નોટબંધીના આ ચાર વર્ષ!!! શું આવ્યો ફેરફાર, શું આવી શકે છે ફેરફાર????

Spread the love
Reading Time: 11 minutes

શું બદલાયું છે જમિની સ્તરે? આવો જાણીએ તજજ્ઞો તથા વેપારી અગ્રણીઓ પાસેથી….

ભાઈઓ તથા બહેનો…. 08 નવેમ્બર 2016ના રોજ રાત્રિના 8 કલાકે જ્યારે પ્રધાનમંત્રી મોદીએ નોટબંધીની જાહેરાત કરી અને ભારત અને ભારતીયોના જીવનમાં અભૂતપૂર્વ પરીવર્તન આવી ગયું. આજે આ નોટબંધીની જાહેરાતને ચાર વર્ષનો સમય વ્યતીત થઈ ગયો છે. શું હતો આ નોટબંધીનો હેતુ?? શું આ હેતુ ચાર વર્ષ બાદ પૂર્ણ થયો છે?? શું પરિસ્થ્તિ છે જમીનીસ્તરે ચાર વર્ષ પછી?? આ લેખમાં વેપારી આગેવાનો, ટેક્સ ક્ષેત્ર સાથે જોડાયેલ નિષ્ણાંતો, ડોક્ટર સાથે આ પ્રશ્નો અંગેના વિચારો રજૂ કરી વાસ્તવિક્તા દર્શાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે. આ લેખમાં અમે આગેવાનોને નીચેના પ્રશ્નો ઉપર પોતાના વિચારો રજૂ કરવા આગ્રહ કરવ્યો હતો.

  • શું જમીની સ્તરે નોટબંધી બાદ રોકડનું ચલણ ઘટ્યું? શું નોટબંધી બાદ બેન્ક-ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધ્યો છે?
  • શું રહ્યો છે અવરોધ નોટબંધી સફળ થવામાં?
  • શું નોટબંધી બાદ લોકોની માનસિકતામાં કોઈ ફેર આવ્યો છે?
  • શું નોટબંધી બાદ ટેક્સ ભરનારાઑની સંખ્યામાં વધારો થયો છે?

 

દીપકભાઈ પોપટ, વરિષ્ઠ રેવન્યુ એડવોકેટ, ઉના

એક એડવોકેટ તરીકે હું માનું છું કે નોટબંધી આર્થિક રીતે કદાચ જોઈએ તેટલી સફળ ના રહી હોય પણ લોકોની માનસિકતા બદલવામાં ચોક્કસ સફળ રહી છે. રેવન્યુ એડવોકેટ તરીકે હું શાક્ષી છું કે જે લોકો મિલકતના વ્યવહારો બેન્ક વડે કરવાનું ટાળતા હતા તેઓ હવે બેન્ક વડે વ્યવહાર કરવાનો આગ્રહ કરે છે. આ ઉપરાંત ટેક્સ ભરવા અને રિટર્ન ભરવા માટેના વિચારોમાં સકારાત્મક પરીવર્તન પણ આવ્યું છે એવું હું માનું છું.

