નાણાં મંત્રી નિર્મલા સિથારમન દ્વારા રજૂ કરાયું “બજેટ આફ્ટર બજેટ”!!!

Spread the love
Reading Time: 2 minutes

તા. 23 ઓગસ્ટ 2019: મોદી કેબિનેટ માં નાણાં મંત્રી નિર્મલા સિથારમન દ્વારા આજે નેશનલ મીડિયા સેન્ટર દિલ્હી પરથી એક પ્રેસ કોન્ફરન્સ કરી ભારતીય અર્થતંત્ર માટે નીચેની જાહેરાતો કરેલ છે. આ પ્રેસ કોન્ફરન્સ માં રાજ્ય કક્ષા ના નાણાં મંત્રી અનુરાગ ઠાકોર તથા રેવન્યુ સેક્રેટરી વગેરે જોડાયા હતા.

1. ભારત ની આર્થિક હાલત ખૂબ સારી

2. ભારત ના અર્થતંત્ર ની ગતિ વૈશ્વિક રીતે અન્ય દેશો કરતા આગળ.

3. સરકાર માટે આર્થિક પ્રગતિ હજુ સૌથી મુખ્ય ઉદ્દેશ.

4. ઇન્કમ ટેક્સ તથા GST હેઠળ સરળતા તથા પારદર્શિતા સૌથી મહત્વનો ઉદ્દેશ. વિજયાદશમી થઈ ઇન્કમ ટેક્સ રિટર્ન સ્ક્રુટીની ફેસલેસ.

5. જી.એસ.ટી.એન. સાથે રવિવારે GST રિફંડ અંગે મહત્વની બેઠક

6. લેબર કાયદા માં સરળતા લાવવા પ્રયાસો. જયુરિસડીક્શન ફ્રી રજીસ્ટ્રેશન, 48 કલાક માં ઇન્સ્પેકશન રિપોર્ટ્સ.

7. કંપની રજીસ્ટ્રેશન 1 દિવસમાં, સે તરલ રજીસ્ટ્રેશન પ્રોસેસ, ક્રિમિનલ સજાના બદલે આર્થીક પેનલ્ટી ને મહત્વ. ક્રિમિનલ સજા ને કંપની કાયદામાંથી લગભગ જાકારો.

8. કોર્પોરેટ સોશિયલ રિસ્પોનસીબીલીટી માં ચૂક હવે ક્રિમિનલ જવાબદારીને બદલે સિવિલ જવાબદારી.

9. 01 ઓક્ટોબર 2019 પછી થી ઇન્કમ ટેક્સ ની તમામ નોટિસ, ઓર્ડર વગેરે સેન્ટ્રલ સર્વર માંથી આપવામાં આવશે. આ નોટિસ માં યુનિક નમ્બર હંમેશા દર્શાવવા ના રહેશે.

10. DIN વગર ના કોઈ પણ નોટિસ, ઓર્ડર ની કોઈ યથાર્થતા રહેશે નહીં.

11. જૂની નોટિસો નો નિકાલ 30 સપ્ટેમ્બર 2019 સુધીમાં કરવામાં રહેશે. 01.10.19 થી નવી નોટિસ એવી જરૂરી.

12. 01 ઓક્ટોબર થી નોટિસ નો નિકાલ 03 મહિનામાં કરવો જરૂરી.

13. બજેટ માં દર્શાવેલ લોન્ગ ટર્મ તથા શોર્ટ ટર્મ વધારાના સરચાર્જ નાબૂદ કરવામાં આવશે.

14. DPIIT સાથે એનરોલ થયેલ સ્ટાર્ટઅપ ને ઇન્કમ ટેક્સ ની કલમ 56(2) માંથી મુક્તિ.

15. સરકારી બેંકો માટે 70 હજાર કરોડ ની ફાળવણી. વધારાની બેંકો તથા NBFC માટે સાનુકૂળ જાહેરાતો.

16 તમામ બેંકો હવે RBI ના ઘટાડેલા દરો ને ગ્રાહકો સુધી પહોંચાડેવા કટિબદ્ધ.

17. 15 દિવસ માં સરકારી બેંકો દ્વારા લૉન પૂર્ણ થતાં ડોક્યુમેન્ટ પરત કરવાની જવાબદારી.

18. લૉન ના ગ્રાહકો ની અરજી ઓનલાઈન ટ્રેક કરવાની સુવિધા આપવામાં આવશે.

19 વન ટાઈમ સેટલમેન્ટ માટે પારદર્શી પોલિસી લાવવા બેન્ક ઉપર દબાણ.

20 NBFC પણ હવે બેન્ક દ્વારા કરેલ આધાર KYC નો ઉપયોગ કરી શકાશે.

21. GST બાકી રિફંડ MSME ને આજથી 30 દિવસમાં ચૂકવી આપવામાં આવશે.

22. દરેક MSME GST રિફંડ ની હવે પછીની અરજીનો નિકાલ 60 દિવસમાં કરવામાં આવશે.

23. TReDS હેઠળ રજિસ્ટર્ડ MSME ને કંપની પેમેન્ટ માં પ્રાયોરિટી.

24. MSME ની વ્યાખ્યા નું એકીકરણ કરવામાં આવશે.

25 બોન્ડ ડીપનિંગ ની સિસ્ટમ માં સુધારો.

26. સરકારી કોન્ટ્રાકટ ઉપર ની મોડી ચુકવણી તુરંત કરવામાં આવશે.

27. 100 લાખ કરોડ ના ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામો જલ્દીથી કરવામાં આવશે.

28. BS IV વિહિકલ કે જે 31.3.2020 સુધી ખરીદવામાં આવે તે તમામ રોડ ઉપર ચાલી શકશે.

29. રિવાઇસડ રજીસ્ટ્રેશન ફી જૂન 2020 સુધી મુલત્વી.

30 માર્ચ 2020 સુધી ખરીદેલ તમામ વાહનો માટે નો ઘસારો 30% કરવામાં આવ્યો.

31. ઇલેક્ટ્રિક વિહિકલ ની સાથે BSIV વાહનો ની નોંધણી ચાલુજ રહેશે.

32. સરકારી ખાતા ને નવા વાહનો ખરીદવા પ્રોત્સાહન આપવામાં આવશે.

33. વાહનો માટે સ્ક્રેપેજ પોલિસી લાવવામાં આવશે.

34. મુંબઇ , દિલ્હી વગેરે ના ઘર ખરીદનારા જેમના પ્રોજેકટ અટકેલા છે તેમના માટે ટૂંક સમય માં સારી જાહેરાતો.

35. ટૂંક સમયમાં (લગભગ બે અઠવાડિયામાં) બીજી બે પ્રેસ કોન્ફરન્સ. જેમાં આર્થિક સુધારા ને વેગ આપવા મહત્વની જાહેરાત કરવામાં આવશે.

36. નાણાં મંત્રી દ્વારા જાહેરાત: તેઓ દરેક રાજ્ય ના ટેક્સ ઓથોરિટી ને મળી ટેક્સ ના ટાર્ગેટ પુરા કરવા કડક બનવા કરતા ટેકનોલોજી નો ઉપયોગ કરવા જણાવવામાં આવશે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે

error: Content is protected !!