અંતે 2 વર્ષ બાદ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અપેલેટ ટ્રિબ્યુનલ ની સ્થાપના અંગે નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું!!!

Spread the love
Reading Time: 2 minutes

તા. 23.08.2019: કેન્દ્ર સરકાર દ્વારા તારીખ 21 ઓગસ્ટ 2019 ના રોજ જાહેરનામું બહાર પડી ને દેશભર માં 28 જી.એસ.ટી. ટ્રિબ્યુનલ ની સ્થાપના કરવાની જાહેરાત કરેલ છે. આ બેન્ચ માં મોટા ભાગ ના રાજ્યો ને પોતાની અલગ જી.એસ.ટી. ટ્રિબ્યુનલ ફાળવવામાં આવેલ છે. આસામ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, નાગાલેંડ તથા સિક્કિમ ના પૂર્વોતર રાજ્યો માટે એક સાયુક્ત ટ્રીબ્યુનલ ફાળવવા માં આવેલ છે. આ સાયુક્ત બેન્ચ આસામ ની રાજધાની ગૌહાતી ખાતે રહેશે. હજુ અમુક રાજ્યો માં આ બેન્ચ અંગે જાહેરનામા કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એવું માનવમાં આવી રહ્યું છે કે આ રાજ્યો માં બેન્ચ ક્યાં સ્થળ ઉપર સ્થાપવી તે અંગે સરકાર દ્વિધા માં હોય શકે છે. આવા રાજ્યો માં મધ્ય પ્રદેશ, રાજસ્થાન જેવા મોટા રાજ્યો નો સમાવેશ થાય છે. જે કેન્દ્રશાશીત પ્રદેશ માં વિધાનસભા નથી તેવા પ્રદેશો ની જી.એસ.ટી. ટ્રિબ્યુનલ મોટાભાગે તેમના હાઇકોર્ટ ના કાર્યક્ષેત્ર ને આધીન રાખવામા આવેલ છે. ઉદાહરણ તરીકે દમણ તથા દીવ માટે ની ટ્રિબ્યુનલ મહારાષ્ટ્ર ખાતે રહેશે. અમુક મોટા રાજ્યો માં રાજ્ય ની મુખ્ય ટ્રિબ્યુનલ ઉપરાંત એરિયા બેન્ચ ની સ્થાપના કરવામાં આવેલ છે. આ રાજ્યો માં આંધ્રા પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર તથા પશ્ચિમ બંગાળ નો સમાવેશ થાય છે. ગુજરાત ખાતે અમદાવાદ માં ટ્રિબ્યુનલ ની મુખ્ય બેન્ચ રહેશે. આ ઉપરાંત રાજકોટ તથા સુરત ખાતે એરિયા બેન્ચ રહેશે.

ઉલ્લેખનીય છે કે જી.એસ.ટી કાયદા હેઠળ ની બીજી અપીલ ટ્રિબ્યુનલ માં કરવાની રહે છે. બે વર્ષ થી વધુ સમય સુધી આ ટ્રિબ્યુનલ બેન્ચ ની સ્થાપના ના થતાં કરદાતાઓ અનેક હાડમારીઓ નો સામનો કરી રહ્યા હતા. આ બેન્ચ ક્યાં અને કેટલી રહેશે તેની જાહેરાત તો થઈ ગઈ છે પરંતુ હવે આ ટ્રિબ્યુનલ ની જગ્યા ફાળવણી, સ્ટાફભરતી વગેરે જલ્દી થી થાય અને આ બેન્ચ કામકાજ જલ્દી શરૂ કરે તેવી આશા. સમગ્ર ભારત માં ખૂબ મોટા પ્રમાણ માં પ્રથમ અપીલ ફાઇલ કરવામાં આવેલ છે. અપીલ અધિકારીઓ પોતાનું નામ ના આપવાની શરતે જણાવે છે કે ટ્રિબ્યુનલ ના હોવાના કારણે અપીલ ના ચલાવવા તેઓને મૌખિક સૂચના ઑ પણ આપવામાં આવેલ છે!!! આને કહેવાય પાડા ના વાંકે પખાલી ને ડામ!!!! ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે

error: Content is protected !!