સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના Dt 14.03.2025

:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
Goods & Services Tax
- અમારા અસીલ માલિકી ધોરણે ધંધો ચલાવીએ છીએ. આ ધંધો જેમનો તેમ (તમામ લાયાબીલીટી સાથે) અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરી રહ્યા છે. જે વ્યક્તિને ધંધો તબદીલ કરવામાં આવે છે તેઓ અલગ નંબર લઈ રહ્યા છે. અમારા ધંધામાં એક ટ્રક છે જે પણ અમે તેઓને આપી રહ્યા છે. અમારો પ્રશ્ન એ છે કે શું આ ટ્રકના ટ્રાન્સફર તરીકે અમો કલમ 29(5) વેરો ભરવાની જવાબદારી આવે કે શિડ્યુલ III મુજબ Going Concern નો લાભ મળે? ધ્રુવી શાહ, ટેક્સ કન્સલ્ટન્ટ
જવાબ: હા, જ્યારે કોઈ ધંધો સંપૂર્ણ જવાબદારી સાથે જી.એસ.ટી. કાયદાના શિડ્યુલ II ના 4 (c)(ii) મુજબ “ગોઇંગ કન્સર્ન” તરીકે તબદીલ કરવામાં આવે તો ટ્રક ઉપર કલમ 29(5) હેઠળ વેરો ભરવાની જવાબદારી આવે નહીં તેવો અમારો મત છે.
- અમો મિનરલ વોટરનો પ્લાન્ટ ધરાવીએ છીએ. જેમાં અમો મિનરલ વોટરની બોટલ સપ્લાય કરીએ છીએ. અમારા આ પ્લાન્ટની છત પર અમોએ સોલર પેનલ લગાવેલ છે. આ સોલર પેનલની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ અમોને મળે કે નહીં? નીરવ પટેલ, ટેક્સ કન્સલ્ટન્ટ
જવાબ: હા, મિનરલ વોટર પ્લાન્ટની છત પર સોલર પેનલ લગાડવામાં આવી હોય તો આ સોલર પેનલની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે તેવો અમારો મત છે.
- અમોએ ખુલ્લો પ્લોટ ભાડે આપવાના હેતુસર શેડ બનાવેલ છે. આ શેડ બનાવવા વાપરવામાં આવેલ રેતી-કપચી-સિમેન્ટ સિવાયની લોખંડના એંગલ, પતરા જેવી મુવેબલ વસ્તુઓની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે? નીરવ પટેલ, ટેક્સ કન્સલ્ટન્ટ
જવાબ: ના, શેડ એ પ્લાન્ટ ગણાઈ, મશીનરી ગણાય નહીં અને આ લોખંડના એંગલ, પતરાની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે નહીં તેવો અમારો મત છે.
- અમો કોમ્પ્યુટર એનિમેશન (VFX) સેન્ટર ધરાવીએ છીએ. વધુમાં અમો National Skill Development Corporation માં નોંધણી પણ ધરાવીએ છીએ. અમારા માનવા મુજબ અમો SAC 9992 ની એન્ટ્રી d (iii) હેઠળ આવતા હોય, આ એન્ટ્રી NIL રેટેડમાં હોય અમો જી.એસ.ટી. નંબર લેવા જવાબદાર થઈએ કે કેમ? નીરવ પટેલ, ટેક્સ કન્સલ્ટન્ટ
જવાબ: આપની સેવા જો NIL રેટેડ માં પડતી હોય અને અન્ય કોઈ ટેકસેબલ સેવા કે માલનું આપના દ્વારા સપ્લાય ના કરવામાં આવતું હોય તો આપની જી.એસ.ટી. નંબર લેવાની જવાબદારી આવે નહીં તેવો અમારો મત છે.
- અમો રેતી, કપચી, સિમેન્ટના વેપારી છીએ. અમારા દ્વારા આ વેચાણ ડમ્પર દ્વારા વહન થતું હોય છે. આ ડમ્પર ખરીદવામાં આવે તેની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ અમોને બાદ મળે કે નહીં? દીપેશભાઇ ભોઇ, ટેક્સ કન્સલ્ટન્ટ
જવાબ: ટ્રાન્સપોર્ટેશન ઓફ ગુડ્સ માટેના વાહનની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે.. આમ, ડમ્પર ખરીદીની ક્રેડિટ મળે તેવો અમારો મત છે.
- અમો રેતી, કપચી, સિમેન્ટના વેપારી છીએ. અમારા દ્વારા આ વેચાણ ડમ્પર દ્વારા વહન થતું હોય છે. આ ડમ્પર દ્વારા આ માલ વહન કરવામાં આવે તો તેના ઉપર 5% જી.એસ.ટી. લાગે કે 12%? દીપેશભાઇ ભોઇ, ટેક્સ કન્સલ્ટન્ટ
જવાબ: રેતી, કપચી વગેરેના વેચાણમાં જ્યારે કંપોઝીટ સપ્લાયનું બિલ બને ત્યારે આ રકમ ઉપર 5% જી.એસ.ટી. (રેતી-કપચીના દરે) લાગુ પડે તેવો અમારો મત છે.
