શું જી.એસ.ટી. કાયદા હેઠળ 2017-18 નું વાર્ષિક રિટર્ન ભરવાનું બાકી છે?? 31 ઓગસ્ટ પહેલા આ રિટર્ન ભરી દો બાકી આવશે મોટી લેઇટ ફી!!!

Spread the love
Reading Time: 2 minutes

ઉના: તા: 11.08.19: જી.એસ.ટી. કાયદા ની અમલવારી 01 જુલાઇ 2017 થી શરૂ થઈ છે. વર્ષ 2017 18 ના વર્ષ ના વાર્ષિક રિટર્ન તથા જેમને જી.એસ.ટી. ઓડિટ લાગુ પડે છે તેમને આ ઓડિટ ઓનલાઈન ભરવા માટે ની મૂળ મુદત 31.12.2018 હતી. પરંતુ પ્રથમ વર્ષ હોય, આ રિટર્ન ભરવામાં કરદાતાઓ (કરદાતા ના સ્થાને કર વ્યવસાયી એમ વાંચવું) ને પડી રહેલી મુશ્કેલી ની ધ્યાને લઈ આ મુદત 31 માર્ચ 19 અને ત્યારબાદ 31 ઓગસ્ટ 2019 સુધી વધારવામાં આવેલ છે. હમણાંજ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ આકડા મુજબ કુલ વાર્ષિક રિટર્નમાંના માત્ર 15% રિટર્ન તથા કુલ જી.એસ.ટી. ઓડિટમાંના માત્ર 1% ઓડિટ ફાઇલ થયા છે. આ આંકડા જોઈ ને સરકાર દ્વારા પોતાના અધિકારીઓને કરદાતાઓ સુધી પહોચી આ રિટર્ન તથા ઓડિટ ભરવા સમજાવવા વિવિધ કાર્યક્ર્મ કરવા તાકીદ કરવામાં આવેલ છે.

જી.એસ.ટી. હેઠળ વાર્ષિક રિટર્ન ભરવું તથા ઓડિટ સમયસર કરવું ખૂબ જરૂરી છે. કારણકે જો આ વાર્ષિક રિટર્ન ભરવામાં મોડુ કરવામાં આવે તો રોજ ના રૂ 200 (CGST 100+SGST 100) ની લેટ ફી ચડશે. આ લેઇટ ફી ની મહતમ રકમ જે તે રાજ્ય કે કેન્દ્ર શાશીત પ્રદેશ ના ટર્નઓવર ના 0.5 (0.25 CGST + 0.25 SGST) લાગુ રહેશે. આ તકે ખાસ ગુજરાત જેવા રાજ્યો ના કરદાતા, એકાઉન્ટન્ટ એ આ બાબત જાણવી જરૂરી છે કે ગુજરાત વેટ કાયદા હેઠળ વાર્ષિક રિટર્ન માં કોઈ પેનલ્ટી ના હતી. પરંતુ જી.એસ.ટી. કાયદા માં આ પેનલ્ટી, લેઇટ ફી ના સ્વરૂપ માં ખૂબ મોટી છે.

ટેક્સ ટુડે તમામ કરદાતા, કર વ્યવસાયી ઑ ને અપીલ કરે છે કે જી.એસ.ટી. કાયદા હેઠળ ના વાર્ષિક રિટર્ન ભરવા અંગે તત્પરતા દાખવી આ રિટર્ન ભરી આપે. આ ઉપરાંત ટેક્સ ટુડે ના મધ્યમ થી કરદાતાઓ ના હિત માં જી.એસ.ટી. કાઉન્સીલ ને અપીલ કરે છે કે 2017-18 ના વર્ષ માટે ના વાર્ષિક રિટર્ન ની મુદત માં વધારો કરવા ના બદલે આ રિટર્ન માટેની લેઇટ ફી “વેવ” કરવામાં આવે. આ મુદત માં જેમ જેમ વધારો થઈ રહ્યો છે તેના કારણે આકારણી ની સમય મર્યાદા માં પણ આપો આપ વધારો થઈ રહ્યો છે. આ કોઈ રીતે વ્યાજબી નથી.

 

error: Content is protected !!