સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) Dt. 13.01.2024

Tax Today-The Monthly News Paper
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
Goods & Services Tax
- અમારા અસીલ મરઘાં ઉછેરનું કામ કરે છે. તેઓ મરઘીના બચ્ચાની ખરીદી કરી અને ખોરાક આપી ખોરાક આપી ઉછેર કરે છે. આ મરધીના દ્વારા જ્યારે ઈંડા આપવામાં આવે છે ત્યારે તે ઈંડાનું વેચાણ કરે છે. મરધી જ્યારે ઈંડા આપવાનું બંધ કરે ત્યારે તે મરધીનું વેચાણ રિટેઈલ દુકાનદારને કરી આપે છે. તેઓને જી.એસ.ટી. ની નોટિસ આવેલ છે. શું આ વ્યવહાર ટેકસેબલ ગણાય? જો હા તો શું રેઇટ લાગુ પડે? ધર્મેશ જરીવાલા, એડવોકેટ, સુરત
જવાબ: ના, મરઘાં ઉછેર કરી વેચાણનું કામ જી.એસ.ટી. રેઇટ નોટિફિકેશન 02/2017, તા. 28.06.2017 ની એન્ટ્રી 0106 મુજબ કરમુક્ત ગણાય. ઈંડાનું વેચાણ આ જ નોટિફિકેશનની એન્ટ્રી 0105 મુજબ કરમુક્ત ગણાય તેવો અમારો મત છે.
- અમારા અસીલ માલિકી ધોરણે જી.એસ.ટી. નંબર ધરાવે છે. અમારા અસીલને બનાવવાની ફેક્ટરી છે. બરફ ગ્રાહક સુધી પહોચડવા અને બરફ બનાવવા પાણી લાવવા માટે ટેન્કરને ખેંચવા ટ્રેક્ટરની જરૂર છે. આ ટ્રેક્ટરની ખરીદી અમારા અસીલ કરે છે. અમારા અસીલ ખેડૂત છે. તેઓ આ ટ્રેક્ટરની ખરીદી પોતાના નામ પર કરે છે. શું આ ટ્રેક્ટર ખરીદીની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તેઓને મળે? વિષ્ણુભાઈ ટાંક, ટેક્સ એડવોકેટ, ડીસા
જવાબ: હા, આપના અસીલ જે ઉત્પાદક છે તેઓને ધંધાકીય કામ માટે લેવામાં આવેલ ટ્રેક્ટરની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે તેવો અમારો મત છે. જો કરપાત્ર અને કરમુક્ત બન્ને સપ્લાયમાં આ ટ્રેક્ટરનો ઉપયોગ થતો હોય તો જી.એસ.ટી. નિયમોના નિયમ 43 હેઠળ સપ્રમાણ ઈન્પુટ ટેક્સ ક્રેડિટમાં ઘટાડો કરવો જોઈએ તેવો અમારો મત છે.
- અમારા અસીલનું વાર્ષિક વેચાણ 40 લાખ કરતાં ઓછું છે. આ માટે તેઓ દ્વારા જી.એસ.ટી. નંબર લેવામાં આવેલ નથી. તેઓનો ધંધો મુખ્યત્વે અગરબત્તી વેચાણનો છે. તેઓ ટેમ્પો દ્વારા અમદાવાદથી ગાંધીનગર માલનું વેચાણ કરવા આવે છે. આ ટેમ્પોમાં અંદાજે 5 લાખ જેવો માલ હોય છે. જી.એસ.ટી. નંબર ના હોવાથી તેઓ સાદું બિલ બનાવે છે. તેઓનું એક પાર્ટીને વેચાણ 50 હજારથી ઓછું જ હોય છે. આ અંગે મારા નીચે મુજબના પ્રશ્નો છે.
શું તેઓ એ ઇ વે બિલ બનાવવું જરૂરી છે?
રસ્તા ઉપર અધિકારી દ્વારા ગાડી રોકવામાં આવે તો તેઓ દ્વારા ક્યાં પુરાવા સાથે રાખવા જોઈએ? બાબુભાઈ ખારેચા, ધંધુકા
જવાબ: આપના અસીલ માટે ઇ વે બિલ બનાવવું ફરજિયાત નથી તેવો અમારો મત છે. રસ્તા ઉપર અધિકારી દ્વારા રોકવામાં આવે તો જી.એસ.ટી. નંબર વગર નું બિલ (કાચી ચિઠ્ઠી નહીં), અને અગાઉના સમયના વેપાર ખાતા સાથે રાખવામા આવે તેવો અમારો મત છે.
ખાસ નોંધ:
- મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.