ઇન્કમ ટેક્સની કલમ 50C માં આપવામાં આવેલ 10% ની રાહત એ પાછલી અસરથી લાગુ પડે: ઇન્કમ ટેક્સ અપેલેટ ટ્રિબ્યુનલ મુંબઈ

Spread the love
Reading Time: 2 minutes

Important Case Law With Tax Today

Maria Fernandes Cheryl Vs Income Tax Officer International Taxation 2(3)(1), Mumbai

ઇન્કમ ટેક્સ અપેલેટ ટ્રાઈબ્યુનલ મુંબઈ, અપીલ નંબર 4850/Mumbai,

ઓર્ડર તા. 15 જાન્યુઆરી 2021


કેસના તથ્યો

 • કરદાતા નોન રેસિડંટ છે.
 • તેમના દ્વારા આકારણી વર્ષ 2011-12 માં એક મિલ્કતનું વેચાણ કરવામાં આવ્યું હતું જે મિલ્કતની જંત્રી તથા દસ્તાવેજની રકમમાં 6.55% નો તફાવત હતો.
 • આકારણી અધિકારીએ જંત્રીની રકમ અને દસ્તાવેજની મૂલ્યના આ તફાવત ઉપર ઇન્કમ ટેક્સની કલમ 50C હેઠળ વેરો અકરેલ હતો.
 • આ આદેશને ટ્રાબ્યુનલમાં પડકારવામાં આવ્યો હતો.

કરદાતા તરફે રજૂઆત:

 • ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 50C માં જે સુધારો કરવામાં આવ્યો છે અને જંત્રી વેલ્યૂ તથા દસ્તાવેજ વચ્ચે 10% નો તફાવત માન્ય કરેલ છે તે સુધારો “ક્યુરેટિવ ઇન નેચર” ગણાય અને પાછલી અસરથી લાગુ પડે.

 

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ વતી રજૂઆત:

 • કલમ 50C માં થયેલ સુધારો 01.04.2020 થી લાગુ પડે પાછલી અસરથી લાગુ પડે નહીં.
 • આ સુધારામાં આ અંગે સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલ છે.

ટ્રાઈબ્યુનલનો ચુકાદો:

 • ઇન્કમ ટેક્સ કાયદામાં કરવામાં આવેલ સુધારો એ “ક્યુરેટિવ ઇન નેચર” ગણાય
 • કોઈ પણ સુધારા માટેનું કારણ જાણવા “એક્સપ્લેનેટરી નોટ્સ” મહત્વની સાબિત થતી હોય છે.
 • આ નોટ્સ મુજબ આ સુધારો કરવાનું કારણ એ જ છે કે કોઈ પણ સ્થાવર મિલ્કતમાં તેમની વીશીષ્ટતાના કારણે 10% નો ફેર હોય તે સ્વાભાવિક છે.
 • આ બાબત જેવીજ બાબતમાં Rajeev Kumar Agarwal Vs ACIT [(2014) 45 taxmnann.com 555 (Agra)], ના કેસમાં ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 40(a)i અંગે નિર્ણય લેતા આ કલમનો સુધારો પણ પાછલી અસરથી લાગુ પડે તેમ ઠરાવવામાં આવ્યું છે.
 • આગ્રા ટ્રાઈબ્યુનલના આ ચુકાદાને દિલ્હી હાઇકોર્ટ દ્વારા પણ CIT Vs Ansal Landmark Township Pvt Ltd [(2015) 61 taxmann.com 45 (Del)] ના કેસમાં સમર્થન આપવામાં આવ્યું છે.
 • આજ પ્રમાણે અમદાવાદ ટ્રાઇબ્યુનલ દ્વારા Dharmashibhai Sonani Vs ACIT [(2016) 161 ITD 627 (Ahd)ના કેસમાં આ પ્રકારના મુદ્દા ઉપર નિર્ણય કરવામાં આવ્યો હતો જેને  માનનીય મદ્રાસ હાઇકોર્ટ દ્વારા CIT Vs Vummudi Amarendran [(2020) 429 ITR 97 (Mad)] ના કેસમાં માન્ય રાખવામા આવ્યો છે.
 • ઉપરોક્ત ચર્ચાઓ ઉપર આધાર રાખી આ કેસમાં ઠરાવવામાં આવે છે કે કલમ 50C માં કરવામાં આવેલ સુધારો “ક્યુરેટિવ ઇન નેચર” ગણાય અને પાછલી અસરથી લાગુ થાય.

(સંપાદક નોંધ: આ ચુકાદો કલમ 50C હેઠળ પડતાં કેસો માટે ખૂબ ઉપયોગી છે. સામાન્ય રીતે એવું માનવમાં આવે છે કે ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 50C માં કરવામાં આવેલ સુધારા પાછલી તારીખથી લાગુ ના થાય. પરંતુ આ કેસમાં માનનીય મુંબઈ ટ્રાઈબ્યુનલ દ્વારા વિવિધ ચૂકદાઑ તથા કાયદાની જોગવાઈનું વિશ્લેષ્ણ કરી ખૂબ ઉપયોગી ચુકાદો આપવામાં આવ્યો છે.)

ભવ્ય પોપટ, ટેક્સ ટુડે. 

error: Content is protected !!