માલની “વેલ્યૂ” બાબતેના પ્રશ્નના કારણે માલને “એટેચ” કરી શકાય નહીં: છત્તીસગઢ હાઇકોર્ટ
Reading Time: 2 minutes
K P Sugandh Vs State of Chhatisgrah
છત્તીસગઢ હાઇકોર્ટ
રિટ પિટિશન નંબર 36/2020, આદેશ તારીખ: 16.03.2020
કેસના તથ્યો:
- કરદાતાએ કંપની કાયદા નીચે નોંધાયેલ કરદાતા હતા.
- કરદાતાએ ટોબેકો અને પાન મસાલાનું ઉત્પાદન કરતાં હતા.
- કરદાતા દ્વારા ટ્રાન્સપોર્ટ કંપની મારફત માલ મોકલવેલ હતો.
- આ માલ, રવિ એજન્સી, રાયપુરને મોકલવામાં આવ્યો હતો.
- માલ વહન શરૂ થયું ત્યારે વાહનના ડ્રાઈવરને ઇ વે બિલ તથા ટેક્સ ઇંવોઇસ આપવામાં આવ્યું હતું.
- આ માલ જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા રોકવામાં આવ્યો હતો.
- ગાડીના ડ્રાઈવર દ્વારા ઇ વે બિલ તથા ઇંવોઇસ અધિકારીને રજૂ કરવામાં આવ્યા હતા.
- અધિકારી દ્વારા માલના “વેલ્યૂએશન” બાબતે પ્રશ્ન ઊભો કરવામાં આવ્યો હતો અને MOV-07 ની નોટિસ ડ્રાઈવરને આપવામાં આવી હતી.
- કરદાતા દ્વારા MOV-07 સામે માલ રીલીઝ માટેની અરજી કરવામાં આવી હતી.
- જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા આ અરજીની વિગતો ધ્યાને લીધા સિવાય માલ માલ જપ્તીનો આદેશ કરવામાં આવ્યો હતો.
કરદાતા તરફે દલીલ:
- કરદાતા દ્વારા જી.એસ.ટી. કાયદાની કલમ 68, અને નિયમ 138 તથા 139 હેઠળ જરૂરી તમામ દસ્તાવેજો વહન સાથે રાખવામા આવ્યા હતા.
- આ દસ્તાવેજો જ્યારે માલ રોકવામાં આવ્યો ત્યારે અધિકારી ને રજૂ કરવામાં આવ્યા હતા.
- માલની “વેલ્યૂ” બાબતેની તકરાર એ માલ વહન દરમ્યાન માલ જપ્તી કરવા માટે લઈ શકાય નહીં.
- માલ વહન દરમ્યાન માત્ર એ બાબતે જ ખરાઈ કરવાની રહે કે માલ સાથે જરૂરી બિલ છે અને ઇ વે બિલ છે કે નહીં.
- “વેલ્યુએશન” બાબતે ના પ્રશ્ન માટે જી.એસ.ટી. કાયદા હેઠળ પ્રસ્થાપિત અન્ય પદ્ધતિઑ દ્વારા આગળ વધવું જોઈએ પરંતુ માલના વહનને અટકાવવું જોઈએ નહીં.
- કરદાતાનો માલ એ બગડી જઇ શકે તેવો માલ હોય, તે બાબત પણ ધ્યાને રાખવી જોઈએ.
સરકાર તરફે દલીલ:
- કરદાતા દ્વારા કરવામાં આવતા માલ વહનમાં “વેલ્યૂએશન” બાબતે પ્રશ્ન ઉપસ્થિત થયો હોય માલની જપ્તી કરવામાં આવી હતી.
- કરદાતાને આપવામાં આવેલ નોટિસનો જવાબ સંતોષકારક ન જાણતા જપ્તીનો આદેશ કરવામાં આવ્યો હતો.
- ડિપાર્ટમેંટ દ્વારા બજાવવામાં આવેલ આદેશ એ જી.એસ.ટી. કાયદાની કલમ 107 હેઠળ “અપિલેબલ ઓર્ડર” હોય કરદાતાની રિટ સાંભળવામાં ન આવે.
- કરદાતા દ્વારા જે MRP લખવામાં આવી છે તે અને જે મૂલ્યએ ગ્રાહકોને માલ વેચવામાં આવે છે તેમાં મોટો તફાવત છે.
- કરદાતા અધિકારી દ્વારા કરવામાં આવેલ આદેશનું પાલન કરે એટ્લે તુરંત માલ છોડી મૂકવામાં આવશે.
હાઇકોર્ટનો આદેશ:
- માલ વહનમાં જરૂરી તમામ પુરાવા કરદાતા ના માલ સાથે હતા તે બાબતે કોઈ તકરાર નથી.
- માલની “વેલ્યૂ” બાબતે કરવામાં આવેલ આદેશ એ યોગ્ય ન ગણી શકાય.
- કરદાતા MRP થી નીચે માલનું વેચાણ ગ્રાહકને કરે છે તેવા કારણસર માલની જપ્તી કરી શકાય નહીં.
- આ બાબત કાયદા વિરુદ્ધ છે તેવું અધિકારીઓ માનતા હોય તો પણ કાયદાની અન્ય જોગવાઈ પ્રમાણે કાર્યવાહી કરવાની રહે, માલ જપ્તીનો કરવાનો આદેશ યોગ્ય નથી.
- આ પ્રકારની ત્રુટિ બાબતે જે તે ક્ષેત્રાધિકાર ધરાવતા અધિકારીને જાણ કરવી જરૂરી છે અને તેમના દ્વારા કાયદા હેઠળ કાર્યવાહી કરવી જરૂરી છે.
- માલ વહન દરમ્યાન માલનો જથ્થો એ ઇ વે બિલ તથા ટેક્સ ઇંવોઇસ સાથે સરખાવતા યોગ્ય જણાયો હતો.
- આ કેસન તથ્યોને આલ્ફા ગ્રૂપ વી. આશી. સ્ટેટ ટેક્સ ઓફિસર, (2020) 113 com 222(કેરેલા) તથા શકુલ નાઝા મહમદ વી. સ્ટેટ ઓફ ગુજરાત ના કેસો પણ સમાન જણાય છે.
- કરદાતા ઉપર બજાવવામાં આવેલ આદેશ ની ગેરકાયદેસરતા ધ્યાને લેતા તેઓ પાસે અપીલ કરવાના વિકલ્પ છે તેવી સરકારની દલીલ માની શકાય નહીં.
- આમ, જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા કરવામાં આવેલ માલ જપ્તીનો આદેશ રદ કરવા ઠરાવવામાં આવે છે. કરદાતાનો માલ તુરંત છોડવા ડિપાર્ટમેંટને આદેશ કરવામાં આવે છે.
- “વેલ્યૂએશન ઓફ ગુડ્સ” એ માલ વહન દરમ્યાન માલ જપ્તી માટે કારણ બની શકે નહીં.
- આ આદેશ સરકારને કરદાતા સામે અન્ય કાર્યવાહી કરતાં રોકશે નહીં.
(સંપાદક નોંધ: માલ વહન દરમ્યાન, જપ્તીના પ્રશ્નો “વેલ્યૂએશન” બાબતે કરવામાં આવતા હોય છે. આ ચુકાદો આવા કિસ્સામાં ખૂબ ઉપયોગી સાબિત થશે. આ ઉપરાંત ગુજરાત હાઇકોર્ટનો સિનર્જી ફર્ટિકેમ વી. સ્ટેટ ઓફ ગુજરાત પણ કરદાતા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.)