CA ચિંતન પોપટ, વડોદરા, કો-એડિટર, ટેક્સ ટુડે

નોટબંધી બાદ ચોક્કસ  પણે લોકોના અભિગમમાં  ફરક પડ્યો છે, પરંતુ રોકડ વ્યવહારોને શૂન્યવત કરવા, ભારત દેશના  દરેક  નાગરિક માટે નાના ગામોમાં પણ માળખાગત સુવિધાનો અભાવ (અવિરત ઈન્ટરનેટ,પ્લાસ્ટિક મની એટલે  કે ડેબિટ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ) હોવાના કારણે હજુ પણ મહદ અંશે દૂર છે. રોકડા વ્યવહારો હજુ પણ મોટા પ્રમાણમા કરવામાં આવે છે. નોટબંધી વખતે મારા મત મુજબ અમુક લોકોએ નાના આર્થિક ફાયદા માટે પોતાના બેંક ખાતામાં જૂની  ચલણી નોટો જમા કરાવી  નવી ચલણી નોટો બદલી કરાવી આપી એ સૌથી મોટો અવરોધ ગણી  શકાય. જયારે નોટબંધી લાગુ થઈ ત્યારે જે લોકો પાસે કાળું નાણું હતું એમની રાતોની ઊંઘ ઉડી ગઈ હતી  પરંતુ, 2000 જેટલી  મોટા આંક વાળી ચલણી નોટો  એ પાછો કાળા નાણાંનો  સંગ્રહ સરળતાથી વધારવાનો મોકો આપ્યો. લોકોની માનસિકતા કરતા મારા મત મુજબ માળખાગત ફેરફારો વધારે મહત્વનો ભાગ ભજવે છે. એક  ઇકોનોમિક સર્વે મુજબ, નોટબંધી બાદ, ઇનકમ ટેક્સ ભરવા વાળા લોકોની સંખ્યામાં માસિક 0.8% એટલે કે વાર્ષિક 10% લોકોનો વધારો જોવા મળ્યો પરંતુ  આજે પણ  ટેક્સ ભરવા વાળો વર્ગ, દેશની  કુલ જન સંખ્યાના  પ્રમાણે બહુ જૂજ ગણી શકાય. મારે ટેક્સ ટુડે ના  એડિટર અને વકીલ  ભવ્યભાઈ પોપટના આ  આર્ટિકલના માધ્યમથી સરકારને એવું સૂચન કરવું છે કે જો ટેક્સ ભરવા વાળા વર્ગેને જો કોઈ ચોક્કસ ફાયદો જેમ  કે સ્વાસ્થ્ય, શિક્ષણ, સુરક્ષા  કે સરકારી સેવામાં રાહતો અથવા તો પ્રાથમિકતા આપવામાં  આવે  તો આ હકારાત્મ પગલાંથી વધારે લોકો ને ટેક્સ ભરવા પ્રેરાય શકે છે.

ડો. આશિષ વકીલ, ગાયનેકોલોજિસ્ટ, સેક્રેટરી- ઉના IMA,  ઉના

એક તબીબી  તરીકે ઘણા બધા પ્રકારના લોકો સાથે મુલાકાત થતી હોય છે. અવારનવાર નોટબંધી અંગેની ચર્ચા પણ થતી હોય છે. મારા મતે નોટબંધી બાદ રોકડના ચલણમાં અંદાજિત ૧૦% જેવો ઘટાડો થયો હશે એવું મારૂ માનવું છે. ડેબિટ-ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ચોક્કસ વધ્યો છે. હજુ પણ દરેક જગ્યા એ  ક્રેડીટ કાર્ડ મશીન કે ચેકની પ્રબળ નીતિ અને લોકોના એજ્યુકેશનના અભાવે પણ લોકો બેંકમાં જવાનું ટાળે છે અને બેંક વહીવટ કરવાનું ટાળે છે. ચોક્કસ ઘણા બધા લોકોની માનસિકતામાં નોટબંધી બાદ ફેર આવ્યો છે. હવે વધુ પ્રમાણમા લોકો ઓનલાઈન પેમેન્ટ કરે છે અને ચેક આપવામાં પણ આગ્રહ રાખે છે. નોટબંધી કેટલી સફળ થઈ તે અંગે અલગ અલગ વિચારો હોય શકે પણ હું એટલું ચોક્કસ માનું છું કે વડાપ્રધાન મોદી દ્વારા અલગ અને આકરું પગલું ઉઠાવવામાં આવ્યું હતું. દેશના ભવિષ્ય મતે આ પ્રકારના પગલાં લાંબાગાળે ચોક્કસ ઉપયોગી સાબિત થશે તેવું હું દ્રઢપણે માનું છું.

CA Divyesh Sodha, Member Direct Tax Committee-WIRC, Tax Today Expert, Porbandar

Instead of giving my opinion on demonetization in simple words, I would like to present one story:

How we see the same situation from different perspectives…

*Exhibit A*

*_A Small Story_*

To hunt crocodiles, the pond was dried.

No crocodiles were found because they can live on land too.

But all the small fish died.

This story has nothing to do with Demonetisation.

