જી.એસ.ટી. હેઠળ નોંધણી કરાવવા ક્વોલિફાઇડ વ્યાવસાયિક ની સેવા લેવી હિતાવહ છે!!!
By- અલ્પ ઉપાધ્યાય, વલસાડ (રિપોર્ટર ટેક્સ ટુડે)
જી.એસ.ટી. ના આગમન સાથે નવા રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા ખુબ જ સરળ બનાવી દેવામાં આવી અને આ ખુબ જ આવકારદાયક પગલું હતું.માત્ર એક ફોટો , PAN, આધાર કાર્ડ, બેન્ક ની વિગત , ધંધા ની જગ્યાની વિગત ઓનલાઇન યોગ્ય પુરાવા સહીત અપલોડ કરો અને માત્ર એક-બે વર્કીંગ દિવસોમાં નવો જી.એસ.ટી. નંબર મળતો થઈ ગયો.
પરંતુ શું આ નંબર ની કાર્યવાહી કોઈ પણ વ્યક્તિ પાસે કરાવવી હિતાવહ ખરી? વેપારી જાતે કરી લેતા હોય ત્યાં ઠીક પરંતુ જ્યારે બીજી વ્યક્તિ પાસે આ રજીસ્ટ્રેશન પ્રકિયા કરાવવા માંઆવતી હોય ત્યારે એક વાત ચોક્કસ ધ્યાન માં રાખવા જેવી છે કે આ કાર્ય કોઈ પ્રોફેશનલસીએ – વકીલ કે ટેક્ષ કે કન્સલ્ટન્ટ દ્વારા જ થાય, કારણ એ છેકે આજકાલ રૂ . 1000/- માત્ર માં જી.એસ. ટી નંબર મેળવવા ના બોર્ડ લાગેલા જોવા મળે છે. કોઈ પણ વ્યક્તિ કે જે કમ્પ્યુટર નું સામાન્ય જ્ઞાન ધરાવતો હોય એ આ રજીસ્ટ્રેશન ની પ્રકિયા કરી શકે છે. પરંતુ જે વેપારી મીત્રો આવી વ્યક્તિ ને માત્ર થોડા રૂપીયા બચાવવાની લાલચમાં કે અજ્ઞાનતાને લીધે તમારું રજીસ્ટ્રેશન નું રિટર્ન નું કામ આપી રહ્યા છે તેઓને એક વાત થી માહિતગાર કરવાના કે તમે માત્ર રૂ . 1000/- માં તમારી અંગત વિગત સામેવાળી વ્યક્તિ સમક્ષ રજુ કરી આપો છો. આ કેટલે અંશે વ્યાજબી કે સમજણ ભરેલું છે ?
તમારા જ PAN ,આધાર,બેન્ક ની વિગતો ફક્ત E-Mail Id તથા મોબાઈલ નંબર બદલતા નવો જી .એસ.ટી નંબર મેળવવા પાત્ર બની જાય છે. બહાર તમારો ડેટા અયોગ્ય વ્યક્તિ કોઈ પણ ખોટી પ્રવૃતિ માટે વાપરી શકે છે. આજકાલ બોગસ જી.એસ.ટી નંબર અને બિલિંગ ની પ્રવૃતી વિશે અખબારો માં રોજ વાંચીએ જ છીએ. ક્યાંક તમારા ડેટાનો ઉપયોગ તો આવી કોઈ પ્રવૃતી માં નથી થઈ રહયો ને ?
“ચેતતો નર સદ સુખી “
તમારું આટલું મહત્વનુ કાર્ય કોઈ પણ વ્યક્તિ ને આપી દેવાને બદલે યોગ્ય CA ,વકીલ કે ટેક્ષ કન્સલ્ટન્ટ ને આપશો તો આવી ઘણી સમસ્યાઓ થી બચી શકો છો.