સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)
ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડ્વોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
તારીખ: 15 એપ્રિલ 2019
- મારા અસીલ મોનો પ્લાસ્ટિક કાપડ ના ઉત્પાદન નો ધંધો કરે છેતા: ૧.૦૭.૨૦૧૭ થી ૩૧.૦૮.૨૦૧૮ સુધી ની વધેલી ટેક્ષ ક્રેડીટ ને નિયમ મુજબ લેપ્સ કરી બાકી ની ક્રેડીટ રીફંડ લેવા માટે ની કાર્યવાહી શું કરવાની ……ક્રેડીટ લેપ્સ કરવા માટે નું સુત્ર શું છે?
મનીષ જોશી, ભાવનગર
જવાબ: સ્ટોકની, સર્વીસની અને કેપીટલ ગુડઝ ની આઈટીસી 31.07.18 મુજબની બાકી રાખી ને વધારાની આઈટીસી ઘટાડી નાખવાની રહે. આવા કેસ માં ઈન્વર્ટેડ રેઈટ ટેક્ષ સ્ટ્રકચર મુજબ ઓગસ્ટ મહીનાથી રીફંડ ક્લેઈમ કરી શકાય છે વધારે માહીતી માટે રેઈટ નોટીફીકેસન 20/2018 અને સર્ક્યુલર 56/30/2018 24.08.2018 ને જોઈ જવું
- અમારા અસિલે ટ્રક દ્વારા ટેક્સ ઇંવોઇસ ઉપર તથા ઇ વે બિલ સાથે માલ મોકલેલ હતો. રસ્તા માં અકસ્માત થતાં માલ નો સંપૂર્ણ નાશ થયેલ છે. આ કિસ્સા માં વીમા કંપની એ 50% વળતર આપ્યું છે. આ કિસ્સા માં GST અંગે શું જવાબદારી આવે?
બ્રિજેશ કલારિયા મોરબી
જવાબ: આગમાં માલ જો સંપ્રુર્ણ નાશ થયેલ હોય તો આવા કેસમાં તેની ખરીદી ની પુરેપુરી ITC રીવર્સ કરવાની રહે. વીમાની રકમતે કેપીટલ રીસીપ્ટ છે એટલે તેમાં જીએસટી ને લગતી બીજી કોઈ જવાબદારી આવશે નહી
- અમો સાયલા મુકામે જી.એસ.ટી. નંબર ધરાવીએ છીએ. જે ગ્રામ પંચાયત હેઠળ આવે છે. અમોએ 01.07.2017 પછી માલિકી ધોરણે જમીન ખરીદી કરી તેના ઉપર બાંધકામ કરી દુકાનો બનાવેલ છે. અમોએ દુકાનો માટે કોઈ પણ વ્યક્તિ સાથે વેચાણ કરાર કરેલ નથી કે એડ્વાન્સ લીધેલ નથી. હવે અમો દસ્તાવેજ દ્વારા દુકાનો વેચીએ છીએ. અમારા નીચે મુજબ ના બે પ્રશ્નો છે.
અલ્કેશ એમ. શાહ, સુરેન્દ્રનગર
- શું આ દસ્તાવેજ દ્વારા વેચાણ કરેલ દુકાનો ઉપર અમારી જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે?
જવાબ: જો બાંધકામ કંમ્પલીશન સર્ટીફીકેટ લઈ ને પછી વેચાણ કરવામાં આવે તો જીએસટી અંગે ની કોઈ પણ જવાબદારી ઉભી થતી નથી. જો આવુ સર્ટીફીકેટ મળ્યુ ના હોય તો ફકત અરજી કરેલ હોય અથવા ચાર્ટર્ડ ઈન્જીન્યર નું સર્ટીફીકેટ લીધેલું હોય તો તે પણ માન્ય ગણાશે :
- શું આ બાંધકામ માં ઉપયોગ કરેલ ચીજવસ્તુ ઑ ની ખરીદી માં ચૂકવેલ જી.એસ.ટી. ની ITC મળે?
