જી.એસ.ટી. અધિકારીઓએ કરવાની થતી “એન્ટિ પ્રોફિટરિંગ” કાર્યવાહીમાં COVID 19 ના કારણે કરવામાં આવ્યો વધારો
Reading Time: < 1 minute
જી.એસ.ટી. કાયદા હેઠળ અધિકારી દ્વારા કરવાની થતી “એન્ટિ પ્રોફિટરિંગની”કામગીરીની મુદતમાં COVID 19 ના કારણે ફરી વધારો કરવામાં આવ્યો છે. નોટિફિકેશન ૩૫/૨૦૨૦ માં સુધારો કરી હવે અધિકારીઓએ ૨૦ માર્ચથી ૨૯ નવેમ્બર સુધીમાં પૂરી કરવાની થતી કાર્યવાહી 30 નવેમ્બર સુધીમાં પૂરી કરી શકશે તે અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા ૬૫/૨૦૨૦, તા. ૦૧.૦૯.૨૦૨૦ બહાર પાડી આ સુધારો કરવામાં આવ્યો છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે
GST Notification 65/2020: ctNoti65