*Exhibit B*

*_The longer version of the small story_*

In another village the pond had really dirty water .. For years (about 60) despite having a huge pond poor farmers had to look upwards to the sky for water for their families ..the pond was never cleaned. The crocodiles were never hunted and no one cared if the fishes died. The water remained murky and could never be used for drinking. The entire village never grew to its potential. Then one day a man took upon himself the challenge and decided to clean the water. Some people who used to sell water tankers to the villagers were not happy and they did every bit to make sure that the man would not succeed. They threw back dirt in water. They pulled out the dead fish and called it outcome of water cleaning act. They blamed it on the guy who was cleaning the water.

While most saw what was happening some still went wayward.

These guys now said that they could still see the crocodile in the water. They said hey.. The crocodiles are still there .. We can clearly see them. So what’s changed

Now that’s the moral of the story.. This was never about hunting the crocodile..

This was always about giving fresh water to the village and to make sure the crocs are visible. So that if they need to be hunted they can be hunted.

This long story has everything to do with demonetization and as for the man who wanted to clean the water..

He’s now planning other clean ups..So..in the end that’s just how you look at it…

 

CA Monish Shah, Vice President- CA Association Ahmedabad, Tax Today Expert, Ahmedabad

The cash transaction has not reduced even in spite of Demonetization. The amount to be exchanged and printed were to be disproportioned, however finally when it got printed almost same number of money was printed. In addition, there was no backup plan. As we all know India has parallel economy and without any plans or proper preparations it was launched which made it least appreciated initiative. It was taken more as winning UP election then as a national event. As an individual I believe Tax Evaders found their way out from Demonetization.

અબ્બાસભાઈ સૂમરાણી, પ્રમુખ ગ્રેન મર્ચન્ટ એસો.

મારો અનુભવ મુજબ નોટબંધી બાદ “કેશલેસ” વ્યવહારોમાં મોટા પ્રમાણમા વધારો થયો છે. કરિયાણા જેવા ધંધામાં પણ ચેક-કાર્ડનું પેમેન્ટ વધી ગયું છે. હું માનું છું કે બેન્કના વિવિધ ચાર્જ જેવાકે MDR (મર્ચન્ટ ડિસ્કાઊંટ રેઇટ) ચેક રિટર્ન ચાર્જ વગેરે જો નાબૂદ કરવામાં આવે/ઘટાડવામાં આવે તો “કેશલેસ” વ્યવહારોમાં હજુ વધારો થઈ શકે છે.

CA ASHISH SHAH, Junagadh

નોટબંધીને લીધે કરન્સી નોટનું માત્ર ડિનોમીનેશન અને રંગ બદલાયો છે, રૂપ તો તેનુ તેજ છે.  જમીની સ્તરે ખાસ કરીને નાના શહેરો તથા ગામડાઓમાં રોકડના વ્યવહારો પહેલા જેવાજ છે. ક્રેડિટ કાર્ડની સરખામણી માં યુ.પી.આય. એપલીકેશન તથા આઇ.એમ.પી.એસ. નો ઉપયોગ યુવાનોમાં વધુ જોવા મળે છે. ઓનલાઇન બેંકિંગ ફ્રોડ તથા બેન્કોના નિયમો, ક્રેડિટ કાર્ડના ચાર્જિસ, ને લીધે લોકો ક્રેડિટ કાર્ડ વાપરવામાં ખચકાટ અનુભવે છે. સરકારનું નોટબંધીનું પગલું હકીકતે સારુ હતું પરંતુ, સરકારના પ્લાનિગ વગરના અમલીકરણ તથા લોકોની માનસિકતા, મારા મતાનુસાર નોટબંદીની સફળતામાં અવરોધ રૂપ રહ્યા છે. નોટબંદી પછીના શરૂના બે વર્ષ સુધી એવું મેહસુસ થતું હતું કે ખરેખર લોકોની માનસિકતામાં ફર્ક પડ્યો છે. પરંતુ હાલ ચાર વર્ષ પછી જમીનીસ્તરે એવો કોઈ બદલાવ લાગતો નથી. ટુંકમાં કહીયે તો આ દ્રષ્ટિકોણ સગવડિયા ધર્મ જેવો છે. નોટબંધી બાદ આવકવેરાના રિટર્ન ભરનારાઓ વધ્યા છે નહિ કે ટેક્સ ભરનારાઓ.

