દિપાવલી પર્વોની ટેક્સ ટુડે ટિમ વતી હાર્દિક શુભકામનાઓ…

Spread the love
Reading Time: < 1 minute

દિવાળીના તહેવારો નિમિતે ટેક્સ ટુડેની વોટ્સ એપ અપડેટ્સ મંગળવાર સુધી રહેશે બંધ

તા. 13.11.2020: પ્રિય વાંચક મિત્રો, ટેક્સ અંગેની અપડેટસ આપને અમો સતત પહોચડવા પ્રયાસો કર્યા છે. દિવાળીના તહેવારો નિમિતે અમારી અપડેટ્સ આવતા મંગળવાર સુધી બંધ રહેશે. “સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટસના” કૉલમ પણ આ સોમવારે બંધ રહેશે. અમે, ટેક્સ ટુડેમાં માનીએ છીએ કે ટેક્સ પ્રોફેશનમાં/ટેક્સ ફિલ્ડમાં હોવાથી આપ સમગ્ર વર્ષ ટેક્સ-કાયદાની માયાજાળથી ઘેરાયેલા રહેતા હોય તે સ્વાભાવિક છે. તહેવારોના આ દિવસોમાં અમારા એક્સપર્ટસ, લેખકો તથા આપ વાંચકો પણ ટેક્સ કે કાયદાની આ માયાજાળમાંથી થોડા દૂર રહી, પરિવાર તથા આપના પોતાના સાથે થોડો સમય વ્યતીત કરો તેવી ખાસ અપેક્ષા છે.  આ સમય દરમ્યાન કોઈ પણ ઈમરજન્સી અપડેટ હશે તો તે લેવા ચોક્કસ પ્રયત્ન કરીશું. તહેવારોના આ દિવસોમાં અપડેટ્સ વોટ્સ એપમાં મોકલી આપના તહેવારોમાં ખલેલ ન પહોચે તે હેતુથી માત્ર ઓટોમેટિક ઇ મેઈલ જનરેટ કરીશું. જો આપે હજુ અમારી વેબસાઇટના ઓટોમેટિક ઇ મેઇલ સેવા શરૂ કરાવી ના હોય તો આજેજ  https://taxtoday.co.in/get-news-on-mail પર આપનું ઇ મેઇલ રજીસ્ટર કરાવવા વિનંતી.

આપને તથા આપના સમગ્ર પરિવારને સંપૂર્ણ ટેક્સ ટુડે ટિમ વતી દિવાળી પર્વ તથા નવા વર્ષની હાર્દિક શુભ કામનાઓ. આપ સૌના સહયોગ જેવો ભૂતકાળમાં મળેલ છે તેવો જ સહકાર આવનારા સમયમાં પણ મળે તેવી અપેક્ષા. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

 

error: Content is protected !!