સુપ્રીમ કોર્ટની ઇ કમિટી દ્વારા દેશના તમામ પ્રેક્ટિસિંગ એડવોકેટની મંગાવવામાં આવી રહી છે વિગતો
Reading Time: < 1 minute
ઇ-કોર્ટના સંચાલન માટે આ માહિતી છે ખૂબ જરૂરી: 10 ઓગસ્ટ સુધી સ્થાનિક બાર એસોશીએશન દ્વારા આ માહિતી મોકલવી જરૂરી
કોવિડ 19 ના આ સમયમાં જ્યારે સામાન્ય પદ્ધતિના બદલે કોર્ટ પણ ઈલેક્ટ્રોનિક રીતે ચાલી રહી છે ત્યારે સુપ્રીમ કોર્ટની ઇ કોર્ટ કમિટી દ્વારા દેશભરમાં કાયદાની પ્રેક્ટિસ સાથે જોડાયેલ તમામ એડવોકેટસની વિગતો પહોચડવા સ્થાનિક બાર ને સૂચના આપવામાં આવી છે. ગુજરાત બાર દ્વારા પોતાની હેઠળના તમામ સ્થાનિક બારને પોતાના સભ્યોની માહિતી નિયત ફોર્મમાં ભરી વર્ડ કે એક્સેલ ફોર્મેટમાં બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયા ને ઇ મેઈલ દ્વારા મોકલવાની છે. મોટાભાગના સ્થાનિક બાર દ્વારા પોતાના બાર માટે ગૂગલ ફોર્મ તૈયાર કરવામાં આવ્યા છે. સમય ખૂબ ઓછો હોય ટેકનૉલોજિનો ઉપયોગ કરી આ માહિતીઓ ભેગી કરવા મહેનત કરી રહ્યાના સમાચાર છે. ભવ્ય પોપટ, એડિટર