રિટર્નમાં છે હાજર પણ રિફંડમાં છે ગેરહાજર!!! બોલો કોણ????
જુલાઇ 2017 રિટર્નમાં વિકલ્પમાં દર્શાવે છે પણ રિફંડમાં દર્શાવતુ નથી!! જુલાઇ 17 નું રિફંડ નો વિકલ્પના આવતો હોવાથી અનેક કરદાતાઓના રિફંડ છે અટવાયા!!
તા. 11.08.2020: જી.એસ.ટી.એન. પોતાના છબરડા માટે કરદાતાઓમાં અને ખાસ કરીને કરવ્યવસાયિકોમાં જાણીતા છે. હવે જી.એસ.ટી.એન. ના વધુ એક છબરડાનો ભોગ કરદાતાઓ બની રહ્યા છે. થોડા દિવસ પહેલા જુલાઇ 2017 નું રિટર્ન ગાયબ કરી દેનાર પોર્ટલ પર વિરોધ વચ્ચે ફરી દેખાવાનું શરૂ થઈ ગયું પણ હજુ રિફંડના વિકલ્પમાં આ રિટર્ન દર્શાવતુ નથી. જુલાઇ 2017 નો વિકલ્પ રિફંડમાં દર્શાવતો ના હોવાથી અનેક કરદાતાઓના રિફંડ અટવાય ગયા ના સમાચારો મળી રહ્યા છે. આ રિફંડ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે. જો આ સમય સુધીમાં રિફંડ અરજી ના કરવામાં આવે તો નાણાકીય વર્ષ 2017-18 ના વર્ષના જે કરદાતાઓને રિફંડ મળવાપાત્ર છે તેઓને આ રિફંડ મળી શકશે નહીં. જુલાઇ 2017 નો વિકલ્પ રિફંડ અરજીમાં વહેલી તકે દર્શાવવામાં આવે તેવી માંગણી કરદાતા તથા કરવ્યવસાયિકોમાં ઉઠી રહી છે. ભવ્ય પોપટ, એડિટર.