 

નિતિનભાઈ શાહ, વેપારી અગ્રણી, અમદાવાદ

નોટબંધી બાદ રોકડનુ ચલણ ઘટ્યું છે અને બેંક વ્યવહારોનું પ્રમાણ વધ્યું છે. મારા મતે નોટબંધીની સફળતા જોઈએ તેના કરતાં ઓછી મળી છે. હા પણ બેંકિંગ વ્યવહાર અંગે લોકોની માનસિકતા થોડી વધી છે. હું એવું પણ માનું છું કે નોટબંધી બાદ ટેક્ષ ભરનાર વર્ગમાં થોડો વધારો થયો છે.

સમીર પી. તેજુરા, કરવેરા સલાહકાર, પોરબંદર

નોટબંધી પછી જમીન સ્તરે રોકડનું ચલણ જેટલું પહેલા હતું એટલું જ છે અને તેથી અર્થતંત્રમાં કોઈપણ રોકડ ચલણમાં ફેરફાર નથી તેવું હું માનું છુ. પણ હા એ હું ચોક્કસ પણે માનું છું કે બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ તથા  વ્યાપ પહેલા કરતાં વધ્યો છે જેના લીધે બેંકોને ખૂબ જ ફાયદો થયો છે. RBI તથા અર્થશાસ્ત્રીઓની સલાહ લઈને ફૂલ પ્રુફ પ્લાનિંગ તથા ચોક્કસ નિયમો અનુસાર જો નોટબંધી કરવામાં આવી હોત તો તે ચોક્કસ સફળ થાત પણ આ નોટબંધી દરમિયાન દરરોજ દરરોજ નવા-નવા નિયમો આવ્યા જેથી તે એટલી સફળ ન રહી જેટલી આશા સેવાઇ રહી હતી. આમાં સૌથી વધારે જન-ધન ખાતા નો ગેરઉપયોગ થયો છે તથા અનેક રાજકીય પક્ષો તથા સહકારી બેંકો એ પણ આનો ખૂબ ફાયદો લીધો છે અને જોવા જેવી તો એક ખૂબી છે કે સો એ સો ટકા જુની નોટો સાથે જાલી નોટો પણ પરત આવી ગઈ જેમાં મોટા પાયે બેંકો પણ સંડોવાયેલ છે તેવું મારૂ માનવું છે. નોટબંધી બાદ પણ નાના તથા મધ્યમ વર્ગના લોકોની માનસિકતામાં કોઈ ફેરફાર નથી આવ્યો અને ઇકોનોમીમાં આજની તારીખે પણ રોકડના વ્યવહારો એટલા જ ચાલી રહ્યા છે. હા, ચોક્કસ પણે કરદાતાઓની સંખ્યામાં નોટબંધી બાદ વધારો આવ્યો છે પણ જોવાની વાત એ છે કે તે લોકો નજીવો કર ભરી રહ્યા છે કારણ કે સામાન્ય કરમર્યાદા પણ આજે પાંચ લાખની છે.

Yash Buddhdev, Advocate, Porbandar

There has been slight dip in cash transactions as people are still in shock regarding any undue hastily decision being taken by government. Day to day changes in rules pertaining to SBN (old notes) deposit and no clear roadmap with concerned department is biggest failure which is harassing assesee as well professionals till date. Introduction of higher value denomination of 2000 has triggered hoarding being made easy. There has been marginal change in mindset of people regarding hoarding of cash but overall sentiments of people not having enough trust on government regarding medical and social security have nullified intention of demonetization. There has been slight uptick in tax payer for year in concern but after that there has been no growth as taxpayer base is concerned. But undue harassment to assesse is being carried out branding every assesse as thief or tax evader have led to assesse being feeling traumatized.

