સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 22nd October 2022
Tax Today-The Monthly News Paper
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
જી.એસ.ટી./વેટ
- અમારા અસીલને જૂન મહિનામાં ખરીદ પરત થયાની ક્રેડિટ નોટ મળેલ છે. આ ક્રેડિટ નોટ જૂન મહિના GSTR 1 માં વેચનાર દ્વારા દર્શાવવામાં આવેલ નથી પરંતુ સપ્ટેમ્બર મહિનાના GSTR 1 માં દર્શાવવામાં આવેલ છે. આવા સંજોગોમાં અમારા અસિલે આ ક્રેડિટ નોટ અંગે ટેક્સ રિવર્સલ કરવાની જવાબદારી જૂન મહિનામાં આવે કે સપ્ટેમ્બર માહિનામાં? મયુર બારોટ, એકાઉન્ટન્ટ, ઉના
જવાબ: ક્રેડિટ નોટ જૂન મહિનાની હોય આ ક્રેડિટ નોટ વેચનાર દ્વારા ભલે GSTR 1 માં દર્શાવવામાં ના આવેલ હોય, ખરીદનાર આ ક્રેડિટ નોટની ક્રેડિટ જૂન 2022 માંજ રિવર્સ કરી આપવાની રહે તેવો અમારો મત છે.
- અમારા અસીલનું નાણાકીય વર્ષ 2021 22 નું કુલ ટર્નઓવર 1.10 કરોડ જેવુ હતું. ઇન્કમ ટેક્સ ઓડિટ કરવા સમયે જાણવા મળ્યું કે કોઈ ક્લેરિકલ ભૂલના કારણે તેઓનું વર્ષ દરમ્યાન 12 લાખ જેવુ B2C ટર્નઓવર GSTR 1 કે GSTR 3B માં દર્શાવવાનું રહી ગયું છે. હવે આ વેચાણ બાબતે શું કરવું જોઈએ? આ વેચાણ સપ્ટેમ્બર 2022 ના રિટર્ન માં લઈ લેવું જોઈએ કે DRC 03 દ્વારા આ ભરી આપવું જોઈએ? શું આમ સુધારો થવાના કારણે નાણાકીય વર્ષ 2021-22 નું વાર્ષિક રિટર્ન ભરવું ફરજિયાત રહે? ધર્મેશ પરમાર, ટેક્સ કન્સલ્ટન્ટ, જુનાગઢ
જવાબ: આ કિસ્સામાં આપની પાસે બન્ને વિકલ્પ રહે, નવેમ્બર મહિના સુધી ભરવાના થતાં GSTR 3B માં આ ફેરફાર દર્શાવી શકાય અથવા તો DRC 03 દ્વારા પણ આ દર્શાવી શકાય. બન્ને બાબતોના પોતાના ફાયદા ગેર ફાયદા છે. GSTR 1 માં તો ફેરફાર કરવો જરૂરી જ રહેતો હોય GSTR 3B માં ફેરફાર લેવામાં આવે તો GSTR 1 તથા 3B વચ્ચે તફાવત ના આવે. જી.એસ.ટી. હેઠળ વાર્ષિક રિટર્ન ભરવું ટર્નઓવર મુજબ ફરજિયાત નથી પરંતુ આ ફેરફારના કારણે આ વર્ષ માટે વાર્ષિક રિટર્ન ભરી આપવું અમારા માટે હિતાવહ ચોક્કસ ગણી શકાય.
- અમારા અસીલ IT (ઇન્ફોર્મેશન ટેકનૉલોજિ) અંગેની સેવાઓ ભારતમાં તથા વિદેશમાં એમ બંને જગ્યાએ આપે છે. આ અંગે જી.એસ.ટી. ની શું જવાબદારી આવે તે જણાવવા વિનંતી. વિજય પ્રજાપતિ, ટેક્સ કન્સલ્ટન્ટ
જવાબ: ભારતમાં IT અંગેની સેવાઓ આપવામાં આવે તે 18% લેખે જી.એસ.ટી. ભરવા જવાબદાર બને. જો ફોરેન કરન્સીમાં આવક આવતી હોય અને એક્સપોર્ટ ઓફ સર્વિસની તમામ શરતો પૂર્ણ કરતાં હોય અને LUT ફાઇલ કરેલ હોય તો એકપોર્ટ ઓફ સર્વિસ ગણાય અને તેના ઉપર જી.એસ.ટી. લાગે નહીં. જો આમ ના થતું હોય તો ભારત બહાર આપવામાં આવેલ સેવાઓ ઉપર પણ 18% લેખે જી.એસ.ટી. ની જવાબદારી આવે તેવો અમારો મત છે.
- અમારા અસીલ પેકેજિંગ પ્લાન્ટ ધરાવે છે. આ પ્રક્રિયામાં બોક્સ બન્યા પછી કટિંગ વેસ્ટ સ્ક્રેપ નીકળે છે. આ વેસ્ટ સ્ક્રેપ ઉપર ક્યાં દરે જી.એસ.ટી. લાગુ પડે. આ સ્ક્રેપનો HSN જણાવવા વિનંતી. નિલેષ લાખાણી, ટેક્સ કન્સલ્ટન્ટ, કોડીનાર
જવાબ: પેકેજિંગના કટિંગ વેસ્ટ ઉપર અમારા મતે 4707 HSN લાગુ પડે અને 5% લેખે જી.એસ.ટી. લાગુ પડે તેવો અમારો મત છે.
- અમારા અસીલ આઈસ પ્લાન્ટ ધરાવે છે. આ આઈસ પ્લાન્ટ ની સ્થાપના કરવામાં આવી ત્યારે તેઓએ મશીનરી ઉપરની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ક્લેઇમ કરેલ છે. બિલ્ડીંગ ઉપર કોઈ ક્રેડિટ ક્લેઇમ કરેલ નથી. હવે તેઓને સરકાર તરફથી સબસિડી મળે છે. આ સબસિડી મળતા મશીનરી ઉપર લેવામાં આવેલ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ઘટાડવાની રહે કે નહીં? નિલેષ લાખાણી, ટેક્સ કન્સલ્ટન્ટ, કોડીનાર
જવાબ: સામન્ય રીતે સબસિડીએ જી.એસ.ટી. વગરની રકમ ઉપર ગણતરી કરવામાં આવતી હોય છે. આ રીતે જો ગણતરી કરવામાં આવે તો મશીનરી ઉપરના જી.એસ.ટી. ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ રિવર્સ કરવાની થાય નહીં તેવો અમારો મત છે.
ખાસ નોંધ:
- મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.