સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 10th August 2020 Edition

Spread the love
Reading Time: 4 minutes

Experts

10th August 2020 Edition

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહ, અમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર

CA દિવ્યેશ સોઢા, પોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

  1. અમો ખરીદ વેચાણ ને લગતો ધંધો કર્યે છીએ અમો જી.એસ.ટી નંબર ધરાવયે છીએ. અમો ટ્રક ધરાવતા નથી. અમો ખરીદનારને કપચીનું વેચાણ કરી તેમના ધંધાના સ્થળ સુધી પહોચાડવા સહિતનું એક જ બિલ માંગતા હોય, અમો અન્ય વ્યક્તિ કે જે ઓની પાસે ટ્રક છે જી.એસ.ટી નંબર ધરાવતા નથી, તેમની પાસેથી ટ્રક લાવી માલ ભરી વેપારીઓને કપચી પહોચાડી એ છીએ. અમો માલ તથા ભાડાનું એકજ બિલ બનાવી 5% લેખે જી.એસ.ટી  ભરી આપીએ છીએ. ઉપરોક્ત વેચાણ માં ભાડાની રકમ ઉપર પણ જી.એસ.ટી. ભરી આપતા હોય ટૂકમાં માલિકને ભાડાની જે રકમ ચૂકવીએ છીએ તેના ઉપર RCM ભરવો પડે?                                                                                                                                 હેમાંગી શેઠ

જવાબ:-ના, તમારે ટ્રક માલિકને જે રકમ ચૂકવી છે તેના ઉપર જી.એસ.ટી. કાયદાની કલમ 9(4) હેઠળ RCM ભરવાની જવાબદારી ના આવે તેવો અમારો મત છે.

 

  1. મારા એક અસીલ માલનુંવહન ડીલીવરી ચલન દ્વારા કરે છે. જેની ટેક્ષેબલ કીમત  ૫૦૦૦૦/- થી ઓછી છે. ૦૧/૦૭/૨૦૨૦ થી ૧૫/૦૭/૨૦૨૦ માં ટોટલ  ૧૦ વાર ડીલીવરી ચલન દ્વારા  માલનું વેચાણ કરે છે. ૧ વાર માલ વેચાણ કરે તેની  ટેક્ષેબલ કીમત  ૫૦૦૦૦/- થી ઓછી છે. ત્યાર બાદ ૧૫ દિવસ પછી ૧ ટેક્ષ ઈનવોઈસ ઇસ્યુ કરે છે જેની  ટેક્ષેબલ કીમત  ૫૦૦૦૦/- થી વધુ છે. આવા સંજોગો માં E-way bill ઇસ્યુ કરવાનું કે નહી?                                                                                                                                                                                           પ્રશાંત મકવાણા

  જવાબ:- તમારા કિસ્સામાં માલ વેચાણ સાથેજ બિલ આપવું ફરજિયાત બને. ડિલિવરી ચલણ અમુક ખાસ કિસ્સાઓમાં જ આપી શકાય. આમ, જો તમે ડિલિવરી ચલણ આપવાના ખાસ કિસ્સાઓમાં પડતાં હોય તો તમારે ઇ વે બિલ બનાવવામાં મુક્તિ મળી મળે. અન્યથા તમારે દરેક વેચાણ સાથે જી.એસ.ટી. કાયદાની કલમ 31 હેઠળ ઇંવોઇસ બનાવવું જોઈએ. જો ઇંવોઇસ 50000 થી નીચે હોય તો ઇ વે બિલ ની જરૂર રહે નહીં.

 

  1. હાલ દમણ અને દીવનો વિલય દાદરા નાગર હવેલી સાથે થયો હોવાથી 01 ઓગસ્ટ 2020 થી નવો ટીન અમલી બન્યો છે. જૂના ટીન 31.07.2020 થી રદ થયેલ છે. આવા કિસ્સામાં ત્રિમાસિક GSTR 1 ફાઇલ કરતાં કરદાતાઓ એ પોતાનું GSTR 1 કેવી રીતે ભરવા તેનું માર્ગદર્શ્ન આપશો.                                                                                                                                                                     મયુર ચૌહાણ, એકાઉન્ટન્ટ,

 

જવાબ: દમણ અને દીવ ના કરદાતાઓએ GSTR 1 જુલાઇ મહિના ના ડેટા મૂકી ત્રિમાસિક ધોરણે ભરવાનું રહે. આ અંગે નોટિફિકેશન 10/2020 માં ખુલાસો કરવામાં આવ્યો નથી.

  1. અમારા અસીલ એકજ GST નંબર ઉપર બે જુદા નામ રાખવા હોય તો જી.એસ.ટી પોર્ટલ ઉપર શું વિધિ કરવાની રહે?    વિજય પ્રજાપતિ, એડવોકેટ

જવાબ: જી.એસ.ટી. પોર્ટલ ઉપર બે “ટ્રેડ નેમ” રાખવા શક્ય નથી. આ માટે વધારાના ધંધા ના સ્થળ માટે તમારે એડ્રેસ ના કૉલમ માં જે તે દુકાન નું નામ રાખવાનો વિકલ્પજ લેવો પડે.

  1. અમો કપચી વેચાણનો ધંધો કરીએ છીએ. અમો GST હેઠળ બિન નોધાયેલ વ્યક્તિને કપચી વેચાણ કરી આપવા બદલ કમિશન ચૂકવીએ છીએ. શું આ કમિશન ચુકવણી પર RCM લાગુ પડે?                                                                                                                  નીલમ પરમાર, અમદાવાદ

જવાબ: ના, જી.એસ.ટી. કાયદાની કલમ 9(4) હેઠળ તમો URD વ્યક્તિને કમિશન ચૂકવવા બદલ RCM માટે જવાબદાર ના બનો.

:ખાસ નોંધ:

  1. જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને
taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

4 thoughts on “સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 10th August 2020 Edition

  1. Sir i want to pay your subscription but i want to get more detail for your services like whatsapp detail and which language your services provided.

Comments are closed.

error: Content is protected !!