- અમારા અસીલ પાર્ટી પ્લોટ ધરાવે છે. શું તેઓ કંપોઝીશન સ્કીમનો લાભ લઈ શકે? જો હા, તો જી.એસ.ટી. ની જવાબદારી કેવી રીતે આવે? નિમેશ પરિખ, ટેક્સ કન્સલ્ટન્ટ
જવાબ: હા, આપના અસીલ જી.એસ.ટી. કાયદાની કલમ 10(2) હેઠળ 50 લાખની મર્યાદામાં ટર્નઓવર હોય તો કંપોઝીશન સ્કીમ માટે હક્કદાર બને. તેઓ કંપોઝીશન હેઠળ પરવાનગી લે તો તેઓ 3% CGST અને 3% SGST ભરવા જવાબદાર બને તેવો અમારો મત છે.
- અમારા અસીલ રિસોર્ટ ચલાવે છે. તેઓ રહેવા અને જમવા બન્નેની સેવા પૂરી પાડે છે. આ બન્ને સેવાનો ચાર્જ સંયુક્ત રીતે વસૂલ કરે છે. આ સેવા ઉપર ક્યાં દરે વેરો લાગુ પડે? શું તેઓ કંપોઝીશનનો લાભ લેવા હક્કદાર છે? જીતેશ કાપડિયા, ટેક્સ કન્સલ્ટન્ટ
જવાબ: આપના અસીલ જેઓ રિસોર્ટ ચલાવે છે તેઓ જો રૂમ અને જમવાનો ચાર્જ સાથે ઉઘરાવતા હોય અને તેઓનો ચાર્જ 7499 સુધી હોય તો 12% જી.એસ.ટી. લાગુ પડે અને 7500/- કે તેથી ઉપર રકમ વસૂલ કરવામાં આવતી હોય તો 18% જી.એસ.ટી. લાગુ પડે તેવો અમારો મત છે. તેઓ કંપોઝીશન સ્કીમનો લાભ લઈ શકે છે પરંતુ ટર્નઓવર મર્યાદા 50 લાખની ગણવાની રહે તેવો અમારો મત છે.
Income Tax
- અમારા અસીલને વારસામાં ખેતીની જમીન મળેલ હતી. આ જમીન NA (બિન ખેતી) કરી તેઓએ વેચાણ કરેલ છે. આ બાબતે અમારા પ્રશ્ન છે કે શું આ જમીનની પડતર કિંમત નક્કી કરવા વેલ્યુએશન કરાવવું જરૂરી બને? શું અમારા અસીલ આ જમીનના વેચાણના નફાને અન્ય દુકાનની ખરીદી કરી કલમ 54B નો લાભ મેળવી શકે? પી. ખરેચા, ટેક્સ કન્સલ્ટન્ટ
જવાબ: આપના અસીલને વારસામાં મળેલ જમીન બાબતે બે વિકલ્પો રહે. પ્રથમ તેઓ આ જમીનના પ્રિવિયસ ઓનરની કિંમતને ખરીદ કિંમત તરીકે લઈ શકે છે. આ વિકલ્પ માટે વેલ્યૂએશનની જરૂર રહેતી નથી. જ્યારે તેઓ આ રકમના સ્થાને 01.04.2001 ની વેલ્યૂ લેવા અંગે ઈચ્છા રાખતા હોય તો માન્ય વેલ્યુયર પાસે વેલ્યુએશન કરાવવું જરૂરી બને તેવો અમારો મત છે. ખેતીની જમીન સામે જ્યારે ખેતીની જમીન જ ખરીદવામાં આવે ત્યાંરે જ ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 54B નો લાભ મળે. આમ, આપના અસીલને આ લાભ મળે નથી તેવો અમારો મત છે.
- ભાગીદારી સંદર્ભે મહેનતાના ની જોગવાઈમાં નાણાકીય વર્ષ 2024 25 થી વધારો કરવામાં આવ્યો છે. અમારો પ્રશ્ન એ છે કે શું આ વધારાના મહેનતાના નો લાભ લેવા ભાગીદારી દસ્તાવેજ માં આ અંગે સુધારો કરવો જરૂરી બને? જગદીશ વ્યાસ એન્ડ એસો., ટેક્સ કન્સલ્ટન્ટ
જવાબ: ભાગીદારી સંદર્ભે મહેનતાનામાં વધારે બાબતે જોગવાઈ સુધારા અંગે ભાગીદારી દસ્તાવેજમાં સુધારો કરવો પડે કે નહીં તે બાબત હાલના ભાગીદારી દસ્તાવેજમાં લખવામાં આવેલ જોગવાઈ ઉપર નિર્ભર રહે. જે ભાગીદારી દસ્તાવેજોમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ હોય કે મહેનતાના અંગે ઇન્કમ ટેક્સ કાયદાની મહેનતાનાની મહત્તમ જોગવાઈ નો ઉલ્લેખ હોય તો આ ભાગીદારીમાં સુધારો કરવાનો રહે નહીં તેવો અમારો મત છે.
3. અમારા અસીલ દ્વારા 5 લાખ જેવો ઘર ખર્ચ દર્શાવવામાં આવેલ છે. શું ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ ઘર ખર્ચની કોઈ મર્યાદા આપવામાં આવેલ છે? સુંદરીયા કોલીપરા, ટેક્સ કન્સલ્ટન્ટ
જવાબ: ના, ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ ઘર ખર્ચ બાબતે કોઈ મર્યાદા દર્શાવવામાં આવેલ નથી તેવો અમારો મત છે.
ખાસ નોંધ
- જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.