સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 26th April 2021 Edition
સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)
26th April 2021
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ
જી.એસ.ટી
- અમારા અસીલ બાલાજી વેફર્સના ડિસ્ટ્રીબ્યુટર છે. તેઓ ડિલિવરી માટે એક ટેમ્પોની ખરીદી કરે છે. આ ટેમ્પોની ખરીદીની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ક્લેમ કરી શકાય? સંદીપ પટેલ
જવાબ: હા, માલ વહનના ઉપયોગ માટે ખરીદેલ ટેમ્પોની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળવા પાત્ર છે તેવો અમારો મત છે.
- અમારા અસીલ બાલાજી વેફર્સના ડિસ્ટ્રીબ્યુટર છે. તેઓ ડિલિવરી માટે એક ટેમ્પો માટે રિપેર્સ, ઇન્સ્યુરન્સ વી. ઉપર લાગેલ જી.એસ.ટી. ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળવા પાત્ર છે? સંદીપ પટેલ
જવાબ: હા,માલ વહન માટેના ટેમ્પોમાં કરવામાં આવતા રિપેર્સ, ઇન્સ્યુરન્સ ઉપર લાગેલ જી.એસ.ટી. ની ક્રેડિટ મળવા પાત્ર છે તેવો અમારો મત છે.
- અમારા અસીલ કંપોઝીશન હેઠળ પરવાનગી ધરાવતા કરદાતા છે. તેઓ GSTR 4 ભરવા પાત્ર છે. આ ફોર્મ ભરવું તમામ માટે ફરજિયાત છે? આ ફોર્મ ભરવાની મુદત શું છે? જો આ ફોર્મ મોડુ ભરવામાં આવે તો કેટલી લેઇટ ફી લાગુ પડે? ઋષિકેશ જોશી, એકાઉન્ટન્ટ
જવાબ: કંપોઝીશનની પરવાનગી ધરાવતા તમામ વ્યક્તિઑ માટે GSTR 4 ભરવું ફરજિયાત છે. નાણાકીય વર્ષ 2020-21 માટે આ ફોર્મ 30 એપ્રિલ સુધીમાં ભરવાનું રહે છે. આ ફોર્મ લેઇટ ભરવામાં આવે તો રોજના 100 રૂ. ની લેઇટ ફી લાગુ પડે.
- અમારા અસીલ કંપનીઓમાં કારીગર (મેનપાવર) સપ્લાયની સેવા પૂરી પડે છે. તેઓ દ્વારા જે કર્મચારી પૂરા પાડવામાં આવે છે તેમના પગાર, PF, ESIC ઉપરાંત અમારા અસીલના સર્વિસ ફીના 500 રૂ તેમના ખાતામાં જમા થાય છે. અમારો પ્રશ્ન એ છે કે પગાર સહિતની કુલ રકમ ઉપર જી.એસ.ટી. ભરવા અમારા અસીલ જવાબદાર બને કે માત્ર તેમને મળેલ સર્વિસ ચાર્જ ઉપરજ તેમની જવાબદારી આવે? ભાવેશ પી. ડાંગી, એડવોકેટ, જોરાવરનગર
જવાબ: જો તમારા અસીલ પગાર, PF, ESIC સહિતનું ટેક્સ ઇંવોઇસ આપતા હોય તો તમામ રકમ ઉપર જી.એસ.ટી. ભરવાંની જવાબદારી આવે. પરંતુ જો તેઓ માત્ર પોતાના સર્વિસ ચાર્જનું જ ટેક્સ ઇંવોઇસ આપે અને બાકીની રકમનું રીએમબર્સમેંટ ક્લેમ કરતાં હોય તો માત્ર સર્વિસચાર્જ ઉપર જ જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે તેવો અમારો મત છે.
:ખાસ નોંધ:
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.