સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 11th June 2022

Spread the love
Reading Time: 3 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


જી.એસ.ટી.

  1. જી.એસ.ટી. હેઠળ ઇ વે બિલ ના હોવાની સ્થિતિમાં વાહનને રોકવામાં આવતું હોય છે અને આ વાહનને જી.એસ.ટી. ઓફિસ લઈ જવામાં આવતું હોય છે. જો આપણાં અસીલ ટેક્સ તથા પેનલ્ટી ભરવા તૈયાર હોય તો પણ શું આ માલ જી.એસ.ટી. ઓફિસે લઈ જવો એ કાયદાકીય રીતે બારોબાર છે?                                                                                                                                                                                 CA કલ્પેશ પટેલ 

જવાબ: સામાન્ય રીતે ટેક્સ તથા પેનલ્ટી કરદાતા ભરી આપે ત્યારે તેઓનું વાહન જી.એસ.ટી. ઓફિસ પર લઈ જવાની વિધિ અધિકારીઓ કરતાં હોતા નથી. કરદાતા જ્યારે અધિકારી દ્વારા નક્કી કરવામાં આવેલ પેનલ્ટી ભરી આપે તેવા સંજોગોમાં માલ અને વાહન જી.એસ.ટી. ઓફિસે લઈ જઇ શકે નહીં તેવો અમારો મત છે. 

  1. અમારા અસીલ ઇન્ડસટ્રીયલ એરિયામાં પ્લોટ રાખી શેડ બનાવે છે. તેઓ પત્થર અને રેતીની URD ખરીદી કરે છે. શું તેઓ RCM ભરવા જવાબદાર બને?                                                                                                                                                                  નિમેશ પરિખ, જુનાગઢ

જવાબ: ના, ઉપર દર્શાવેલ સ્થિતિમાં તમારા અસીલ RCM ભરવા જવાબદાર બને નહીં તેવો અમારો મત છે.

  1. અમારા અસીલ રેસ્ટોરન્ટ ધરાવે છે. તેઓ કંપોઝીશનમાં છે. તેઓ Swigy/Zomoto દ્વારા પોતાના માલનું વેચાણ કરે છે. શું તેઓ કંપોઝીશનનો વિકલ્પ ચાલુ રાખી શકે કે તેઓએ ફરજિયાત રેગ્યુલરમાં રહેવું પડે?                                                                              રાજ ધનેશા, ટેક્સ કન્સલ્ટન્ટ 

જવાબ: ના. ઇ કોમર્સ ઓપરેટર દ્વારા સેવા પૂરી પાડતા કરદાતાને કંપોઝીશન વિકલ્પનો લાભ મળી શકે નહીં. તેઓ ફરજિયાત રેગ્યુલર રેઇટ પર ટેક્સ ભરવાની જવાબદારી આવે. જો કે રેસ્ટોરન્ટ માટે આમ પણ કંપોઝીશન કરતાં રેગ્યુલર વિકલ્પ વધુ સારું રહેશે.


 ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!