ભાર્ગવ ગણાત્રા, CA સ્ટુડન્ટ, રાજકોટ

નોટબંધી પછી રોકડના ચલણની વાત જુદા જુદા લધુ ઉધોગો અને અમુક અંશે મધ્યમ ઉધોગો ને ધ્યાનમા રાખીને  કરીએ તો તેના પર એની અસર નહીવત ગણી શકીએ. પરંતુ, હા જો ધંધા સિવાય ( વ્યકિતગત ) વપરાશને ધ્યાનમા કરીએ તો સારુ એવુ રોકડ ચલણનો ધટાડો જાણી શકાય છે. જેને પરિણામે બેન્કિગ સેકટરની સેવાઓનો ધણા વ્યક્તિ ઓ લાભ લઈ રહયા હોય એવુ લાગે છે. નોટબંધીનો જે મુખ્ય હેતુ સફળ થવામા જો કોઈ મુખ્ય અવરોધ રહયો હોય તેની વાત કરીએ તો તે માત્ર “સિસ્ટમ ફેલ્યુર”  ગણી શકાય. નોટબંધી પછી વ્યકિતની  રોકડ વપરાશ (વ્યકિતગત વપરાશ માટે) અને કર આયોજન અંગેની માનસિકતા મા સો ટકા જાગૃતતા આવી હોય તેવુ લાગી રહયુ છે. જેને પરિણામે સરકારનુ ડીજીટલ ઈન્ડીયા સપનું ધણા ખરા અંશે સફળ રહયુ છે. નોટબંધી બાદ કર ભરનારની સંખ્યામાં વધારો થયો છે કે નહી તે ચોકકસ કહેવા માટે તો સરકારી આકડાઓનુ અવલોકન જ જરુરી બને .હા પરંતુ, એટલુ ચોક્કસ કહીશ કે વ્યકિતની કર આયોજનની જાગૃતતાને લીધે તે કર જવાબદારી ના આવતી હોવા છતા પણ ઇન્કમ ટેકસનુ રિટર્ન ભરતો જરુર થયો છે.

રોનક પલાણ, CA સ્ટુડન્ટ, કેશોદ

નોટબંધીના કારણે સૌથી મહત્વની અસર એ થઈ કે લોકોએ નાણાંની લેવડ દેવડમાં ટેકનૉલોજિનો ઉપયોગ વધાર્યો. ટેકનૉલોજિ દ્વારા નાણાંની લેવડદેવડ પૂરી પાડતી કંપનીઓ (મોટાભાગે સ્ટાર્ટઅપ્સ) દ્વારા ગ્રાહકોને પોતાના પ્રત્યે આકર્ષવા “કેશબેક” તથા “ડિસકાઉન્ટ” તથા અન્ય ઓફરો આપી. આ કારણે ગ્રાહકોને સીધો ફાયદો થયો. યુવા વર્ગ દ્વારા “કેશલેસ” ઈકોનોમીનો સ્વીકાર સહજતાથી કરવામાં આવ્યો છે. જેની સામે યુવાવર્ગ સિવાયના લોકો આ “કેશલેસ” ઈકોનોમીનો હજુ સ્વીકાર કરવામાં ખચકાટ અનુભવે છે. પણ એટલું તો ચોક્કસ છે કે નોટબંધીથી ઈકોનોમી “Cash Less” નથી થઈ પરંતુ “Less Cash” તો થઈ જ છે.

નીરજ કુંડલિયા, પત્રકાર, રાજકોટ

ભારતમાં નોટબંધી એકંદરે સફળ રહી છે કારણ કે નોટબંધીથી લોકોની માનસિકતામાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. મોટા ભાગના લોકો હવે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છે. જેને કારણે સરકારને ટેક્સની આવક પણ વધી રહી છે. નોટબંધીને કારણે લોકો ઈનકમ ટેક્સ રિટર્ન ભરવાવાળા લોકોની સંખ્યામાં મોટા પ્રમાણે વધારો થયો છે. જેને કારણે સરકાર હવે સાચા લાભાર્થી સુધી યોજના પહોંચાડી શકશે.

