સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 03rd June 2023
Tax Today-The Monthly News Paper
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
Goods & Services Tax
1. અમારા અસીલ ફ્રીલાન્સર તરીકે ઓનલાઈન સેવા આપે છે. તે કોઈ વિદેશી કંપની FIVERR INTERNATIONAL LTD પાસેથી આ સેવા બદલ રકમ મેળવે છે. તેઓનું ટર્નઓવર 20 લાખથી વધુ છે. શું આ આવક ઉપર તેઓ જી.એસ.ટી. નંબર મેળવવા જવાબદાર બને? અને જો તેઓ જવાબદાર બને તો તેઓની સેવા ઉપર ક્યાં દરે વેરો લાગે? વિજય પ્રજાપતિ
જવાબ: હા, તમારા અસીલ ફ્રીલાંસર તરીકે ઓનલાઈન જે સવા આપે તો નોંધણી લેવા જવાબદાર બને અને તેઑની સેવા 18% ના દરે કરપાત્ર બને તેવો અમારો મત છે.
—————————————————————————————————————————————————————–
2. અમારા અસીલ ખાદી ગ્રામ ઉદ્યોગ હેઠળ માન્ય ટ્રસ્ટ ચલાવે છે. તેઓ ખાદીના પટોળાં, સિલ્કની સાડી તેમજ પોલીએસ્ટરના કપડાં બનાવે છે. તેઓ એક ગવર્નમેંટ ટ્રસ્ટ છે. આ પ્રકારના ઉત્પાદનો ઉપર તેઓની શું જવાબદારી આવે? ભાવેશ પી. ડાંગી, એડવોકેટ
જવાબ: આપના અસીલને મુજબ જી.એસ.ટી. રેઇટ નોટિફિકેશન 2/2017, તા. 28.06.2017, ની એન્ટ્રી 130 A નો લાભ મળે અને NIL રેઇટનો લાભ મળે તેવો અમારો મત છે. જો કે આપે એ એન્ટ્રી આપના અસીલની ચીજવસ્તુઓ સાથે સરખાવી લેવી જરૂરી છે.
—————————————————————————————————————————————————————–
ઇન્કમ ટેક્સ
1. અમારા અસીલના બાળક નાણાકીય વર્ષમાં સગીર વયના હતા. તેઓ નાણાકીય વર્ષ દરમ્યાન 20 માર્ચના રોજ પુખ્ત વયના થઈ ગયા છે. તો તેઓની આવક તેમના માતા પિતામાં ક્લબ કરવાની રહે કે અલગ રીતે ટેક્સમાં દર્શાવવાની રહે? જયેશ એમ. પોપટ
જવાબ: આપના અસીલના બાળક જેઓ 20 માર્ચના રોજ પુખ્ત વયના થયા છે તે બાળકની 20 માર્ચ સુધીની આવક તેઓના માતા/પિતાની આવકમાં ક્લબ કરી દર્શાવવાની રહે અને 20 માર્ચ પછીની આવક તે બાળક પુખ્ત વયના થતાં તેની પોતાની આવક ગણાય તેવો અમારો મત છે.
—————————————————————————————————————————————————————–
ખાસ નોંધ
1. જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
2. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.