સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 05th February 2022

Spread the love
Reading Time: 3 minutes

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે)

05th February 2022

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના

જી.એસ.ટી.

1. અમારા અસીલના GSTR 3B માં ભરવા પાત્ર જી.એસ.ટી. કરતાં વધુ રકમ ભરાઈ ગઈ છે. આ વધુ ભરાઈ ગયેલ ટેક્સની એન્ટ્રી ક્યાં દર્શાવવાની રહે. આ વધુ ભરાઈ ગયેલ ટેક્સનું રિફંડ GSTR 9 માં કેવી રીતે મેળવી શકાય?               નિમેશ પરિખ, જુનાગઢ

જવાબ: GSTR 3 B માં વધુ ભરાયેલ જી.એસ.ટી. બાબતે સર્ક્યુલર 26/2017 નો અમલ કરવાનો રહે.જો આ સર્ક્યુલર મુજબ વધુ ભરાયેલ ટેક્સ પછીના નાણાકીય વર્ષના સપ્ટેમ્બર મહિનાની “ડ્યુ ડેઇટ” સુધી એડજસ્ટના થઈ શકે તેમ હોય તો વધુ GSTR 9 મુજબ વધુ ભરાયેલ રકમનું અધર્સમાં રિફંડ માંગવા અરજી કરી શકાય તેવો અમારો મત છે.   

2. અમારા અસીલને UK થી કમિશનની આવક થાય છે. શું આ આવક ટેકસેબલ બને? અને જો હા, તો GSTR 1 ના ક્યાં “હેડ” માં આ આવક દર્શાવવાની રહે? રૂપેશ મહેતા, ટેક્સ કન્સલ્ટન્ટ,

જવાબ: UK થી મળેલ કમિશનની આવક ઉપર વધુ વિગતો જેવી કે આ આવક ક્યાં પ્રકારના કામ માટે મળી રહી છે તે જરૂરી છે. સામાન્ય રીતે કમિશનની આવક કરપાત્ર બને. સેવા મેળવનાર વ્યક્તિ જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ ના હોય તો GSTR 1 ના B2C હેઠળ દર્શાવવાની રહે.

3. અમારા અસીલનું 10% લેખેનું રિફંડ વેટ કાયદા અન્વયેનું આવવાનું બાકી છે. આ કિસ્સામાં વ્યાજની ગણતરી કઈ તારીખથી કરવાની રહે? રૂપેશ મહેતા, ટેક્સ કન્સલ્ટન્ટ,

જવાબ: ગુજરાત વેલ્યૂ એડેડ ટેક્સ ની કલમ 38(1) મુજબ જે તે નાણાકીય વર્ષના અંતથી જ્યાં સુધી રિફંડ ચૂકવવામાં આવે ત્યાં સુધીનું 6% લેખે મળવા પાત્ર થશે.

ઇન્કમ ટેક્સ

1. અમારા અસીલ A દ્વારા નાણાકીય વર્ષ 2020 21 માં એક સિંગલ બિલ દ્વારા 4 લાખના માલનું વેચાણ કરેલ છે. તેઓ દ્વારા 2021-22 માં આ વેચાણના અવેજ પેટે 9000 રોકડા લીધેલ છે. શું આ 9000 ઉપર ઇન્કમ ટેક્સ કાયદાની કલામ 269 ST લાગુ પડે? CA પ્રદીપ પટેલ

જવાબ: ના, 4 લાખનું બિલ બનાવવા બદલ કે 9000 ની રકમ રોકડમાં લેવા બદલ ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 269 ST લાગુ પડે નહીં તેવો અમારો મત છે.   

ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોસોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!