્પસમમાં હોય તો શું જવાબદારી આવે? શું ટોકન ભાડું આપીએ તો ચાલે? ભાગીદારનું ટર્નઓવર 20 લાખથી નીચે હોય તો શું જવાબદારી આવે? આ અંગે માર્ગદર્શ્ન આપવા વિનંતી. ભરત બારાઈ, અવધેશ એજન્સી, રાજકોટ
જવાબ: ભાગીદાર દ્વારા પેઢીને વાપરવામાં આપવામાં આવેલ ભાડા અંગેનું AAR કરદાતા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે તે ચોક્કસ છે. આપના પ્રશ્નના જવાબમાં જણાવવાનું કે આ બાબતે ભાડાની કોઈ લિમિટ નથી. પેઢી લમ્પ્સ્મમાં હોય તો પણ આ ભાડા માટે AAR મુજબ કોઈ ફેર પડે નહીં. ભાગીદારનું ટર્નઓવર 20 લાખથી નીચે હોય તો ભાડા ઉપર ભાગીદારની જવાબદારી ના આવે તેવો અમારો મત છે. જો કે એક બાબત જાણવી જરૂરી છે કે AAR એ જે કરદાતાએ અરજી કરી હોય તેને જ સીધી રીતે લાગુ પડે.
- અમારા અસીલ જી.એસ.ટી. નંબર ધરાવે છે. અમારે ધંધાનું સ્થળ બદલવાનું હોય ભાડા ચિઠ્ઠી 25.06.2021 ના રોજ કરેલ છે. પરંતુ અમુક સંજોગો ના કારણે ધંધાનું સ્થળ 10.02.2022 ના રોજ મોડુ બદલવેલ છે. તેઓએ સ્થળ બદલવા અંગે ઓનલાઈન અરજી 02.02.2022 ના રોજ કરેલ છે. જી.એસ.ટી. હેઠળની અરજી મોદી હોય અધિકારી દંડની કાર્યવાહી કરી શકે? શું ભાડાકરાર કર્યા પછી નવા સ્થળે તુરંત ફેરફાર કરવો જરૂરી છે? જૂના સ્થળે ધંધો ના કરી શકે? વિષ્ણુભાઈ ટાંક, ડીસા
જવાબ: ભાડા કરાર કર્યા બાદ તુરંત ધંધાનું સ્થળ બદલવું એવો સ્પષ્ટ નિયમ ના હોય શકે. પરંતુ સામાન્ય રીતે ભાડા કરારમાં કબ્જા અંગેની જોગવાઈ હોય, ભાડા કરાર કર્યાથી વધારાના સ્થળ તરીકે અરજી કરી આપવી હિતાવહ છે. આ વધારાના સ્થળ તરીકે નંબરની નોંધ કરાવેલ હોય જૂના ધંધાના સ્થળ ઉપર ધંધો કરી શકે તેવો અમારો મત છે.
- અમારા અસીલને ડોમેસ્ટિક પ્યોરીફાયર સર્વિસ કરવાનો ધંધો છે. આ ધંધામાં સેવા અને માલ બન્નેનો સમાવેશ થાય છે. આ અસીલ કંપોઝીશનમાં જવા માંગતા હોય તો કેવી રીતે લાભ લઈ શકે? વિજય પ્રજાપતિ, ટેક્સ કન્સલ્ટન્ટ
જવાબ: જી.એસ.ટી. કાયદાની કલમ 10 હેઠળ મુખ્ય ધંધો માલ વેચાણનો હોય અને નિયત મર્યાદામાં (માલ વેચાણના 10% અથવા 5 લાખ, બન્નેમાં જે વધુ હોય તે) તો માલ અંગેના કંપોઝીશન 1% નો લાભ મળે. જો મુખ્ય ધંધો સેવાનો હોય તો સેવા કંપોઝીશન 6% નો વિકલ્પ રહેલ છે. આ બે વિકલ્પો અમારા માટે આપના અસીલને મળી શકે.
- જી.એસ.ટી. કલમ 73 હેઠળ વેરો ભરવાની જવાબદારી આવે તો તેમાં વ્યાજ કેટલા ટકા લાગુ પડે? જિગ્નેશભાઈ દેત્રોજા, ધોરાજી
જવાબ: જી.એસ.ટી. કલમ 73 હેઠળ વેરો ભરવાની જવાબદારી ઉપર જી.એસ.ટી. કાયદાની કલમ 50 હેઠળ 18% લેખે વ્યાજ લાગુ પડે તેવો અમારો મત છે.
- જી.એસ.ટી. કલમ 74(8) હેઠળ 25% ની પેનલ્ટી સૂચવવામાં આવી છે તે ફરજિયાત છે કે અધિકારી આથી ઓછી પેનલ્ટી કરી શકે? જિગ્નેશભાઈ દેત્રોજા, ધોરાજી
જવાબ: જી.એસ.ટી. કલમ 74(8) હેઠળ 25% ની પેનલ્ટી ફરજિયાત પેનલ્ટી છે. તેમાં અધિકારી કોઇ ઘટાડો કરી શકે નહીં.
ખાસ નોંધ:
- મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.