ઇન્કમ ટેક્સ હેઠળ નોટિસ આપવાની સમય મર્યાદા ફરી વધારવામાં આવી!! કોરોનાની અસર માત્ર અધિકારીઓને???

Spread the love
Reading Time: < 1 minute

ઇન્કમ ટેક્સ હેઠળ નોટિસ આપવાની છેલ્લી તારીખ 30 એપ્રિલને વધારી 30 જૂન 2021 કરવામાં આવી!!

તા.24.04.2021: કોરોના મહામારીના કારણે ઇન્કમ ટેક્સ તથા જી.એસ.ટી. રિટર્ન ભરવાની મુદતમાં સરકાર દ્વારા રાહત આપવામાં આવે તે અંગે અનેક રજૂઆતો કરવામાં આવી છે. આ રજૂઆતો ઉપર હજુ સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ અધિકારીઓ દ્વારા કરવાની થતી અમુક કાર્યવાહી પૂર્ણ કરવાં માટેની મુદતમાં અને નોટિસ આપવા માટેની મુદતમાં વધારો કરવાં અંગે પ્રેસ રીલીઝ CBDT દ્વારા બહાર પાડવામાં આવી છે. ઇન્કમ ટેક્સ હેઠળ કલમ 153 તથા 153B ના આદેશ પસાર કરવાં, કલમ 144C હેઠળના આદેશ પસાર કરવાં, કલમ 148 હેઠળ ફેર આકારણીની નોટિસ આપવા, તથા કલમ 168 હેઠળની ઇંટીમેશન મોકલવાની મુદત જે 30 એપ્રિલ હતી તેમાં વધારો કરી આ મુદત 30 જૂન કરી આપવામાં આવી છે. વિવાદ સે વિશ્વાસ સ્કીમ હેઠળ ભરવાની થતી રકમની મુદત જે 30 એપ્રિલ હતી તેમાં પણ વધારો કરી 30 જૂન કરવામાં આવી છે. આવા કરદાતાઓએ કોઈ વધારાની રકમ ભરવાની રહેશે નહીં તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. ઇન્કમ ટેક્સ અધિકારીઑને કોરોનાના કારણે વધુ મુદત આપવામાં આવી રહી છે પરંતુ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાનો સમય હોય કે જી.એસ.ટી. રિટર્ન ભરવાનો, કરદાતાઓ માટે કોઈ ખાસ રાહત આ કોરોના સંકટમાં પણ આપવામાં આવી નથી. સરકારી અધિકારીઓ માટે થઈ રહેલી મુદત વધારાને યાદ કરી ગુજરાતી કરદાતાઓ ગુજરાતીની એક પ્રખ્યાત વાર્તા યાદ આવી જાય તો નવાઈ નહીં!!

જો તમને આ વાર્તા યાદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો!!!

2 thoughts on “ઇન્કમ ટેક્સ હેઠળ નોટિસ આપવાની સમય મર્યાદા ફરી વધારવામાં આવી!! કોરોનાની અસર માત્ર અધિકારીઓને???

  1. ભાસ્કર બી.પટેલ, ટેક્સ એડવોકેટ અને નોટરી, વડોદરા says:

    ૧. વાડી રે વાડી તને પૂછે મોહન દલવાડી ,બે
    ચાર ચીભડા લઉ કે ? વાડી કહે……….
    ( માણસ નથી એટલે જાતેજ) અરે લે ને
    દશ બાર.
    ૨. ઘરના ભૂવા અને ઘરના જાગરીયા.
    ૩. અધિકારીઓ માટે : ભાવતુ હતુ અને વૈદ
    એ કહ્યુ.

Comments are closed.

error: Content is protected !!
18108