સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 19th July 2021

:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ
જી.એસ.ટી
- અમારા અસીલ ખેડૂતો પાસેથી એરંડાની ખરીદી કરીને જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ કંપનીને વેચાણ કરે છે. શું અમારા અસીલ જી.એસ.ટી. હેઠળ RCM ભરવા જવાબદાર બને? જો અમારા અસીલ ફોરવર્ડ ચાર્જ ભરવા જવાબદાર બને તો જી.એસ.ટી. નો રેઇટ શું આવે અને HSN શું આવે? પિયુષ લીબાણી, ટેક્સ કન્સલ્ટન્ટ, માંડવી
જવાબ: જી.એસ.ટી. કાયદાની કલમ 9(4) હાલ એરંડાને લાગુ પડતી ના હોય તમારા અસીલ ખેડૂત પાસેથી એરંડાની ખરીદી કરે તેમાં RCM ભરવાની જવાબદારી ના આવે તેવો અમારો મત છે. એરંડાએ તેલી બિયા ગણાય અને HSN 1207 લાગુ પડે અને 5% (2.5 CGST + 2.5 SGST)(સિડ ક્વોલિટી હોય તો NIL રેઇટ) લાગુ પડે.
- અમારા અસીલ જી.એસ.ટી. નંબર ધરાવે છે. હવે તેમને નવા નામથી એ જ PAN ઉપર નવો ધંધો ચાલુ કરવાનો થતો હોય શું તેમણે નવો જી.એસ.ટી. નંબર લેવો પડે કે પછી એ જ જી.એસ.ટી. નંબરમાં બિઝનેસનું નામ એડ કરી શકાય? હિત લીબાણી, ટેક્સ કન્સલ્ટન્ટ, ભુજ
જવાબ: તમારા અસીલ માટે એક જ PAN ઉપર નવો ધંધો શરૂ કરવા નવો જી.એસ.ટી. નંબર લેવો ફરજિયાત નથી. તેઓ ઈચ્છે તો નવો જી.એસ.ટી. નંબર લઈ શકે છે.
- અમો એક સેવા પૂરી પડતાં પ્રોફેશનલ્સ છીએ. અમારી વાર્ષિક રિસીપ્ટ 21,75,000/- છે. આ પૈકી 3,50,000/- ની રકમ હું પ્રોફેશનલ ફી તરીકે મારી સાથે કામ કરતાં પ્રોફેશનલ વ્યક્તિને ચૂકવું છું. આમ, મારી પ્રોફેશનલ રિસીપ્ટ 18,25,000/- રહે છે. શું અમારે જી.એસ.ટી. નંબર લેવો ફરજિયાત બને? વિપુલ અમૃતીયા, ટેક્સ કન્સલ્ટન્ટ, રાજકોટ
જવાબ: હા, જી.એસ.ટી. કાયદા હેઠળ એગ્રીગેટ ટર્નઓવર 20 લાખથી વધુ થાય ત્યારે જી.એસ.ટી. કાયદાની કલમ 22 હેઠળ નોંધણી દાખલો લેવાની જવાબદારી બને. આમ, તમે નોંધણી દાખલો લેવા જવાબદાર બનો તેવો અમારો મત છે.
- કેવા પ્રકારની ટેક્સ ક્રેડિટ GSTR 3B માં રિવર્સ કરવાની રહે? કૃણાલ ઉપાધ્યાય, એકાઉન્ટન્ટ, મહુવા
જવાબ: સામાન્ય રીતે જી.એસ.ટી. હેઠળ કરમુક્ત હોય કે જી.એસ.ટી. લાગુ પડતોના હોય તેવી સપ્લાય માટે કરવામાં આવેલ ઇનવર્ડ સપ્લાયની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ રિવર્સ કરવાની રહે. આ ઉપરાંત જી.એસ.ટી. કાયદાની કલમ 17(5) હેઠળ આપેલ યાદી મુજબના માલ તથા સેવાની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ રિવર્સ કરવાની રહે. જી.એસ.ટી. હેઠળ કઈ પ્રકારની ક્રેડિટ રિવર્સ કરવી પડે તે માટે મુખ્યત્વે જી.એસ.ટી. કાયદાની કલમ 16 અને 17 અને જી.એસ.ટી. નિયમના નિયમ 42 તથા 43, જોઈ જવાના રહે. આ ઉપરાંત પણ અનેક એવી જોગવાઈ છે જેનું વાંચન અને અર્થઘટન કરવું જરૂરી છે.
:ખાસ નોંધ:
- મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટ તરીકેની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે. આપ આપના પ્રશ્નો અમને નીચેની લિન્ક ઉપર ક્લિક કરીને પણ પ્રશ્ન પૂછી શકો છો.
https://taxtoday.co.in/ask-your-question/
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.