સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 30th November 2020

Spread the love
Reading Time: 4 minutes

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

30th November 2020

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર

CA દિવ્યેશ સોઢા, પોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

જી.એસ.ટી

Experts

 

  1. જીએસટીઆર 3બી માં GTA ઉપરનો રિવર્સ ચાર્જ કેવી રીતે બતાવવો જો GTA ત્રિમાસિક GSTR 1 ફાઇલ કરતા હોય તો આપણે GTA ઉપરનો રિવર્સ ચાર્જ બુક પ્રમાણે બતાવો જોઈએ કે પછી જીએસટીઆર2B મુજબ બતાવવું જોઈએ?                                                                              હિત લિંબાની

જવાબ:- GTA નો રિવર્સ ચાર્જ ચોપડા મુજબજ દર્શાવવાનો રહે. 3B માં માસિક ધોરણે રિવર્સ ચાર્જ દર્શાવી તેજ મહિને ક્રેડિટ લેવી જોઈએ. GSTR 1 ક્વાટર્લી ભરતા હોય તો પણ ભરવા પાત્ર RCM તો માસિક ધોરણે GSTR 3B માંજ બતાવવો જોઈએ. GSTR 2B માં સપ્લાયર રજિસ્ટર્ડ વ્યક્તિ હોય અને  RCMની જવાબદારી રેસિપિયન્ટની હોય (જેવા કે રજિસ્ટર્ડ GTAના કિસ્સા) તે સિવાય કોઈ વિગતો આવે નહીં.

  1. જીએસટીઆર 3બી માં ડેબિટ નોટ અને ક્રેડિટ નોટ બુક પ્રમાણે બતાવવા જોઈએ કે પછી  જીએસટીઆર 2B મુજબ  બતાવવું જોઈએ? જો સેલર અને  પરચેસર જીએસટી આરવન ત્રિમાસિક ફાઈલ કરતા હોય તો આપણે ડેબિટ નોટ અને ક્રેડિટ નોટ જીએસટીઆર 3બી માં કેવી રીતે બતાવવા જોઈએ?                                                                                                                                                                                                                  પિયુસ લિંબાની

જવાબ:- ક્રેડિટ ડેબિટ નોટની અસર પણ માસિક ધોરણેજ 3Bમાં દર્શાવવી જોઈએ. સપ્લાયર જો ત્રિમાસિક GSTR 1 ભરતા હોય તો નિયમ 36(4) મુજબ ડેબિટ નોટની ક્રેડિટ જ્યારે 2B માં આવે ત્યારેજ લઈ શકાય પરંતુ ક્રેડિટ નોટ ઉપરનો ક્રેડિટ નો ઘટાડો માસિક ધોરણેજ કરવાનો રહે તેવો અમારો મત છે.

  1. GST કાયદા હેઠળ ક્રેડિટ લેજરની અંદર વર્ષના અંતે ક્રેડિટ પડી હોઈ તો શું કરદાતા એ રિફંડ મેળવવા અરજી કરી શકે?                              હર્ષિલ શાહ

જવાબ: ના, જી.એસ.ટી. કાયદા હેઠળ ક્રેડિટ લેજરમાં પડેલ ક્રેડિટ માટે સામાન્ય સંજોગોમાં રિફંડ માંગી શકાય નહીં. આ માટે જી.એસ.ટી. કાયદાની કલમ 54 જોઈ જવા વિનંતી

  1. અમારા અસીલ કરમુક્ત વસ્તુઓનું જ વેચાણ કરતા હોઈ છે પરંતુ તે જે વસ્તુનું ઉત્પાદન કરે છે તે વસ્તુઓની અંદર વપરાતી વસ્તુ ઓ ટેક્સ વળી હોઈ છે. દા.ત: બિંદી , તો આવા વ્યવહારો માં નોંધાયેલ કરદાતા ના ક્રેડિટ લેજર ની અંદર ITC જમા હોઈ તો શું આવી વ્યક્તિઓ જમા ITC નું વર્ષ ના અંતે રિફંડ લઇ શકે?                                                                                                                                                                                                     હર્ષિલ શાહ

