સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 20th May 2023

Spread the love
Reading Time: 3 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


Goods & Services Tax

  1. એક પેઢીનો જી.એસ.ટી. નોંધણી દાખલો જી.એસ.ટી. રિટર્ન ના ભરવાના કારણે સસ્પેન્ડ થઈ ગયો છે. આ સસ્પેશન દરમ્યાન શું તેઓ ગ્રાહક પાસેથી જી.એસ.ટી. વસૂલ કરી શકે? જો ના તો ગ્રાહક પાસે આ અંગે ફરિયાદ કરવાના શું વિકલ્પ રહેલ છે? ભાવેશ હળપાણી, એકાઉન્ટન્ટ, ભુજ

જવાબ: ના, સસ્પેનશન દરમ્યાન કોઈ કરદાતા જી.એસ.ટી. ઉઘરવી શકે નહીં. રીવોકેશન કર્યા બાદ જ તેઓ જ્યારે નોંધણી દાખલો રિસ્ટોર થાય ત્યારે રિવાઈઝ ઇંવોઇસ આપી શકે. ગ્રાહક પાસે સસ્પેનશન દરમ્યાન જી.એસ.ટી. ઉઘરાવવામાં આવે તો તેઓ કરદાતાના જી.એસ.ટી. ક્ષેત્રાધીકાર ધરાવતા અધિકારીને આ અંગે ફરિયાદ કરી શકે છે.


Income Tax

  1. અમારા અસીલAPMC હેઠળ રજિસ્ટર્ડ “પક્કા આડતિયાં” છે. તેઓ હરાજીમાંથી ખેડૂત પાસેથી માલ માલ ખરીદનારને પહોચડવામાં આવે છે અને તેનું બિલિંગ અમારા અસીલ કરે છે અને તેના વેચાણ ઉપર જી.એસ.ટી. પણ પોતે ભરે છે. તેઓ પેમેન્ટ ચેકથી મેળવે છે અને ખેડૂતને રોકડેથી ચુકવણી કરે છે. ઇન્કમ ટેક્સ હેઠળ માત્ર કમિશનની આવક જ ગ્રોસ રિસીપ્ટમાં બતાવીએ છીએ. ખરીદનાર અમારા અસીલને કરવામાં આવતી ચુકવણી ઉપર 194તથા અમુક 194કલમ હેઠળ TDS કરે છે. નાણાકીય વર્ષ 2021 22 માં ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં આવેલ છે તેમાં અમારી રિસીપ્ટ GST રિટર્ન સામે ખૂબ ઓછી હોવાથી રિફંડ ચૂકવવામાં આવેલ નથી. અમે રેકટિફિકેશન કરેલ છે તે પણ સ્વીકારવામાં આવેલ નથી. હવે આ અંગે અમારી પાસે શું વિકલ્પ છે?                                                                                                          જીતેશ વોરા, ટેક્સ કન્સલ્ટન્ટ

જવાબ: આવા કિસ્સા ઘણા સામે આવી રહ્યા છે. આ કિસ્સામાં રેકટીફીકેશન અરજી રિજેક્ટ થાય તો તેઓ પાસે અપીલ કરવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. 

  1. અમારા અસીલ પોતાના HUF માંથી પોતાના પુત્રને 50 લાખ જેવી ગિફ્ટ આપવા માંગે છે. શું ગિફ્ટ લેનાર એટ્લે કે પુત્ર ઉપર આ વ્યવહાર બાબતે ટેક્સની જવાબદારી આવે? ગૌરવ પટેલ, એડ્વોકેટ, ખેડા

જવાબ: ના, HUF પોતાના સભ્ય ને ગિફ્ટ આપે તેમાં ગિફ્ટ લેનારની કોઈ જવાબદારી આવે નહીં.


ખાસ નોંધ

  1. જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!