જી.એસ.ટી. કાયદા હેઠળ કંપોઝીશન માં આવ્યા મહત્વના સુધારા:  આ જાણવા છે દરેક માટે જરૂરી!!

Spread the love
Reading Time: < 1 minute

તા. 24.06.2020: જી.એસ.ટી. કાયદા હેઠળ 24 જૂન ના રોજ મહત્વના જાહેરનામા બહાર પાડી, મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. આ ફેરફારો જાણવા સૌ માટે જરૂરી છે. આ જાહેરનામાની સરળ ભાષામાં સમજૂતી આપવા આ લેખમાં પ્રયાસ કરવામાં આવ્યો છે.

નોટિફિકેશન: 50/2020, તા. 24.06.2020: કંપોઝીશન ના નિયમોમાં ફેરફાર

01.04.2020 થી કંપોઝીશન હેઠળ જે વેરો ભરવા નો આવશે તે નીચે મુજબ રહેશે.

ક્રમ જી.એસ.ટી. હેઠળ કલમ કરદાતાઓ નો પ્રકાર વેરા નો દર
1 કલમ 10 ની પેટા કલમ 1 અને 2 ઉત્પાદકો (આ દર સરકાર દ્વારા જાહેર કરાયેલ ખાસ ઉત્પાદકોને લાગુ પડશે નહીં) પોતાના કુલ ટર્નઓવર ના 1%

(CGST 0.5 + SGST 0.5)

(ઉત્પાદકોએ પોતાના કરમુક્ત સહિતના કુલ ટર્નઓવર ઉપર જી.એસ.ટી. ભરવાનો રહે છે)

2 કલમ 10 ની પેટા કલમ 1 અને 2 રેસ્ટોરન્ટ ની સેવા આપતા કરદાતા પોતાના કુલ ટર્નઓવર ના 5%

(2.5% CGST+2.5% + 2.5% SGST)

3 કલમ 10 ની પેટા કલમ 1 અને 2 ઉપર જણાવેલ સિવાય ના કરદાતા જેવા કે ટ્રેડર્સ-વેપારીઓ કરપાત્ર માલ તથા સેવા ના 1%

(CGST 0.5 + SGST 0.5)

 

4 કલમ 10 ની પેટા કલમ 2A જે કરદાતાઓ ઉપર મુજમ કંપોઝીશન માં ના જય શકે તેવી સેવા પ્રદાન કરે છે તેવા સેવા કરદાતાઓ કરપાત્ર માલ તથા સેવાઓ ઉપર 6%

( 3% CGST+ 3% SGST)

          

સંપાદક નોંધ: કંપોઝીશન કરદાતા કે જેઓ પોતાના મુખ્ય ધંધા ઉપરાંત સેવા પ્રદાન કરે તે અંગે ક્યાં દરે વેરો લાગુ પડે તે બાબતે અનેક પ્રશ્ન ઉઠી રહ્યા હતા. આ જાહેરનામા દ્વારા આ બાબતે ખુલાસો થઈ ગયો છે. મારા અંગત માટે, આ દરો 01.04.2020 થી લાગુ પડે. આ કારણે 31.3.2020 સુધી ટ્રેડરે આપેલ સેવા માટે, જે તે સેવા ના રેગ્યુલર દરે વેરો ભરવાનો થાય તેવું અર્થઘટન કોઈ કરી શકે.

 

error: Content is protected !!