સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટ ના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ
જી.એસ.ટી.
- અમો જી.એસ.ટી.નંબર ધરાવીએ છીએ. અમારો પેસ્ટીસાઈડ નો ધંધો છે. એક વર્ષ નું ટર્નઓવર 10,000 છે. અમારી પાસે એક ટ્રક અને કોઈક વાર અન્ય GTA કે Non-GTA પાસે ટ્રક ભાડે લઈ, રજિસ્ટર્ડ કરદાતાઓને ભાડે આપીએ છીએ. અમારી GTA ની ગ્રોસ રિસીપ્ત 40 લાખ આસપાસ છે. ટ્રાન્સપોર્ટની સેવા આપતી વખતે કોઈ કન્સાઈમેન્ટ નોટ કે બીજું કોઈ ડોક્યુમેન્ટ બનાવતા નથી. મહિનાના અંતિમ દિવસે અમે 1 ટ્રીપ શીટ સાથે આખા મહિના નું 1 ઇન્વોઇસ બનાવીએ છે. અમારા પ્રશ્નો નીચે મુજબ છે.,
- અમારીઆ સેવા ટ્રાન્સપોર્ટ ની સર્વિસ GTA તરીકે ની કહેવાય?
- અમેજે બીજા રજીસ્ટર (GTA) કે અનરજીસ્ટર (NON GTA) વ્યક્તિ પાસેથી ટ્રક ભાડે લઈએ તેના ઉપર કોઈ RCM ભરવામાનો થાય?
- અમારી આ સેવામાં અમારા રેસિપીયન્ટ એ RCM ભરવાની જવાબદારી આવે?
- અમારેઆ ટ્રાન્જેકશન GSTR3-B અને GSTR-1 માં ક્યાં કોલમ માં બતાવવું પડે?
સુરેશભાઈ
જવાબ :-
- તમે કોઈ કંસાઇનમેંટ નોટ કે તેના જેવો કોઈ ડોકયુમેંટ આપતા નથી. અમારા મતે તમારી સેવા જી.એ.સ.ટી. કાયદા હેઠળ GTA ના ગણાય.
- અનરજિસ્ટર્ડ વ્યક્તિ પાસેથી જે ટ્રક ભાડે લો છો તેના ઉપર RCM ની જવાબદારી આવે નહીં.
- તમે જી.એસ.ટી. હેઠળ GTA ના હોય તમારી સેવા મેળવનાર એ RCM હેઠળ વેરો ભરવાંની જવાબદારી આવે નહીં.
- અમારા મતે તમારી ટ્રક ભાડે આપવાની સેવા જી.એસ.ટી. નોટિફિકેશન 12/2017 ની એન્ટ્રી 18/2017 મુજબ NIL રેટેડ ગણાય અને GSTR 3B તથા 1 માં એક્સેમ્પ્ટ-NIL રેટેડ માં બતાવવાની રહે.
- અમો U/S 10 હેઠળ COMPOSITION ડીલર છીએ. અમો અમારા નામ ની પ્લાસ્ટિક કોથળી છપાવી દરેક પ્રકારના ફરસાણનું વેચાણ કરીએ તો કેટલા ટકા ટેકસ લાગે? કાગળમાં છૂટક વેચાણ કરતા કેટલા ટકા ટેક્સ લાગે? ફરસાણ ઉપરાંત બેકરીની આઈટમ ઉપરોકત બતાવ્યા મુજબ પ્લાસ્ટિકની છાપેલી કોથળીમાં વેચાણ કરતા કેટલો ટેક્સ ભરવો પડે ? નીલમ પરમાર, અમદાવાદ
જવાબ: આપ કંપોઝીશન હેઠળ નોંધાયલે કરદાતા હોય ફરસાણ બનાવવાની પ્રવૃતિ ઉત્પાદન ગણાય, કુલ ટર્નઓવર ઉપર 1% જી.એસ.ટી. ભરવો પડે. ફરસાણ સાથે બેકરીની ચીજવસ્તુ વેચાણ કરવાનો ધંધો, ઉત્પાદન ના હોવા છતાં તેના ઉપર કુલ વેચાણ ઉપર 1% લાગે.
- અમારા અસીલ રેતીની લિઝ ધરાવે છે.અમો એસકેવેટર દ્વારા રેતી કાઢી વેપારીને ઓન સાઈટ ડિલીવરી આપે છે. ટ્રક ના સ્પેર્સ, ટાયર્સ ની ઈન્પુટ ટેક્સ ક્રેડીટ કલેઈમ કરીએ છીએ. તેઓ બિલ બીલ રેતીના વેચાણ નુ જ બનાવે છે. આ કિસ્સામાં આ કંપોઝીટ સપ્લાય ગણાય? ક્યાં દરે વેરો ભરવો પડે? વિજય કોરડિયા, એડવોકેટ, ભુજ
જવાબ: અમારા મતે આ સેવા “કંપોઝીટ સર્વિસ” ગણાય. આ પ્રવૃતિમાં રેતીનું ખનન કામ એ મુખ્ય પ્રવૃતિ ગણાય અંગે તેના ઉપર લાગુ પડતાં દરેજ ટેક્સ ભરવાની જવાબદારી આવે.
