“અનફ્રાયડ ફ્રાયમ્સ” ઉપર લાગે 18% ના દરે જી.એસ.ટી. : ગુજરાત AAR

Spread the love
Reading Time: 2 minutes

Important AAR with Tax Today

AAR માંગનાર કરદાતા: પિયુષ જયંતિલાલ ડોબરિયા, (પ્રો: જય ખોડિયાર એજન્સી)

AAR આપનાર ઓથોરીટી: ગુજરાત

આદેશ તારીખ: 30.07.2020


કરદાતાના તથ્યો:

  • કરદાતા એ પાપડ અને અન્ય “ક્રંચી સ્નેક” ના ઉત્પાદક તથા વિક્રેતા છે.
  • તેઓ દ્વારા ઉત્પાદન થતો માલ એ “ready to use” “ફૂડ પ્રોડક્ટ” નથી. ખાતા પહેલા આ માલને તળવાનો અથવા શેકવાનો રહે છે.
  • સામાન્ય રીતે પાપડ ગણાતો આ માલ, સમય સાથે અલગ અલગ આકારમાં બનવાનું શરૂ થયો છે અને “ફ્રાયમ્સ” તરીકે ઓળખાય છે.

 

અરજદારના પ્રશ્નો:

  • કરદાતા દ્વારા ઉત્પાદન કરવામાં આવતા ઉપરોક્ત માલ જી.એસ.ટી. હેઠળ ક્યાં હેડિંગમાં પડે અને ક્યાં દરે જી.એસ.ટી. લાગે?

 

અરજદારની રજૂઆતો:

  • અમારો માલ એ પાપડ જ ગણાય અને  જી.એસ.ટી. રેઇટ નોટિફિકેશન 2/2017, તા. 28.06.2017 ની એન્ટ્રી 96 હેઠળ પડે અને કરમુક્ત ગણાય.
  • અમારો માલ જેને “ફ્રાયમ્સ” કહે છે પણ તે એક પ્રકારે પાપડ જ ગણાય છે અને પાપડ તરીકે માનવમાં આવે છે.
  • પાપડના જેમ અલગ અલગ નામ છે જેવા કે પાપડ, પાપડમ, અલામ, ખીચિયા વી. તેવીજ રીતે અમારા માલના પણ અલગ અલગ નામ છે જેવા કે પાપડ, ફ્રાયમ્સ, ભૂંગડા વી.
  • અરજ્કર્તા દ્વારા પોતાના સમર્થનમાં તામિલનાડું AAR ના આદેશ ટાંકવામાં આવ્યો છે જેમાં આ પ્રકારની વસ્તુને પાપડ ગણવામાં આવી છે.
  • અરજ્કર્તા દ્વારા વેટ હેઠાના વિવિધ ચૂકાદાઓ પણ ટાંક્વામાં આવ્યા છે.

 

AAR ઓથોરીટીનો આદેશ:

  • પાપડની વ્યાખ્યા કસ્ટમ ટેરિફ એક્ટ હેઠળ આપવામાં આવેલ નથી.
  • જે ચીજની વ્યાખ્યા આપવામાં આવેલ ના હોય તેને પ્રચલિત અર્થમાં લેવા જોઈએ તેમ વિવિધ ચૂકાદાઓ દ્વારા પ્રતિપાદિત થઈ ચૂક્યું છે.
  • પ્રચલિત અર્થમાં અરજકર્તાની ચીજવસ્તુ “ફ્રાઈડ સ્નેક ફૂડ કોલ્ડ ફ્રાયમ્સ” ગણવાની રહે.
  • અરજ્કર્તાની ચીજ જ્યારે પીરસવામાં આવે છે ત્યારે પણ પાપડ તરીકે નહીં પરંતુ ફરસાણ તરીકે પીરસવામાં આવે છે.
  • આમ, “ટ્રેડ પારલન્સ”માં પણ આ ચીજને પાપડ ગણી શકાય નહીં.
  • અરજ્કર્તા દ્વારા ટાંકવામાં આવેલ વિવિધ ચુકાદાઓ અલગ અલગ કારણોથી આ કેસના તથ્યોને લાગુ પડે નહીં.
  • “અનફ્રાઈડ ફ્રાયમ્સ” એ 2106 90 99 હેઠળ “ક્લાસિફાય” થાય.
  • આ “અન ફ્રાઈડ ફ્રાયમ્સ” એ જી.એસ.ટી. રેઇટ નોટિફિકેશન 1/2017, તા. 28.06.2017 ની એન્ટ્રી 23 હેઠળ પડે અને 18% લેખે કરપાત્ર બને.

(સંપાદક નોંધ: આ AAR ગુજરાત ઓથોરીટીનો હોય મહત્વનો રહે છે. સામાન્ય રીતે વેપારમાં આ પ્રકારે “અન ફ્રાયડ ફ્રાયમ્સ” ને પાપડ ગણી કરમુક્ત માનવમાં આવતો હોય છે. પરંતુ આ AAR માં આ માલને 18% લેખે ટેક્સને પાત્ર ઠરાવવામાં આવ્યો છે. એડવાંસ રૂલિંગ ઓથોરીટી AAR દ્વારા આપવામાં આવતા ચૂકડાઓ માત્ર અરજ્કર્તા તથા સરકારને જ બાધ્ય ગણાય, પરંતુ આ ચુકાદાને ધ્યાને રાખી અન્ય કરદાતાઓ ઉપર પણ આ ચુકાદાને આધીન આકારણી થવાનો ભય અસ્થાને ના ગણી શકાય)

 

error: Content is protected !!