સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 18th March 2023
Tax Today-The Monthly News Paper
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
- અમારા અસીલ ગુડ્સ ટ્રાન્સપોર્ટ એજન્સી (GTA) છે. તેઓનો ધંધા માટે નીચેના પ્રશ્નો છે.
- ટ્રાન્સપોર્ટર પોતે તો ફોરવર્ડ ચાર્જ લેખે જી.એસ.ટી. ભરવા ઇચ્છતા હોય તો તેઓ દ્વારા જી.એસ.ટી. ક્યાં દરે એટલેકે 5% કે 12% ભરવાનો રહે?
- રિવર્સ ચાર્જ તરીકે તેઓની સેવા મેળવનાર ટેક્સ ભરવા નો વિકલ્પ હોય તો ક્યાં દરે રેસિપીયંટ ટેક્સ ભરવા જવાબદાર બને?
- જી.ટી.એ. સિવાયની ટ્રાન્સપોર્ટરની સેવા ઉપર જી.એસ.ટી. લાગુ પડે કે કેમ? અને લાગુ પડે તો ક્યાં દરે પડે?
જીતેશ કાપડિયા, જેતપુર
જવાબ: આપના ગુડ્સ ટ્રાન્સપોર્ટર અસીલના સંદર્ભે અમો નીચે મુજબ જવાબ આપીએ છીએ.
- ટ્રાન્સપોર્ટર ફોરવર્ડ ચાર્જ તરીકે જી.એસ.ટી. ભરવા માંગતા હોય તો તેઓના વેરા નો દર ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવા ના માંગતા હોય તો 5% અને ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવા માંગતા હોય તો 12% રહે તેવો અમારો મત છે.
- રિવર્સ ચાર્જ હેઠળ સેવા મેળવનાર 5% દરે જી.એસ.ટી. ભરવા જવાબદાર બને તેવો અમારો મત છે.
- જી.ટી.એ. સિવાયની ટ્રાન્સપોર્ટેશનની સેવા જી.એસ.ટી. રેઇટ નોટિફિકેશન 12/2017, તા. 28.06.2017 ની એન્ટ્રી 18 મુજબ કરમુક્ત બને તેવો અમારો મત છે.
2. અમારા અસીલ વર્ક કોન્ટ્રાકટર છે. તેઓ સરકારી કામ રાખે છે. જે રનિંગ બિલ બનાવવામાં આવે છે તેમાં નીચે મુજબના હેડ હોય છે.
રનિંગ બિલની રકમ 200000/-
ઇન્કમ ટેક્સ TDS 4000/-
CGST TDS 2000/-
SGST TDS 2000/-
Welfare Cess 2000/-
સિક્યોરિટી ડિપોઝીટ 5000/-
આમ, 200000/- ના બિલમાંથી 15000 જેવી કપાત કરી 185000/- નો ચેક અમારા અસીલને આપે છે. અમારો પ્રશ્ન એ છે કે આમાં કઈ રકમ ઉપર જી.એસ.ટી. ભરવાનો રહે?
જવાબ: જી.એસ.ટી. કાયદાની કલમ 2(112) હેઠળ ટર્નઓવર ઇન સ્ટેટ ની વ્યાખ્યા જોતાં રનિંગ બિલની રકમ 200000/- ઉપર જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે તેવો અમારો મત છે. અલબત, જો આ 200000/- ની રકમમાં જી.એસ.ટી. નો સમાવેશ થયેલ હોય તો આ રકમને જે તે રેઇટ સાથે નીચેના ફોર્મ્યુલા સાથે ગણતરી કરવાની રહે. 200000*12% (જે લાગુ રેઇટ છે તે)/100+12% (જે લાગુ રેઇટ છે તે)
ઇન્કમ ટેક્સ
- જો PAN-Aadhar 31 માર્ચ 2023 સુધી લિન્કના થાય તો કરદાતા 10000/- લેઇટ ફી ભરવા જવાબદાર બનશે આ વાત સાચી છે? પ્રશાંત મકવાણા
જવાબ: ના, અમારા મતે PAN-Aadhar મોડુ લિન્ક કરવા જે લેઇટ ફી સૂચવેલ છે તે ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 234H માં સૂચવેલ છે. આ કલમ હેઠળ મહત્તમ લેઇટ ફી 1000/- લાગી શકે છે તેવો અમારો મત છે.
- જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.