- અમો U/S 10 હેઠળ COMPOSITION ધરાવીએ છીએ. જે કરપાત્ર વસ્તુ URD હેઠળ ખરીદ વેચાણકરીએ તો ખરીદ વેરો ભરવો પડે? નીલમ પરમાર, અમદાવાદ
જવાબ: ના, હાલ જી.એસ.ટી. કાયદા હેઠળ કલમ 9(4) નો RCM બિલ્ડર-ડેવલોપર સિવાય લાગુ ના પડતો હોય, તમારી URD ખરીદીઑ ઉપર ખરીદી વેરો ભરવો પડે નહીં.
- અમારા અસીલ 31.3.2020 સુધી રેગ્યુલર કરદાતા હતા. તેઓ 01.04.2020 થી કંપોઝીશનમાં જવા અરજી કરે છે. હવે અમારા સ્ટોક ઉપર જે માલ રહેલો છે તેની ક્રેડિટ અમારે રિવર્સ કરવી પડે? ક્રેડિટ લેજર માં કોઈ બેલેન્સ નથી તો શું આ રકમ કેશ લેજર દ્વારા ભરવી પડે?? અમારી પડે કેપિટલ ગુડ્સ પણ છે જેની ક્રેડિટ શૂન્ય થઈ ગઈ છે? આ કેપિટલ ગુડ્સ ઉપર વેરો ભરવાની જવાબદારી આવે? નિમર્લ પટેલ, બોટાદ
જવાબ: હા, તમારા અસિલે કંપોઝીશન માં જવા અરજી કરતાં સમયે (01.04.2020 એ) સ્ટોકમાં જે માલ રહેલો છે તેની ક્રેડિટ રિવર્સ કરવી પડે. તેવી રીતે કેપિટલ ગુડ્સ ની ખરીદી કરેલ હોય ત્યારથી તેની ઉમર 5 વર્ષ ની અંદાજી, દર ત્રિમાસ માટે 5% પોઈન્ટ જેટલી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ઘટાડવી પડે. આ માટે જી.એસ.ટી. કાયદાની કલમ 18(4), નિયમ 42, 43, 44 જોઈ જવા વિનંતી છે.
- દમણ અને દીવ તથા ગુજરાત ના કરદાતાઓ માટે જી.એસ.ટી. કાયદા હેઠળ માર્ચ, એપ્રિલ, મે, જૂન-20 ના જી. એસ. ટી. આર. 3B તથા જી.એસ.ટી.આર. 1 ભરવાની ITC 04 ભરવા ની છેલ્લી તારીખ કઈ છે? બિપિનચંદ્ર મહિયાવંશી, દમણ
જવાબ: ગુજરાત તથા દમણ-દીવ ના કરદાતાઓ એ જી.એસ.ટી.આર. 3B તથા 1 ની લેઇટ ફી નીચે મુજબની તારીખો સુધી માફ કરવામાં આવેલ છે.
ટર્નઓવર | મહિનો | GSTR 3B | GSTR 1 |
1.5 કરોડ સુધી | માર્ચ | 3 જુલાઇ | 30 જૂન |
એપ્રિલ | 6 જુલાઇ | ક્વાટરલી હોય લાગુ નથી | |
મે | નોટિફીકેશન બાકી | ||
જૂન | નોટિફીકેશન બાકી | 31 જુલાઇ | |
1.5 કરોડ થી 5 કરોડ સુધી | માર્ચ | 29 જૂન | 30 જૂન |
એપ્રિલ | 30 જૂન | 30 જૂન | |
મે | નોટિફીકેશન બાકી | 30 જૂન | |
જૂન | નોટિફીકેશન બાકી | નોટિફીકેશન બાકી | |
5 કરોડ થી ઉપર | માર્ચ | 24 જૂન | 30 જૂન |
એપ્રિલ | 24 જૂન | 30 જૂન | |
મે | નોટિફીકેશન બાકી | 30 જૂન | |
જૂન | નોટિફીકેશન બાકી | નોટિફીકેશન બાકી |
ITC 04 ભરવાની મુદત 30 જૂન સુધી ની છે.
આ બાબતે એક વાત સમજવી ખૂબ જરૂરી છે કે આ સમય ગાળા માટે રિટર્ન ની ડ્યુ ડેઇટ વધારવામાં આવી નથી. માત્ર જી.એસ.ટી. કાયદા ની કલમ 47 હેઠળ લગતી લેઇટ ફી આ તારીખ સુધી માફ કરવામાં આવે છે.
:ખાસ નોંધ:
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. સોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં ઇનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.
Mara ek cleint ne new gst registration levo hoy te food (food zone) item banavi ne sale karse and e commerce thi pansale karse 1 composion ma jai sakay ? 2 regular ma itc lay sakay ? Sir pl reply me thanks
No he can not opt for composition. For detailed reply pls send your query to taxtodayuna@gmail.com