GST અંતર્ગત માર્ચ-2025 ના મહિનામાં કરવાના કાર્યની સરળ ભાષામાં માહિતી

–By Prashant Makwana, Tax Consultant
પ્રસ્તાવના :
નાણાકીય વર્ષ 2024-25 પૂરું થવા જઈ રહ્યું છે ત્યારે GST અંતર્ગત રેગ્યુલર રીટર્ન ફાઈલિંગ ની સાથે નીચેના કાર્ય માર્ચ-2025 ના મહિના માં કરવા જરૂરી હોય છે. આ આર્ટીકલ માં આપડે આવા કાર્ય ની સરળ ભાષામાં માહિતી આપેલ છે.
- REGULAR TO COMPOSITION APPLICATION
નાણાકીય વર્ષ 2024-25 માં જે વ્યક્તિ REGULAR માં ટેક્ષ ભરતા હોય અને નાણાકીય વર્ષ 2025-26 થી જો COMPOSITION SCHEME (ઉચક્વેરા) માં ટેક્ષ ભરવો હોય તે વ્યક્તિ 31/03/2025 સુધીમાં GST PORTAL પર એપ્લીકેશન કરવાની હોય છે. હાલમાં GST પોર્ટલ પર આ એપ્લીકેશન કરવાનો ઓપ્સન શરુ થય ગયો છે.
- QRMPS માંથી MONTHLY RETURN ફાઈલ કરવા માટે
જે GST માં રજીસ્ટર વ્યક્તિ નું પાછલા વર્ષ માં 5 કરોડ સુધીનું ટર્ન ઓવર હોય તે જ કરદાતા QRMPS અંતરગત QUARTLY RETURN ફાઈલ કરી શકે. જો કોઈ કરદાતા નાણાકીય વર્ષ 2024-25 માં QRMPS અંતરગત QUARTLY RETURN ફાઈલ કરે છે, પરંતુ નાણાકીય વર્ષ 2024-25 માં તેમનું ટર્ન ઓવર 5 કરોડ થી વધી ગયું હોય તો નાણાકીય વર્ષ 2025-26 થી ફરજીયાત MONTHLY RETURN ફાઈલ કરવા પડે. જે GST માં રજીસ્ટર વ્યક્તિ નું નાણાકીય વર્ષ 2024-25 માં તેમનું ટર્નઓવર 5 કરોડ થી વધી ગયું, અથવા GST માં રજીસ્ટર વ્યક્તિ સ્વૈચ્છિક QRMPS માંથી MONTHLY RETURN ફાઈલ કરવા ઇરછતા હોય તેમને 01/02/2025 થી 30/04/2025 સુધીમાં GST પોર્ટલ પર QRMPS માંથી MONTHLY રીટર્ન ફાઈલ કરવાનો વિકલ્પ સિલેક્ટ કરી લેવાનો રહેશે.
- LUT RENEWAL
GST માં રજીસ્ટર વ્યક્તિ જે EXPORT (નિકાસ ) કરતા હોય તે વ્યક્તિ LUT (LATTER OF UNDERTAKING) 31/03/2025 પહેલા રીન્યુ કરાવી લેવી ફરજીયાત છે. હાલમાં GST પોર્ટલ પર આ સુવિધા શરુ થય ગયેલ છે.
- IEC CODE RENEWAL
જે વેપારી મિત્રો ઈમ્પોર્ટ-એક્ષ્પોટ કરે છે તે વેપારી એ ઈમ્પોર્ટ-એક્ષ્પોટ કોડ(IEC CODE) દર વર્ષ રીન્યુ કરવો જરૂરી છે. જે વેપારી એ ઈમ્પોર્ટ-એક્ષ્પોટ કોડ(IEC CODE) રીન્યુ નો કરાવે તો તે ડીએક્ટીવ થય જાય છે, અને વેપારી પાસે ઈમ્પોર્ટ-એક્ષ્પોટ કોડ(IEC CODE) નથી એવું માનવામાં આવે છે.
તેથી જે વેપારી મિત્રો ઈમ્પોર્ટ-એક્ષ્પોટ કરે છે તે વેપારી મિત્રો એ 31-03-2025 પહેલા ઈમ્પોર્ટ-એક્ષ્પોટ કોડ(IEC CODE) રીન્યુ કરાવી લેવો હિતાવહ છે.
- GTA ડેકલેરેશન
Goods Transport Agency (GTA) બે રીતે ટેક્ષ ભરી શકે છે, ફોરવર્ડ ચાર્જ અને રીવર્સ ચાર્જ. નાણાકીય વર્ષ 2024-25 માં ફોરવર્ડ ચાર્જ માં ટેક્ષ ભરતા હોય અને નાણાકીય વર્ષ 2025-26 માં રીવર્સ ચાર્જ માં ટેક્ષ ભરવો હોય તો 31-03-2025 પહેલા ડેકલેરેશન ફાઈલ કરવું ફરજીયાત છે.
નાણાકીય વર્ષ 2024-25 માં રીવર્સ ચાર્જ માં ટેક્ષ ભરતા હોય અને નાણાકીય વર્ષ 2025-26 માં ફોરવર્ડ ચાર્જ માં ટેક્ષ ભરવો હોય તો 31-03-2025 પહેલા ડેકલેરેશન ફાઈલ કરવું ફરજીયાત છે.
- E-Invoice
જે કરદાતા નું ટરનઓવર નાણાકીય વર્ષ 2023-24 સુધી 5 કરોડ થી ઓછુ હોય અને નાણાકીય વર્ષ 2024-25 માં 5 કરોડ થી વધતું હોય તે કરદાતા 01-04-2025 થી E-Invoice લાગુ પડશે.
(લેખક થાનગઢ ખાતે ટેક્સેશન ઉપર પ્રેક્ટિસ કરે છે અને ટેક્સ ટુડેના નિયમિત લેખક છે)