ફેસબુક-ટ્વીટર જેવા શોશિયલ મીડિયા ઉપર CA લખવું પડી શકે છે ભારી!!
એજયુકેશનલ તથા પ્રોફેશનલ બાબતો માટે શોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર CA કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ લખવું યોગ્ય
તા. 23.10.2022: ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ના સર્વોપરી નિયામક સંસ્થા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા (ICAI) દ્વારા પોતાના સભ્યો માટે શોશિયલ મીડિયા એકાઉન્ટ બાબતે મહત્વની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. 23 ઓક્ટોબર 2022 ના રોજ બહાર પાડવામાં આવેલ આ માર્ગદર્શિકા મુજબ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સભ્યો દ્વારા ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા ઉપર પોતાના નામ આગળ CA કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવો શબ્દ રાખવામા તકેદારી રાખવા જણાવવામાં આવ્યું છે. આ માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે વ્યક્તિગ્ત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પેઢી દ્વારા સોશિયલ મીડિયા પર એકાઉન્ટ રાખવા બાબતે તથા તેમાં મૂકવામાં આવતી વિવિધ પોસ્ટ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત અંગેની માર્ગદર્શિકા 2008 નું પાલન કરવાનું રહેશે. સભ્યો દ્વારા નીતિમતાના ધોરણો ધ્યાને રાખી શૈક્ષણિક વિડીયો અપલોડ કરી શકે છે. આ ઉપરાંત વિવિધ વિષયો ઉપર પોતાના જ્ઞાનનો ઉપયોગ કરી સમાજ ઉપયોગી ચર્ચામાં પોતાના વિચારો સોશિયલ મીડિયામાં રજૂ કરી શકશે. આ પ્રકારના “કન્ટેન્ટ” તથા પોસ્ટ રજૂ કરવામાં આવતા સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે CA લગાડી શકશે. આ સિવાયના વિષયો ઉપર રજૂ કરવવામાં આવતા પોતાના અંગત વિચારો રજૂ કરતાં સોશિયલ મીડિયા એકાઉન્ટમાં CA કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શબ્દ લખવા બાબતે સભ્યોને તકેદારી રાખવા તથા વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવા તાકીદ કરવામાં આવી છે. ઇન્સ્ટીટ્યુટની આ માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે ICAI જેવી ઉચ્ચ માનાંક ધરાવતી સંસ્થાના સભ્ય તરીકે અપશબ્દો કે ખરાબ શબ્દો વાપરવા યોગ્ય નથી. સભ્યોના આવી પોસ્ટથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વ્યવસાયની છબી ખરાબ થાય છે તેવું આ માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે CA પ્રિફિક્સ વાપરી આવી કોમેન્ટ ના કરવા તાકીદ કરવામાં આવી છે. આવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઉપર વ્યાવસાયિક ગેરવર્તુણૂક બાબતે કાર્યવાહી થઈ શકે છે તેવું આ માર્ગદર્શિકામાં જાહેર કરવામાં આવ્યું છે. ટ્વિટર જેવા સોશિયલ મીડિયા ઉપર અમુક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા કરવામાં આવતી પોસ્ટ તથા અમુક ચર્ચાસ્પદ ટ્વિટને રીટ્વિટ બાબતે ઇન્સ્ટીટ્યુટ નારાજ હોય તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. આવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને આ માર્ગદર્શિકા દ્વારા તાકીદ કરવામાં આવેલ છે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. આ માર્ગદર્શિકા બાદ ઘણા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી CA શબ્દ દૂર કરશે તેવું પણ માનવમાં આવી રહ્યું છે. ભવ્ય પોપટ એડિટર.