ટેક્સ ટુડે ન્યૂઝ પેપર તથા DSC પબ્લિક સ્કૂલ દ્વારા આયોજિત નિબંધ સ્પર્ધા ના પરિણામો વાંચો:

Spread the love
Reading Time: 2 minutes

વાંચક મિત્રો, ટેક્સ ટુડે તથા DSC પબ્લિક સ્કૂલ ઉના દ્વારા COVID-19 નિબંધ સ્પર્ધા જાહેર કરવામાં આવેલ હતી. આ સ્પર્ધામાં 22 બાળકોએ હિસ્સો લીધો હતો.  તમામ બાળકોએ ખૂબ સરસ પ્રયાસ કર્યો હતો. તમામ બાળકોએ મૌલિક રીતે COVID-19 અંગે નિબંધ લખ્યો હતો. આ સ્પર્ધામાં ખૂબ તીવ્ર હરીફાઈ હતી. જજ તરીકે DSC પબ્લિક સ્કૂલ ના શિક્ષક સંગિતાબેન ખેંગાર તથા મે, ભવ્ય પોપટ એ સેવા આપી હતી. આ લેખ માં મૌલિકતાને સૌથી મહત્વ નો માપદંડ રાખવામા આવ્યો હતો. નીચેના સ્પર્ધકો ને 1 થી 3 નંબર ઉપર આવે છે.

1. હેતવી વિજયકુમાર લાખાણી

2. શિવમ ભોગોટા

3. કોમલ વાળા

બાળકો તમે તમામ એ સરસ પ્રયાસ કર્યા. ઉપર ના વિજેતાઓ ને પરિતોષિક ઉપરાંત ભાગ લેનાર તમામ બાળકો ને સર્ટિફિકેટ આપવામાં આવશે. ભાગ લેનાર તમામ બાળકો ને વિનંતી કે આપનું પૂરું નામ, ધોરણ તથા પૂરું સરનામું અમને 9924121700 ઉપર વોટ્સએપ અથવા taxtodayuna@gmail.com પર ઇ મેઈલ દ્વારા મોકલી આપશો. 

લોકડાઉન ની આ પરિસ્થિતિમાં ઇનામો તથા સર્ટિફિકેટ લોકડાઉન પછી જ આપી શકીશું. જજ તરીકે સેવા આપનાર સંગિતાબેન નો ખાસ આભાર. ભાગ લેનાર બાળકો ના પેરંટ્સ નો પણ આ તકે ટેક્સ ટુડે ન્યૂઝ પેપર તથા DSC પબ્લિક સ્કૂલ વતી ખાસ આભાર. અમારી વેબસાઇટ www.taxtoday.co.in ઉપર જઇ નોટિફિકેશન અપડેટ કરો તથા અમારી એનરોઈડ એપ “ટેક્સ ટુડે” ડાઉનલોડ કરવા નમ્ર વિનંતી. DSC Public School ની Youtube channel ઉપર આપ અમર શાળા ના પ્રોગ્રામ નિહાળી શકો છો.  ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે.

1 થી 3 ઉપર આવનાર સ્પર્ધક ના Essay વાંચકો ના લાભાર્થે મૂક્યા છે.

Hetvi VIjaykumar Lakhani

Vala Komal Sureshbhai


અગાઉ નો લેખ છે.

ટેક્સ ટુડે તથા DSC પબ્લિક સ્કૂલ ઉના આયોજિત  COVID-19 ઉપર નિબંધ સ્પર્ધા ની વિગતો

1. આ સ્પર્ધામાં ગુજરાતના કોઈ પણ ગામના સ્પર્ધકો ભાગ લઈ શકશે.

2. ધોરણ 3 થી 8 (ધોરણ 3 થી 8 ની પરીક્ષા આપી હોત તેવા બાળકો) સુધીના તમામ બાળકો આ સ્પર્ધામાં ભાગ લઈ શક્શે.

3. નિબંધની ભાષા હિન્દી, ગુજરાતી અથવા અંગ્રેજી હોય શકે છે. આ નિબંધ COVID-19 ઉપર લખવાનો રહેશે.

4. નિબંધ નો ફોટો પાડી 9924121700 ઉપર વોટ્સ એપ દ્વારા અથવા taxtodayuna@gmail.com ઉપર મેઈલ દ્વારા મોકલી શકાશે.

5 નિબંધ મોકલવાની છેલ્લી તારીખ 30.04.2020 રહેશે.

6. નિબંધ સ્પર્ધકે પોતાની જાતે લખવાનો રહેશે. હા, ટાઈપ કરીને પણ નિબંધ મોકલી શકાશે. પેરન્ટસ પાસેથી સમગ્ર મદદ લઈ ને નિબંધ “ના” લખવામાં આવે તે જરૂરી છે. શોર્ટ લિસ્ટ થયેલ સ્પર્ધકોને નિબંધ વિશે પ્રશ્ન કરવા આયોજક હકદાર રહેશે.

7. બાળકોમાં લખવાની આદત નો વિકાસ થાય તે આ સ્પર્ધાનો ના આયોજનનો મુખ્ય હેતુ છે. DSC પબ્લિક સ્કૂલ એવી આશા રાખે છે કે આ પ્રકારની સ્પર્ધા થી બાળકો ની લખવાની તથા વિચારવાની આદત પડે.

8. ઇનામો બાબતે નિર્ણાયકો નો નિર્ણય આખરી ગણાશે.

9. આયોજકો ને આયોજન અંગે ફેરફાર કરવાનો હક્ક રહેશે.

10. ભાગ લેનાર તમામ ને સર્ટિફિકેટ આપવામાં આવશે. 1 થી 3 નંબર ઉપર આવનાર ને “શિલ્ડ” (મોમેન્ટો) આપવામાં આવશે.

આ અંગે કોઈ પ્રશ્ન હોય તો આપ 9924121700 ઉપર વોટ્સએપ અથવા taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. 

error: Content is protected !!