સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 12th November 2022

Spread the love
Reading Time: 2 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


જી.એસ.ટી./વેટ

  1. અમારા અસીલ એક GOVERNMENT CONTRACTOR છે. તેઓ ટેન્ડર મેળવી કામ કરે છે. તેઓ GOVERNMENT ના બિલો બનાવે છે. GOVERNMENT GST નંબર ધરાવે છે. તેઓનું પાછલા વર્ષનું ટર્નઓવર 10 કરોડથી વધુ છે. શું તેઓ ઇ-ઇનવોઇસ બનાવવા જવાબદાર બને?

જવાબ: હા, ગવર્નમેંટ કામ માટે ઇ ઇંવોઇસ બનાવવું જરૂરી બને તેવો અમારો મત છે.

  1. NON-GST એટલે કે પેટ્રોલ પંપ ને ટર્ન ઓવર પાછળ ના વર્ષનું 10 કરોડ થી વધુ છે. તો ઇ-ઇનવોઇસ બનાવવું પડે કે કેમ ?

જવાબ: પેટ્રોલ-ડીઝલના વેચાણ માટે ઇ ઇંવોઇસ બનાવવાની જવાબદારી ના આવે. પરંતુ આ સિવાયના B2B વ્યવહાર જેવા કે ઓઇલ વેચાણ, બાબતે ઇ ઇંવોઇસ બનાવવા જવાબદાર રહે.

  1. ટ્રાન્સપોર્ટ અને ગૂડ્સ સાથે સર્વિસ આપે છે. ટર્ન ઓવર પાછળ ના વર્ષનું 10 કરોડ થી વધુ છે તો ઇ-ઇનવોઇસ બનાવવું પડે કે કેમ ?

જવાબ: ના, GTA ને ઇ ઇંવોઇસ બનાવવામાંથી મુક્તિ આપવામાં આવેલ છે.

  1. A.P.M.C માં માર્કેટ સેસની આવક થાય છે. તેમને ભાડાની આવક થાય છે. જે 20 લાખથી ઓછી છે. તો તેમને GST રજીસ્ટ્રેશન લેવું પડે કે કેમ?

જવાબ: હા, જો ભાડાની આવક ટેકસેબલ આવક હોય, તો એગ્રીગેટ ટર્નઓવર 20 લાખથી વધુ હોય જી.એસ.ટી. નંબર લેવા જવાબદાર બને.


ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!