લોકડાઉન ભાગ 4: ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યા દિશા નિર્દેશ
ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે
ફેસ માસ્ક ના પહેરવા ઉપર તથા જાહેરમાં થૂંકવા ઉપર સમગ્ર રાજયમાં લાગશે 200/- દંડ
તા: 18.05.2020: તા. 17 મે 2020 ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન 31 મે 2020 સુધી વધારવામાં આવ્યું છે. આ અંગે કેન્દ્ર ની માર્ગદર્શિકા 17 મે 2020 ના રોજ બહાર પાડવામાં આવેલ છે. આ માર્ગદર્શિકા ઉપરથી ગુજરાત સરકારે આજે 18 મે 2020 ના રોજ ગુજરાત રાજય માટે માર્ગદર્શિકા બહાર પડેલ છે. આ માર્ગદર્શિકા ઉપરથી દરેક જિલ્લા કલેક્ટર જાહેરનામું બહાર પાડશે. વાંચો સરળ ભાષામાં શું છે ગુજરાત સરકારની માર્ગદર્શિકા:
નીચેની પ્રવૃતિઓ આ લોકડાઉન ભાગ 4 માં પણ સંપૂર્ણ પણ ગુજરાતભરમાં બંધ રહેશે.
- તમામ ડોમેસ્ટિક તથા આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ.
- મેટ્રો રેલ સેવા
- તમામ શાળા, કોલેજ, કોચિંગ ક્લાસ વગેરે. જો કે ઓનલાઈન લર્નિંગ ની છૂંટ રહેશે.
- હોટેલ તથા હોસ્પિટાલીટી સેવાઓ (COVID 19 હેઠળ જરૂરી સેવા આપતી હોટેલ સિવાય)
- તમામ સિનેમા ગૃહ, શોપિંગ મોલ, જિમ, સ્વિમિંગ પુલ, એન્ટરટેઇનમેંટ પાર્કસ, થિયેટર, બાર, ઓડિટોરિયમ, સભાગૃહ અને આ જેવા સ્થળ
- તમામ સામાજિક, રાજકીય રમત ગમત, મનોરંજન, શૈક્ષણિક, સંસ્કૃતિક, ધાર્મિક કર્યેક્રમો તથા અન્ય સમ્મેલનો.
- તમામ પ્રકારના ધાર્મિક સ્થળો, પુજા સ્થળો પ્રજા માટે બંધ રહેશે. ધાર્મિક મેળાવડા પર ચુસ્ત પ્રતિબંધ મૂકવામાં આવેલ છે.
-
કંટેંમેંટ ઝોનમાં સમગ્ર રાજયમાં માત્ર આવશ્યક ચીજવસ્તુઑ ની પ્રવૃતિઓ સવારે 8 વાગ્યા થી માંડી ને બપોરે 3 સુધી ચાલુ રહશે.
-
નોન કંટેનમેંટ ઝોનમાં નીચે જણાવેલ પ્રતિબંધિત પ્રવૃતિઓ સિવાય તમામ પ્રવૃતિઓ સવારે 8 વાગ્યાથી માંડી ને બપોરે 4 વાગ્યા સુધી ચાલુ રહશે.
- જે ઈન્ડસ્ટ્રીઝ ને સતત પ્રવૃતિઓ ચાલુ રાખવાની જરૂર હોય તેમને તે અંગે ચાલુ રહેવા તેમણે પરવાનગી રહેશે પણ સાથે સાથે તે બાબત પણ આ ઈન્ડસ્ટ્રીઝએ જોવાની રહેશે કે સાંજે 7 થી સવારે 7 સુધીના કરફ્યુ ટાઈમ દરમ્યાન કર્મચારીઓએ કોઈ જાહેરમાં હલનચલન કરી શકશે નહીં.
- જ્યાં દુકાનોનો સમૂહ, માર્કેટ, શોપિંગ કોમ્પ્લેક્સમાં જ્યાં શોપ ને પ્રોપર્ટી નંબર આપેલ હોય ત્યાં “ઓડ” તારીખ ના રોજ “ઓડ” નંબર વળી દુકાન અને “ઇવન” તારીખ ના રોજ “ઈવન” નંબર વળી દુકાનો ખૂલી રાખી શકાશે. (જો કે મોટાભાગના શહેરોમાં તથા ગામોમાં પ્રોપર્ટી નંબર વ્યવસ્થિત રીતે આપવામાં આવેલ નથી). દરેક દુકાનમાં 5 થી વધુ વ્યક્તિઓ કોઈ દુકાનમાં પ્રવેશી શકશે નહીં) એક થી વધુ પ્રોપર્ટી નંબર ધરાવતી દુકાનો “ઓડ” ડેઇટ ના રોજ દુકાન ખોલી શકશે. રહેઠાણ ની આજુબાજુ ની દુકાનો તથા છૂટક દુકાનો રોજ ચાલુ રાખી શકાશે.
