સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 08th November 2021

Spread the love
Reading Time: 4 minutes

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના

Experts


વાંચક મિત્રો, ટેક્સ ટુડે ટિમ વતી આપને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ. આપ સૌના સહકારથી ટેક્સ ટુડે એક્સપર્ટ્સની આ કૉલમ “સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ્સના” ખૂબ લોકપ્રિય કૉલમ બની રહી છે. આ કૉલમની સફળતા માટે અમારા એક્સપર્ટ CA મોનીષ શાહ, એડવોકેટ લલિત ગણાત્રા  તથા CA દિવ્યેશ સોઢા નો આ તકે ખૂબ આભાર માનું છું. વાચકોના પ્રશ્નોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી, ખૂબ કાળજી રાખી પોતાના વ્યસ્ત શિડ્યુલમાં પણ તેઓ આ કૉલમ માટે ખૂબ મહેનત કરે છે. આ સાથે જ તમામ વાંચકોનો પણ ખૂબ આભાર માનવો જરૂરી છે. આ કૉલમ ટેક્સ પ્રોફેશનલ્સને તો મદદરૂપબને છે જ, પરંતુ આ કૉલમનો મુખ્ય હેતુ કરદાતાઓ, એકાઉન્ટન્ટસ તથા સામાન્ય પ્રજામાં જી.એસ.ટી., ઇન્કમ ટેક્સ અંગેની માહિતી સરળ ભાષામાં પહોચાડી તેઓને માહિતગાર કરવાનો છે. ટેક્સ અંગેના કાયદાની માહિતી તેઓની પાસે નહીં હોય તો તેઓ અમુક વ્યવહારોમાં ભૂલ કરી આપશે જે ટેક્સ પ્રોફેશનલ્સ તરીકે આપણી પાસે સુધારવી શક્ય રહેતી નથી. આમ, ટેક્સ ટુડેના લેખ, સવાલ જવાબની કૉલમ આપના અસીલ, એકાઉન્ટન્ટ, મિત્રોને આપ ફોરવર્ડ કરી તેઓને જાણકારી આપવાના આ પ્રયાસમાં સહભાગી બનો તેવી નમ્ર પ્રાર્થના.

ફરી સૌને નવા વર્ષના “નુતન વર્ષાભિનંદન”.

                                                                                                                                                                                                   ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે


જી.એસ.ટી

  1. જી.એસ.ટી. હેઠળ અમુક સંજોગોમાં માર્જિનલ સ્કીમ દ્વારા કરદાતાને રાહત આપવામાં આવી છે. અમારો પ્રશ્ન એ છે કે આ પ્રકારની માર્જિનલ સ્કીમમાં ખરીદનારને “ટેક્સ ઇંવોઇસ” આપવાનું રહે કે “બિલ ઓફ સપ્લાય”? વેચનાર દ્વારા કઈ રકમ “ટેકસેબલ વેલ્યૂ” અને કેટલા દરે ટેક્સ આ બિલમ આદર્શાવવાનો રહે?                                                                                              સરાનખાવાલા એસોસીએટ્સ, ટેક્સ કન્સલ્ટન્ટ, વડોદરા

જવાબ: માર્જિનલ સ્કીમ હેઠળ પણ વેચનારે ખરીદનારને કરપાત્ર વેચાણના સંજોગોમાં ટેક્સ ઇંવોઇસ આપવાનું રહે તેવો અમારો મત છે. બિલમાં સેલ વેલ્યૂ જે છે તે જ આવે(માર્જિન વેલ્યૂ નહીં). ટેક્સની રકમ જે માર્જિન વેલ્યૂ ઉપર છે તે જ દર્શાવવાની રહે તેવો અમારો મત છે. વેચનાર આ માટે ટેક્સની રકમ સામે માર્જિનની રકમનો ઉલ્લેખ કરી આપે તે હિતાવહ છે. આ અંગે એક બાબત જણાવવાની કે CBIC ના માર્જિન સ્કીમ હેઠળના ફ્લાયરમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ સ્કીમનો લાભ લેતા કરદાતા ટેક્સ ઇંવોઇસ ઇસ્યું કરી શકે નહીં. પરંતુ જી.એસ.ટી. કાયદા કે નિયમોમાં આ અંગે કોઈ બાધ આપવામાં આવેલ નથી.

 

2.  અમારા અસીલ મમરાનો વેપાર કરે છે. મમરા ટેક્સ ફ્રી છે. મમરાની ખરીદી કે વેચાણમાં થતાં ટ્રાન્સપોર્ટેશન ઉપર RCM લાગુ પડે કે નહીં? આ RCM લાગુ પડે તો આની ક્રેડિટ મળે કે નહીં? મમરા ઉપરના વપરાતા પેકિંગ મટિરિયલની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળે?                                                                                                                                                                                                            રાકેશ ધોરજીયા, ટેક્સ કન્સલ્ટન્ટ, ગોંડલ

જવાબ: મમરાના વેપાર ઉપરના ટ્રાન્સપોર્ટેશન ઉપર RCM લાગુ પડશે. મમરા કરમુક્ત હોય ટ્રાન્સપોર્ટેશન ઉપરના RCM કે પેકિંગ મટિરિયલ ખરીદીની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળશે નહીં.

 

3. મમરા ના 6 અંકના HSN કોડ આપવા વિનંતી.                                                                     રાકેશ ધોરજીયા, ટેક્સ કન્સલ્ટન્ટ, ગોંડલ

જવાબ: મમરાનો 6 અંકનો HSN કોડ 190410 આવે તેવો અમારો મત છે.

 

4. વેચનાર વેપારી પોતાનું એપ્રિલ 2021 નું GSTR 1 ઓક્ટોબરમાં ભરે છે. ખરીદનારના GSTR 2B માં આ વ્યવહાર એપ્રિલ 2021 માં દર્શાવવામાં આવશે કે ઓક્ટોબર 21 ના GSTR 2B માં?                                                                               શાહિદભાઈ, એકાઉન્ટન્ટ, પાલનપુર

જવાબ: વેચનાર વેપારી પોતાનું એપ્રિલ 2021 નું વેચાણ જો ઓકોટોબર 2021 ના GSTR 1 માં દર્શાવે તો આ વ્યવહાર ઓક્ટોબર મહિનાના GSTR 2B માં દર્શાવશે તેવો અમારો મત છે.  

ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોસોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!