ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસીએશન દ્વારા સભ્યો માટે ત્રીજા રિફરેશર કોર્સનું આયોજન
13 એપ્રિલ 2023 ના રોજ ચેમ્બર ઓફ કોમર્સ બિલ્ડીંગ અમદાવાદ ખાતે યોજાયો રિફરેશર કોર્સ: સભ્યોના મહત્વના 54 પ્રશ્નો ઉપર તજજ્ઞો દ્વારા આપવામાં આવ્યા અભિપ્રાય:
તા. 14.04.2023: ધી ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસીએશન દ્વારા સભ્યો માટે ત્રીજા રિફરેશર કોર્સનું આયોજન ચેમ્બર ઓફ કોમર્સ બિલ્ડીંગ ખાતે તારીખ 13 એપ્રિલ 2023 ના રોજ કરવામાં આવ્યું હતું. આ રિફરેશર કોર્સમાં સભ્યો દ્વારા પુછવામાં આવેલ જી.એસ.ટી. ઉપરના વિવિધ પ્રશ્નોના તજજ્ઞો દ્વારા પોતાના અભોપ્રાય આપવામાં આવ્યા હતા. આ રીફેશર કોર્સને બ્રેઇન ટ્રસ્ટ તરીકે ઓળખવામાં આવ્યું હતું. આ બ્રેઇન ટ્રસ્ટ રિફરેશર કોર્સમાં તજજ્ઞો તરીકે નિગમભાઇ શાહ, વરીશભાઈ ઇશાની, સમીરભાઈ સિદ્ધપુરીયા તથા શ્રી દેવમભાઈ શેઠ દ્વારા સેવા આપવામાં આવી હતી. જી.એસ.ટી. ના વિવિધ વિષયો ઉપર 54 જેટલા પ્રશ્નો ઉપર સભ્યોને અભિપ્રાય આપવામાં આવ્યો હતો. આ રિફરેશર કોર્સમાં સમગ્ર રાજ્યમાંથી 125 થી વધુ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પથિકભાઈ શાહ તથા કૃશાંગભાઈ મકવાણા દ્વારા પ્રશ્નોનું સંકલન કરવામાં આવ્યું હતું. રિફ્રેશર કોર્સના કાનવેનર તરીકે વર્ષ દરમ્યાન સેવા આપનાર અનિલભાઈ શેઠ તથા નિશાંતભાઈ શુક્લાને સ્મૃતિ ચિન્હ આપી તેઓની સેવાઓને બિરદાવવામાં આવી હતી. પ્રોગ્રામના અંતે સંસ્થાના માનદમંત્રીશ્રી શૈલેષભાઈ મકવાણા દ્વારા અભરવીધી કરવામાં આવી હતી. રિફરેશર કોર્સના સફળ આયોજન પાછળ સંસ્થાના પ્રમુખ હર્નિશભાઈ મોઢ, કારોબારી સમિતિના સભ્યો તથા સંસ્થાના સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.