COVID-19 ના કારણે ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ મુદતો વધારવામાં આવી

Spread the love
Reading Time: < 1 minute

ઇન્કમ ટેક્સ હેઠળ 2018-19 ના રિટર્ન 31 જુલાઇ 2020 સુધી ભરી શકાશે

તા. 24.06.2020: COVID 19 ના કારણે ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ ની નીચે મુજબની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે.

  1. 2018-19 ના નાણાકીય વર્ષ માટેના ઇન્કમ ટેક્સ રિટર્ન હવે 31 જુલાઇ 2020 સુધી ભરી શકાશે.
  2. 2019-20 ના નાણાકીય વર્ષ માટેના ઇન્કમ ટેક્સ રિટર્ન હવે 30 નવેમ્બર સુધી ભરી શકશે.
  3. 2019 20 ના ક્વાટર 4 ને લગતા TDS-TCS રિટર્નની મુદત વધારી 31 જુલાઇ કરવામાં આવી.
  4. કર્મચારીને આપવાનું થતું ફોર્મ 16, હવે 15 ઓગસ્ટ સુધી આપી શકાશે.
  5. ઇન્કમ ટેક્સ હેઠળ બાદ મળતા રોકાણો 2019-20 માટે, હવે 31 જુલાઇ સુધી કરી શકાશે.
  6. ઇન્કમ ટેક્સ હેઠળ ના ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાની મુદત 31 ઓક્ટોબર સુધી વધારવામાં આવી છે.
  7. ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાંની મુદતમાં વધારા સાથે ઇન્કમ ટેક્સ ભરવાં માટે નું વ્યાજ સામાન્ય સંજોગોમાં માફ કરવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું છે. પણ જે કરદાતાનો ભરવાપાત્ર ટેક્સ 1 લાખ થી વધુ હોય તેમને આ વ્યાજ મુક્તિ લાગુ પડશે નહીં.
  8. ઇન્કમ ટેક્સ હેઠળની અધિકારીઓ દ્વારા કરવાની થતી કાર્યવાહીની મુદતો માં પણ વધારો કરવામાં આવેલ છે.
  9. આધાર સાથે PAN લિંક કરવાની મુદત 31.03.2021 સુધી વધારવામાં આવેલ છે.
  10. ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ મિલ્કત વેચાણના નફા ઉપર મુક્તિ મેળવવા કરવાના થતા રોકાણો ની મુદત 30.09.2020 સુધી લંબાવવામાં આવેલ છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા ઇન્કમ ટેક્સ હેઠળ અગાઉ મુદત વધારવામાં આવી હતી. કોરોના નો ખતરો હજુ ટળ્યો ના હોય આ મુદતો વધારી કરદાતાઓ ને રાહત આપવામાં આવી છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે.

નોટિફિકેશન: 220145 Notification 24062020 Extension of various Due Dates

 

error: Content is protected !!