સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)15TH November 2021

:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
જી.એસ.ટી
- જી.એસ.ટી. હેઠળ 3B માં રહેલ કૉલમ “ઇનએલીજીબલ ક્રેડિટ” U/s 17(5) તથા “ઇનએલીજીબલ ક્રેડિટ અધર્સ” વચ્ચે શું તફાવત છે તે સમજાવવા વિનંતી. હિત લિંબાણી, ટેક્સ કન્સલ્ટન્ટ કચ્છ જવાબ: “ઇનએલીજીબલ ક્રેડિટ” U/s 17(5) હેઠળ જી.એસ.ટી. કાયદાની 17(5) માં દર્શાવેલ બ્લોક ક્રેડિટ જેવી કે, મોટર કાર ખરીદીની ઈન્પુટ ક્રેડિટ, મોટર કાર ઉપરના વીમા વગેરેની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ, ખાધ્ય પદાર્થો અંગેની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ, સ્થાવર મિલ્કત ઉપરની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે “ઇનએલીજીબલ ક્રેડિટ અધર્સમાં” કરદાતા દ્વારા કોઈ અન્ય રાજ્યમાં પ્લેસ ઓફ સપ્લાય હોય તેવી ઇનવર્ડ સપ્લાયનો સમાવેશ થાય છે તેવો અમારો મત છે. ઉદાહરણ તરીકે ગુજરાતના કોઈ નોંધાયેલ કરદાતા દિલ્હીની કોઈ હોટેલમાં રોકાણ કરે અને દિલ્હીની હોટેલ કરદાતાનું GST નંબર સાથેનું ટેક્સ ઇંવોઇસ બનાવે ત્યારે ગુજરાતના આવા કરદાતાએ “અધર્સમાં” આ ક્રેડિટ નામંજૂર કરવાની થાય.
2. વેચનાર વેપારી પોતાનું એપ્રિલ 2021 નું GSTR 1 જ ઓક્ટોબર મહિનામાં એટલેકે મોડુ ભરે છે. ઓક્ટોબર 2021 નું GSTR 1 હજુ ભરવાનું જ બાકી છે. હવે આવા સંજોગોમાં ખરીદનારના GSTR 2B માં આ વ્યવહાર એપ્રિલ 2021 માં દર્શાવવામાં આવશે કે ઓક્ટોબર 21 ના GSTR 2B માં? શાહિદભાઈ, એકાઉન્ટન્ટ, પાલનપુર
જવાબ: વેચનાર વેપારી પોતાનું એપ્રિલ 2021 નું વેચાણ જો એપ્રિલ 2021નું GSTR 1 જ્યારે ઓક્ટોબર 2021માં ભરે છે તો આ વ્યવહાર ઓક્ટોબર મહિનાના GSTR 2B માં દર્શાવશે તેવો અમારો મત છે.
ઇન્કમ ટેક્સ
1. જો કોઈ વર્ષમાં ભાગીદારી પેઢીને નુકસાન હોય તો શું કલમ 44AB હેઠળ ઓડિટ કરાવવું ફરજિયાત બને? ભરત બારાઈ, વેપારી, રાજકોટ
જવાબ: ના, જો કરદાતા ભાગીદારી પેઢી હોય અને તેનું ટર્નઓવર 44AB હેઠળની નિયત મર્યાદાથી (1 કરોડ) ઓછું હોય તો ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 44AB હેઠળ ઓડિટ કરાવવું ફરજિયાત ના રહે તેવો અમારો મત છે.
ખાસ નોંધ:
મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરાવવામાં આવે તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.