સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 01st March 2021

Spread the love
Reading Time: 3 minutes

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)

01st March 2021

 

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

 

જી.એસ.ટી

  1. અમારા અસીલ દ્વારા 01 જાન્યુઆરી 2021 ના રોજ “જિમ” ખોલવામાં આવ્યું છે. તેઓએ 25 જાન્યુઆરી 2021 ના રોજથી મરજિયાત ધોરણે જી.એસ.ટી. હેઠળ નોંધણી દાખલો લેવામાં આવ્યો છે. અમારો પ્રશ્નએ છે કે 01.01.2021 થી 24.01.2021 સુધી મેળવેલ “જિમ ફી” ઉપર જી.એસ.ટી. ની જવાબદારી આવે? આ પ્રશ્ન એટ્લે ઊભો થાય છે કરણકે અમારી ફી ત્રિમાસિક, છ માસિક કે ક્યારેક વાર્ષિક પણ હોય છે.                                                                                                                                                                            મિકુલ પટેલ, ટેક્સ કન્સલ્ટન્ટ અમદાવાદ

જવાબ: ના, અમારા મતે 01 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી મેળવેલ “જિમ ફી” ઉપર જી.એસ.ટી. લાગે નહીં. આ મતે જી.એસ.ટી. કાયદાની કલમ 13(2) જોઈ જવા વિનંતી.

  1. અમારા અસીલ અમુલની ડીલરશીપ ધરાવે છે  તેમના ખરીદ-વેચાણમાં ટેક્ષબલ અને માફી માલના એમ બંને પ્રકાર ના ખરીદ-વેચાણ થાય છે તે ફક્ત ટ્રેડીંગ જ કરે છે તો શું તેમને થયેલ માફી માલના વેચાણ પર વેરાશાખ રીવર્સ કરવાની થાય ?                                                                                                                                                                                                                               એમ. વી. સુનાસરા, ટેક્સ કન્સલ્ટન્ટ, પાલનપુર

જવાબ: કરપાત્ર તથા કરમુક્ત બંને ચીજવસ્તુના વેચાણ કરવામાં આવતા હોય ત્યારે જી.એસ.ટી. કાયદાની કલમ 17(2) તથા નિયમ નિયમ 42 તથા 43 પ્રમાણે “કોમન ક્રેડિટ” ની તથા કેપિટલ ગુડ્સની ક્રેડિટ રિવર્સ કરવાની રહે તેવો અમારો મત છે.

  1. અમારા અસીલ મોબાઈલ ફોનના ડીલર છે. તેઓ ડેમો પીસની ખરીદી કરે તેની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળવા પાત્ર છે? સામાન્ય રીતે ડેમો પીસ પણ અમુક સમય પછી ઓછી કિમતે વેચી નાખવામાં આવતો હોય છે.                                                                             CA અમિત, સુબા, વેરાવળ

જવાબ: મોબાઈલ ફોનના ડીલરના કિસ્સામાં ડેમો મોબાઈલની ખરીદી કેપિટલાઈઝ કરવામાં આવે તો મળી શકે. આ માટે  ચોગલે ઇન્ડ. પ્રા. લી. (GST AAR Goa-2019) જોઈ જવા વિનંતી. જો કે આ બાબતે અમુક કરદાતાની વિરુદ્ધના AAR પણ છે. પરંતુ અમારો મત છે કે આ ક્રેડિટ મળી શકે.

  1. અમારા અસીલ વર્કસ કોન્ટ્રાકટરની સેવા પૂરી પડે છે. આ સેવા આપવામાં વપરાતી માલ તથા સેવાની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે?                                                                                                                                                                                          જતિન ભટ્ટ, ટેક્સ કન્સલ્ટન્ટ, શિહોર

જવાબ: હા, વર્કસ કોનટ્રાકટરની સેવા પૂરી પાડવામાં વપરાતી માલ અને સેવાની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે.

 

:ખાસ નોંધ:

  1. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છેઆ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છોસોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!