E-INVOICE જનરેટ કરવાની લિમિટ અને સમય મર્યાદામાં થયેલ ફેરફાર ની સરળ ભાષામાં સમજૂતી

Spread the love
Reading Time: < 1 minute

તારીખ:16/05/2023

પ્રસ્તાવના

તારીખ 13/04/2023 અને 06/05/2023  ના રોજ એડવાઈઝરી અને 10/05/2023ના રોજ નોટીફીકેશન નબર ૧૦ દ્વારા E-INVOICE જનરેટ કરવાની લિમિટ અને સમય મર્યાદામાં થયેલ ફેરફાર ની સરળ ભાષામાં સમજૂતી આ આર્ટીકલ માં આપવામાં આવી છે.

  • તારીખ 10/05/2023 ના રોજ નોટિફિકેસન નંબર-10 સેન્ટ્રલ ટેક્ષ દ્વારા E-INVOICE કેટલા કરોડના ટર્ન ઓવરે લાગુ પડે તે લિમિટ ને ઘટાડવામાં આવી છે.
  • જે કારદાતાનું ટર્ન ઓવર નાણાકીય વર્ષ 2017-18 થી 2022-23 સુધીમાં કોઈ પણ એક વર્ષ માં 5 કરોડ થી વધુ હોય તો તેં 01/08/2023 થી E-INVOICE બનાવવું ફરજિયાત છે.
  • તારીખ 13/04/2023 ના રોજ GST PORTAL પર E-INVOICE જનરેટ કરવાની સમય મર્યાદા માટે એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી, જે Aમુજબ તારીખ 01/05/2023 થી જે ટેક્ષ પેયર નું ટર્ન ઓવર 100 કરોડ કે તેથી વધુ હશે તે કરદાતાએ ટેક્ષ ઇનવોઇસ બનાવ્યા પછીના 7 દિવસ માં E-INVOICE જનરેટ કરી દેવું ફરજિયાત છે.
  • તારીખ 06/05/2023 ના રોજ એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી તેમાં એવું જાહેર કરવામાં આવ્યું કે તારીખ 13/04/2023 ની એડવાઇઝરી મુજબ E-INVOICE જનરેટ કરવાના 7 દિવસની સમય મર્યાદા જે 01/05/2023 થી લાગુ થવાની હતી તે હાલ પૂરતું મોફુંક રાખવામાં આવ્યું છે.
  • E-INVOICE જનરેટ કરવાની સમય મર્યાદા અંગે ભવિષ્ય માં જાહેરાત કરવામાં આવશે.
error: Content is protected !!