જવાબ: જો બાંધકામ કમ્પલીશન સર્ટીફીકેટ લઈ ને પછી વેચાણ કરવામાં આવે તો જીએસટી ની જવાબદારી ઉભી થતી ના હોય ઈનપુટ પણ મળે નહી અને જો લીધેલ હોય તો તે ઈનપુટ રીવર્સ કરવાની રહે.
- નાણાકીય વર્ષ 2017-18 ના સુધારા-વધારા કરવા માટે માર્ચ મહિના ના રિટર્ન ની ડ્યુ ડેટ ધ્યાને લેવી કે ખરેખર માર્ચ મહિના નું જી.એસ.ટી.આર. 1 ભર્યા સુધી આ સુધારા વધારા થઈ શકે? ઇમરાન ચોરવાડા, ઉના
જવાબ: નાણાકીય વર્ષ 2017-18 ના GSTR1 ને લગતા સુધારા કરવાની તારીખ માર્ચ મહીના ના રીટર્ન ની ડ્યુ ડેટ ગણાશે. જોવાનું એ રહે કે હવે આને જીએસટી પોર્ટલ કઈ રીતે લાગુ કરે છે. ટેક્નીકલ રીતે આ લાગુ કરવું જીએસટી પોર્ટલ માટે કપરૂ સાબીત થવાનું. એક વખત તારીખ જતી રહે છતા પણ જો સુધારો કરવા દેતું હોય તો સુધારો કરી લેવો જોઈએ
- નાણાકીય વર્ષ 2017-18 ના B2C અમારે સુધારવા ના છે. પરંતુ પોર્ટલ ઉપર B2C માટે જુલાઇ મહિના ના રિટર્ન માં સુધારા નું “ટેબ” દર્શાવતુ નથી. આનું શું કારણ છે? અમારે આ B2C સુધારવા શું કરવું જોઈએ? રાહુલ બાંભણીયા, ઉના
જવાબ: સર્વર ના ટેક્નીકલ ઈસ્યુ ના કારણે આ થતું હોય તેવું લાગે છે. એક વખત ROD આવેલ હોય જેના દ્વારા આપણે જુલાઈ17 થી માર્ચ18 સુધી ના સુધારા કરી શકીએ એમ હોય છતા જો પોર્ટલ ના કરવા દેતું હોય તો તે ટેકનીકલ ઈસ્યુ ના લીધે જ હોય શકે. આ બાબત માં એક સેલ્ફ સર્વીસ ના પોર્ટલ પર જઈ ને ગ્રીવ્યન્સ કરી દેવાની રહે અને તેની અને તેના જવાબ ની કોપી સાચવી રાખવાની. અને જો રીટર્ન ની છેલ્લી તારીખ સુધી ના કરવા દે તો આવા કેસમાં b2cs નું વેચાણ નો સુધારા માર્ચ 18 સુધી ના કોઈ પણ બીજા b2cs ના રીટર્ન માં કરી દેવાનો રહેશે.
- મારા એક વેપારી ઘર વપરાશ ના ગેસ ની એજન્સી ધરાવે છે. તેના માટે એક ટ્રક ની ખરીદી કરે છે તો તે ટ્રક ની itcબાદ મળે?અને આ ટ્રક પર ભરેલા insurance પર લાગેલો gstબાદ મળે ? નીરવ જિંજુવાડિયા, અમરેલી
જવાબ: હા, માલ નું હેરફેર કરવા માટે ખરીદી કરવામાં આવતા મોટર વ્હિકલ ની ક્રડીટ મળવા પાત્ર છે. જે મોટર વ્હીકલ ના કેસમાં ક્રેડીટ મળી શકે તેની ઈન્સુયરન્સ ની રકમ ઉપર નો ટેક્ષ પણ ઈનપુટ તરીકે મળે.
અમારા અગાઉ ના સવાલ જવાબ વાંચવા ક્લિક કરો
અંક 1: 25.03.2019
https://taxtoday.co.in/news/9908
અંક 2: 01.04.2019
https://taxtoday.co.in/news/9978
અંક 3: 08.04.2019
https://taxtoday.co.in/news/9978
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.