સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 26th March 2022
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
જી.એસ.ટી.
- અમારા અસીલ ગ્રાહકની જરૂરિયાત મુજબ રહેઠાણનું મકાન બાંધકામ કરી આપવાના કોન્ટ્રાક્ટ કરે છે. માલની ખરીદી અમારા અસીલ જ કરે છે. આ પ્રકારના કોન્ટ્રાક્ટ ઉપર જી.એસ.ટી. ક્યાં દરે લાગે તથા ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બાદ મળે કે કેમ તે અંગે માર્ગદર્શ્ન આપવા વિનંતી. જિગ્નેશ દૂધરેજિયા, ધોરાજી
જવાબ: માલ મટિરિયલ સાથે મકાન બાંધકામના કોન્ટ્રાક્ટ ઉપર 12 % ના દરે જી.એસ.ટી. લાગુ પડે તેવો અમારો મત છે. ખરીદીની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બાદ મળે તેવો અમારો મત છે.
- અમારા અસીલ ભાડાની જગ્યા ઉપર ધંધો કરતાં હતા. ભાડાની જગ્યાનું સ્થળ ખાલી કરવવામાં આવેલ હોય અને ત્યારબાદ અમારા અસીલને નવી ભડા ઉપર જગ્યા મેળવતા સમય લાગ્યો હતો. આ દરમ્યાન અમારા અસીલનો નોંધણી દાખલો 01.07.2017 થી જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા રદ્દ કરવામાં આવ્યો છે. હવે તેઓ નોંધણી દાખલો ચાલુ કરાવવા માંગે છે પરંતુ અપીલ કે રિવોકેશનનો સમય જતો રહ્યો છે. હવે આવા કેસમાં શું કરી શકાય? CA કલ્પેશ પટેલ, નડિયાદ
જવાબ: આ પ્રમાણેની સ્થિતિમાં સૌ પ્રથમ ઘટક ઓફિસે હાજર થઈ ઓર્ડર યોગ્ય રીતે બજવેલ ના હોય, આદેશની નકલ લેવાની વિધિ કરવાની રહે. ત્યારબાદ આ આદેશ ઉપર અપીલ મેન્યુલ દાખલ કરવા પ્રયાસ કરવા જોઈએ. આ અપીલ ના સ્વીકારવામાં આવે તેવા કિસ્સામાં માનનીય હાઇકોર્ટમાં રિટ પિટિશન કરવાનો વિકલ્પ રહેતો હોય છે. આ પ્રકારના કિસ્સા મોટા પ્રમાણમા અમારી સામે આવી રહ્યા છે. આ માટે કેસના તથ્યો જોઈ નિર્ણય લેવાનો રહે. આ અંગે તથ્યો સાથે આપ અમારો સંપર્ક કરી શકો છો.
ખાસ નોંધ:
- મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.