(“ઓડ” તારીખો એટ્લે 1, 3, 5, 7 જેવી એકી નંબર વાળી તારીખો. “ઈવન” તારીખો એટ્લે 2, 4, 6, 8 જેવી બેકી નંબર વાળી તારીખો)
(જ્યાં પ્રોપર્ટી નંબર આપવામાં આવ્યા નથી તેવા શહેરો-ગામો માટે મામલતદાર/ચીફ ઓફિસર એ ચેમ્બર ઓફ કોમર્સ જેવા સ્થાનિક સંગઠનો સાથે બેસી કોઈ નીતિ નક્કી કરવાની રહેશે તેવો લેખક નો મત છે)
- શ્રમિક, કર્મચારી, દુકાન ધારક, જેમના ઘર કંટેંમેંટ ઝોન માં હોય તેમને કંટેંમેંટ ઝોન ની બહાર જવા દેવામાં આવશે નહીં.
- અમદાવાદ નો પશ્ચિમી એરિયા (સાબરમતી નદીની પશ્ચિમ ભાગ) માં તમામ આર્થિક પ્રવૃતિ કંટેંમેંટ ઝોન બહાર શરૂ રહશે. પશ્ચિમી ભાગમાં આર્થિક પ્રવૃતિઓમાં કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં.
- અમદાવાદ સિવાય ના વિસ્તારમાં ગુજરાત S T ની સેવાઓ શરૂ રહેશે. પણ અમદાવાદ માંથી કે અમદાવાદ બહાર કોઈ બસ સેવા ચાલુ રહેશે નહીં.
- રમતગમત ની સ્પર્ધાઓ શરૂ થઈ શકશે પરંતુ દર્શકો ને જોવા માટે પરવાનગી રહેશે નહીં. આ અંગે સ્થાનિક સતાધિકારીઑ ની પરવાનગી લેવાની રહેશે.
- સુરત ખાતેની ટેકસટાઇલ માર્કેટ: “ઓડ-ઈવન ફોર્મ્યુલા મુજબ ચાલુ રહશે. ટેકસટાઇલ, ડાઈમંડ, વિવિંગ, પાવર લૂમ, પણ 50% સ્ટાફ સાથે ચાલુ રાખી શકાશે. સામાજિક દૂરી તથા અન્ય સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર નું પાલન કરવાનું રહેશે.
- માલ સમાન ની ટ્રાન્સપોર્ટ સેવાઓ માટે રાજ્ય અને રાજ્ય બહારમાં સંપૂર્ણપણે છૂટ રહેશે.
ક્રમ | પ્રવૃતિ | અમદાવાદ | સુરત | કંટેંમેંટ ઝોન સિવાય ના અન્ય વિસ્તાર |
1 | તમામ શાળા, કોલેજ, કોચિંગ ક્લાસ વગેરે. જો કે ઓનલાઈન લર્નિંગ ની છૂંટ રહેશે | બંધ
(સંચાલન ઓફિસો ખૂલી રહી શકશે.) |
બંધ
(સંચાલન ઓફિસો ખૂલી રહી શકશે.) |
બંધ
(સંચાલન ઓફિસો ખૂલી રહી શકશે.) |
2 | જિમ, સ્વિમિંગ પુલ, બગીચા, ઝૂ, વોટર પાર્કસ, એમ્યુંઝમેંટ પાર્ક, અરક્યોલોજિકલ સાઇટ, દરિયા કિનારા, અન્ય પ્રવાસન સ્થળ | બંધ | બંધ | બંધ |
3 | મોલ, મોલ માંની દુકાન | બંધ | બંધ | બંધ |
4 | સિનેમા ગૃહ, મલ્ટી પ્લેક્સ | બંધ | બંધ | બંધ |
5 | ધાર્મિક મેળવડા | બંધ | બંધ | બંધ |
6 | મોટી જાહેર સભાઓ | બંધ | બંધ | બંધ |
7 | કલ્ચરલ-થિયેટર પ્રોગ્રામ | બંધ | બંધ | બંધ |
8 | મૃત્યુના સંજોગોમાં 20 લોકો ને છૂટ મળશે?