જવાબ: ના, કરમુક્ત માલના ઉત્પાદનમાં વપરાતી ઈન્પુટ્સની ક્રેડિટ જી.એસ.ટી. કાયદાની કલમ 17(2) હેઠળ મળી શકે નહીં. આ ક્રેડિટ જી.એસ.ટી. નિયમ 42 હેઠળ રિટર્ન ભરતા સમયે રિવર્સ કરવી જરૂરી છે. આમ, આ ક્રેડિટ રિવર્સ કરવા પાત્ર હોય રિફંડ લેવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં

  1. પેટ્રોલ પંપ માલિકો જે પેટ્રોલ ડીઝલનું વેચાણ કરે છે તેને તેના પ્રોડક્ટ ની વસ્તુ નોન GST હોઈ છે પરંતુ BPCL અને HPCL જેવી કંપની ઓ દરેક બિલ પછી એક LFR (લાઇસન્સ રિકવરી ફી)  આપે છે જેનો HSN  કોડ 4277 છે અને તે સર્વિસ 18% ના દરની હોઈ છે જેને કારણે આવા નોંધાયેલ કરદાતા ઓને કર  હંમેશ ITC તેઓની ક્રેડિટ લેજર માં જમા રહે છે તો શું આ ITC આવા નોંધાયેલ કરદાતાને રિફંડ મળી શકે ખરી?                        હર્ષિલ શાહ

જવાબ: જવાબ: ના, નોન જી.એસ.ટી. ચીજ વસ્તુમાં વપરાતી ઈન્પુટ્સની ક્રેડિટ જી.એસ.ટી. કાયદાની કલમ 17(2) હેઠળ મળી શકે નહીં. આ ક્રેડિટ જી.એસ.ટી. નિયમ 42 મુજબ રિટર્ન ભરતા સમયે રિવર્સ કરવી જરૂરી છે. આમ, આ ક્રેડિટ રિવર્સ કરવા પાત્ર હોય રિફંડ લેવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય નહીં.

 

ઇન્કમ ટેક્સ

 

  1. અમારા અસીલને નાણાકીય વર્ષ 2014-15 નું ઇન્કમ ટેક્સ રિટર્નમાં માંગેલ રિફંડ ચૂકવી આપવામાં આવ્યું હતું. આ રિફંડની રકમ 26AS મુજબ મળી રહેતી હતી. હવે તેઓને ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 154 હેઠળ “સુઓ મોટો રેકટીફીકેશન” માટે નોટિસ આવેલ છે. જેમાં TDS કાપનાર દ્વારા રિવાઈઝ રિટર્ન ભરતા 26AS ની ક્રેડિટ ઘટાડવામાં આવેલ હોવાથી અગાઉ ચૂકવેલ રિફંડની રકમ પાછી માંગવામાં આવી છે. ફોર્મ 26AS જોતાં રિટર્ન ભર્યા બાદ કોઈ એન્ટ્રી રિવર્સ થયેલ હોય તેવી તારીખ દેખાતી નથી પરંતુ કુલ TDS ની રકમ ઓછી દેખાઈ છે. પ્રશ્ન એ છે કે આ ઘટાડેલ TDS ની રકમ કેવી રીતે મેળવવી જોઈએ? શું આ કિસ્સામાં વ્યાજ કે દંડ ભરવા અમારા અસીલ જવાબદાર બને?                 કેવલ કાનાબાર, જી.એસ.ટી. પ્રેકટિશનર્સ, ઉના   

જવાબ: આ પ્રકારના પ્રશ્નો પ્રેક્ટિકલી જોવા જરૂરી બને. પણ જો કરદાતાના ચોપડા મુજબ અગાઉ સાચુંજ રિફંડ મેળવવામાં આવ્યું હોય તો આ અંગે નોટિસ સામે જવાબ આપવો જોઈએ. જો ઓનલાઈન ઓપ્શન ના હોય તો ઇ નિવારણમાં ફરિયાદ નોંધાવી જરૂરી છે. જો ખરેખર હકદાર ના હોય અને રિફંડ માંગવામાં આવ્યું હોય તો વ્યાજ તથા દંડના પ્રશ્નો ઉપસ્થિત થઈ શકે છે. સામાન્ય રીતે માત્ર વ્યાજ ચૂકવવાનો આગ્રહ કરવામાં આવતો હોય છે.

 

 

:ખાસ નોંધ:

  1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને https://taxtoday.co.in/ask-your-question ઉપર મોકલી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

 

 

 

error: Content is protected !!