અપીલ કરવાંનો વિકલ્પ હોય ત્યારે ક્યાં સંજોગોમાં રિટ પિટિશન થઈ શકે તે બાબતે મહત્વનો સિદ્ધાંત પ્રતિપાદિત કરતી સુપ્રીમ કોર્ટ

Spread the love
Reading Time: 2 minutes

Important Case Law With Tax Today

The Assistant Commissioner of State Tax Vs Commercial Steel Ltd

Civil Appeal No. 5121/2021

Order Dt. 03.09.2021


કેસના તથ્યો:

  • આ અપીલ તેલંગાણા હાઇકોર્ટના ડિવિઝન બેન્ચના આદેશ સામે કરવામાં આવેલ છે.
  • હાઇકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા કરદાતાની રિટ પિટિશન દરમ્યાન ટેક્સ તથા દંડનો આદેશ રદ્દ કરી કરદાતાને 6% વ્યાજ સાથે રકમ ચૂકવવા આદેશ કરવામાં આવ્યો હતો અને આ પ્રકારે આદેશ કરનાર અધિકારી ઉપર ખાતાકીય તપાસ કરવા અંગે રાજ્ય સરકારને વિચારવા જણાવાયું હતું તથા તે અધિકારી ઉપર 25000 નો દંડ કરવામાં આવ્યો હતો.
  • આ કેસમાં કરદાતા લોખંડનો વેપારનો ધંધો માલિકી ધોરણે કરતાં હતા. તેઓની ખરીદી બાબતે તથા ખરીદી બાદ માલ વહન બાબતે પ્રશ્ન ઊભો કરી તેમના ઉપર ટેક્સ તથા દંડ વસૂલવા આદેશ કરવામાં આવ્યો હતો.
  • અધિકારી દ્વારા આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે કરદાતા દ્વારા કરવામાં આવેલ માલની હેરફેર શંકાસ્પદ છે અને તે આંતર રાજ્ય વેચાણના નામ હેઠળ માલ સ્થાનિક બજારોમાં વેચાણ કરી રહ્યા છે. આ પ્રકારે આક્ષેપ કરી માલ રોકવાનો આદેશ કરવામાં આવ્યો હતો જેમાં કરદાતા ઉપર માંગણું ઉપસ્થિત થયું હતું. કરદાતાએ દ્વારા ટેક્સ તથા દંડની રકમ ભરવામાં આવી હતી અને ત્યારબાદ તેનો માલ છોડી મૂકવામાં આવ્યો હતો.
  • અધિકારીના આ આદેશ સામે કરદાતા દ્વારા તેલંગાણા હાઇકોર્ટમાં રિટ પિટિશન કરવામાં આવી હતી. તેલંગાણા હાઇકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા રિટ પિટિશન ચલાવવામાં આવી હતી અને કરદાતા તરફે આદેશ કરવામાં આવ્યો હતો.

અપીલકર્તા તરફે દલીલ:

  • તેલંગાણા હાઇકોર્ટ દ્વારા જે રિટ ચલાવવામાં આવી હતી તે ભૂલ ભરેલી ગણાય અને જ્યારે કરદાતા માટે અપીલનો વિકલ્પ રહેલો હોય (અલ્ટરનેટ રેમીડી) ત્યારે રિટ પિટિશનનો સ્વીકાર કરવો કે ચલાવવી યોગ્ય નથી.

કરદાતા તરફે રજૂઆત:

  • માનનીય તેલંગાણા હાઇકોર્ટ દ્વારા પસાર કરવામાં આવેલ આદેશ તથ્યો ઉપરથી યોગ્ય છે અને આ આદેશમાં કોઈ દખલગીરી કરવી જોઈએ નહીં.

સુપ્રીમ કોર્ટનો આદેશ:

  • કરદાતા પાસે જી.એસ.ટી. કાયદાની કલમ 107 હેઠળ અપીલનો વિકલ્પ રહેલ હતો.
  • એ બાબત ચોક્કસ છે કે માત્ર “અલ્ટરનેટ રેમીડી” હોવાથી હાઇકોર્ટની “રિટ જ્યુરિસડીકશન” ઉપર સંપૂર્ણ મનાઈ છે તે પણ સાચું નથી.
  • પરંતુ  “અલ્ટરનેટ રેમીડી” હોય ત્યારે રિટ જ્યુરિસડીકશન” નો ઉપયોગ માત્ર અપવાદરૂપ કિસ્સાઓ માંજ કરવો જોઈએ.
  • આ કિસ્સાઓમાં મૂળભૂત અધિકારોનું હનન, કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન, ક્ષેત્રાધિકારનું ઉલ્લંઘન, કોઈ કાયદા કે નિયમ, નોટિફિકેશનની “વેલીડિટી ચેલેન્જ” કરવામાં આવી હોય તેને ગણી શકાય.
  • આ કેસમાં ઉપરમાંથી કોઈ અપવાદ સામે આવ્યા નથી. કરદાતાને નોટિસ આપી કુદરતી ન્યાયના સિદ્ધાંતોનો યોગ્ય પાલન કરવામાં આવ્યું હતું.
  • હાઇકોર્ટ દ્વારા આ કેસમાં “રિટ પિટિશન” ચલાવવામાં આવી તે યોગ્ય નથી.
  • કરદાતાને જી.એસ.ટી. કાયદા હેઠળ અપીલ કરવા આદેશ કરવામાં આવે છે. આ કેસના તથ્યો ઉપર સુપ્રીમ કોર્ટ દ્વારા કોઈ નિર્ણય કે ટિપ્પણી કરવામાં આવતી નથી.

(સંપાદક નોંધ: આ ચુકાદો કરદાતા વિરુદ્ધનો ચુકાદો છે. “અલ્ટરનેટ રેમીડી” હોય ત્યારે પણ ક્યાં સંજોગોમાં “રિટ પિટિશન” ચલાવી શકાય તે ઉપર માનનીય સર્વોચ્ચ અદાલતનો આ ખૂબ મહત્વનો ચુકાદો છે. આ ચુકાદાની દૂરોગામી અસર કરદાતાઓ ઉપર પડી શકે છે અને કરદાતા દ્વારા કરવામાં આવતી રિટ પિટિશનમાં સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો સરકાર દ્વારા રજૂ કરવામાં આવશે તેવું માની શકાય.)

 

 

 

error: Content is protected !!