લગ્ન પ્રસંગમાં 50 લોકોને છૂટ મળશે? |
હા | હા | હા |
9 | હોટેલ (રહેઠાણ ની સગવડ) | બંધ | બંધ | બંધ |
10 | શેરીમાં ના ફેરિયાઑ (શાક ભાજી સિવાયના) | બંધ | બંધ | બંધ |
11 | પાનની દુકાનો | હા, માત્ર પાર્સલ સુવિધા આપી શકશે તે પણ સામાજિક દૂરી નું ધ્યાન રાખી ને | હા, માત્ર પાર્સલ સુવિધા આપી શકશે તે પણ સામાજિક દૂરી નું ધ્યાન રાખી ને | હા, માત્ર પાર્સલ સુવિધા આપી શકશે તે પણ સામાજિક દૂરી નું ધ્યાન રાખી ને |
12 | હજામ, હેર કટિંગ સલૂન, બ્યુટી પાર્લર | હા, સામાજિક દૂરી નું ધ્યાન રાખી ને છૂટ | હા, સામાજિક દૂરી નું ધ્યાન રાખી ને છૂટ | હા, સામાજિક દૂરી નું ધ્યાન રાખી ને છૂટ |
13 | લાઈબ્રેરી | હા, 60% જેટલી હાજરી થી ચાલુ રહી શકશે | હા, 60% જેટલી હાજરી થી ચાલુ રહી શકશે | હા, 60% જેટલી હાજરી થી ચાલુ રહી શકશે |
14 | GSTRC (ગુજરાત S.T.) ની સેવાઓ | ના | ચાલુ થશે | ચાલુ થશે |
15 | સિટી બસ સેવાઓ | બંધ | બંધ | બંધ |
16 | ખાનગી બસ સેવાઓ | બંધ | બંધ | બંધ |
17 | ઓટો રિક્ષા | બંધ | બંધ | હા, (ડ્રાઈવર તથા 2 પેસેંજર) |
18 | કેબ, ટેક્સી, ઓલા-ઉબર જેવા કેબ એગ્રીગેટર્સ | 1 ડ્રાઈવર તથા 2 પેસેંજર સાથે. (માત્ર પશ્ચિમી અમદાવાદમા) | 1 ડ્રાઈવર તથા 2 પેસેંજર સાથે | |
19 | રેસ્ટોરન્ટ-ખાણીપીણીની સેવાઓ | પાર્સલ સુવિધા તે પણ સામાજિક દૂરી જાળવી ને | પાર્સલ સુવિધા | પાર્સલ સુવિધા |
20 | ધાબા (ખાણી પીણી ના) | શહેરી વિસ્તાર બહારના ધાબા ખાવાનું પીરસી શકશે | શહેરી વિસ્તાર બહારના ધાબા ખાવાનું પીરસી શકશે | શહેરી વિસ્તાર બહારના ધાબા ખાવાનું પીરસી શકશે |
21 | ખાનગી ઓફિસો | પશ્ચિમી અમદાવાદમાં 33% સ્ટાફ સાથે કામ કરી શકશે | ઓરેન્જ તથાગ્રીન ઝોન માં 33 % સ્ટાફ સાથે કામ કરી શકશે. | 33% સ્ટાફ સાથે કામ કરી શકશે. |
22 | ખાનગી વાહનો અને 2 વિલર વાહનો | 2 વિલર ના કિસ્સામાં 1 વ્યક્તિ અને ફોર વિલર ના કિસ્સામાં 1 ડ્રાઈવર તથા 2 પેસેંજર માટે | 2 વિલર ના કિસ્સામાં 1 વ્યક્તિ અને ફોર વિલર ના કિસ્સામાં 1 ડ્રાઈવર તથા 2 પેસેંજર માટે | 2 વિલર ના કિસ્સામાં 1 વ્યક્તિ અને ફોર વિલર ના કિસ્સામાં 1 ડ્રાઈવર તથા 2 પેસેંજર માટે |
23 | રિપેરિંગ ની દુકાનો, ગેરેજ, વર્કશોપ, સર્વિસ સ્ટેશન | ખૂલી શકશે | ખૂલી શકશે |
આ ગુજરાત સરકાર ની ગાઈડલાઇન્સ ને આધીન જિલ્લા કલેક્ટરોએ જાહેરનામા બહાર પાડવાના રહેશે. ગુજરાત સરકારની સ્પષ્ટ માર્ગદર્શિકા હોવાથી જિલ્લા કલેક્ટરો આ જાહેરનામા ને આધીન સાદી અને સરળ ભાષામાં જાહેરનામા બહાર પડે તેવી આશા લોકો સેવી રહ્યા છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે
ગુજરાત સરકારનું જાહેરનામું: LOCK DOWN 4 NOTIFICATION WITH SOPS
ગુજરાત સરકારનું કંટેંમેંટ ઝોન જાહેર કરતું જાહેરનામું: Updated Containment Zone
Khubaj. Saras. Saral rite samjan. Aapva babat.
Thanks
Tax consultant ni office no timing su rehse ??
8 to 4 j k ??
Yes. Just see your Local District Administration Notification