CA રાજેશ પાબારી, પ્લેસમેંટ કન્સલ્ટન્ટ, મુંબઈ

મને ચોક્કસ પણે એવું લાગે છે કે નોટબંધી ને લીધે કઇંક અંશે રોકડનું ચલણ હરેક સ્તરે ઘટ્યું છે. નોટબંધી ના લીધે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધ્યો હોય એવું કહી શકાય નહિ, કારણ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધવાના ઘણા બીજા કારણો છે, એમાં નોટબંધી ના પગલાં ને કઈ નિસ્બત હોય એવું સ્પષ્ટ પણે ના કહી શકાય.થોડા અંશે એની અસર ક્રેડિટ કાર્ડના ઉપયોગ ઉપર આવી હોઈ શકે કારણ કે રોકડનો ઉપયોગ ઓછો કરવા વાળા કસ્ટમર્સ હવે ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરતા થઇ ગયા હોય એ શક્ય છે. પણ એમાં બેન્કિંગ સેક્ટરે લીધેલા પગલાઓ અને ઉભરતી ઓનલાઇન કંપનીઓ ઘણે અંશે જવાબદાર છે. નોટબંધી સફળ થવા ના અવરોધ માં આપણે ખુદ છીએ જે લાંચ રુંશ્વતથી કામ ચલાવવામાં પાછા નથી પડતા અને તે લોકો એમાં અવરોધ છે જેઓ ભ્રષ્ટાચારથી રોકડા ના થેલા ભરે છે. તે લોકો ત્યારે પણ ભરતા હતા અને અત્યારે પણ ભરે છે. એવા કેટલા ગરીબ લોકોના ખાતા વાપરી ને લોકોએ પોતાના જૂની નોટોના કાળા ધન ને બહુ નજીવી કિંમત ચૂકવી ને ધોળા કરવામાં સફળ થયા છે, આ બધા પ્રેક્ટિકલ પાસાઓ ને જો શોધવા બેસીએ તો આપણને સમજ માં આવશે કે નોટબંધી શું કામ નિષ્ફળ ગઈ હોઈ શકે. એની ચર્ચા કરવા બેસીએ તો ગામે ગામ સર્વે કરવા નીકળવું પડે અને ગામ ના ગરીબ લોકો સાથે ચર્ચા કરવી પડે. તો આમ ઊંડાના ઉતારિયે એમાં ભલાઈ છે. પણ આ વાતોને ભૂલવી તો ના જ જોઈએ. નોટબંધી બાદ લોકોની માનસિકતામાં થોડો ફેરફાર આવ્યો છે. લોકો બને એટલા પ્રયત્નો કરે છે કે રોકડ રકમો ના વ્યવહાર ઓછા કરે. અને બિઝનેસ માં પણ રોકડ નાણાં નો ઉપયોગ થોડા અંશે ઓછો થયો હોય એવું ચોક્કસ લાગે છે. નોટબંધી બાદ ટેક્સ ભરનારાઓની સંખ્યામાં ઘણો વધારો આવ્યો છે. એમાં અમૂક અંશે નોટબંધી અને અમુક અંશે સરકારના ટેક્સ ચોરી પ્રત્યેના કઠણ પગલાઓ અને કઠણ વલણ જવાબદાર છે. સંપૂર્ણ પણે એમ ના કહી શકાય કે નોટબંધી ને લીધે ટેક્સ ભરનારાઓની સંખ્યા માં વધારો આવ્યો છે. પણ આ એક પગલું લોકોને એ સંદેશ આપવા માં સફળ નીવડ્યું હતું કે જે રીતે દેશ ચાલતો આવ્યો છે એ રીતે હવે નહિ ચલાવી લેવામાં આવે. હવે સીધા થઇ ને સીધી રીતે ચાલસો તો ભલે નહીંતર કાન પકડી ને સીધા કરવા માં આવશે. આ સંદેશ લોકો સુધી પહોંચ્યો છે અને લોકો કહ્યા વગર ટેક્સ ચોરી કરવાનું કાં તો ઓછું કર્યું છે કાં તો બંધ કરી દીધું છે. મહત્વ ની વસ્તુ એ નથી કે નોટબંધીને લીધે ડાયરેક્ટ કેટલા ટેક્સ ભરવા વાળાઓ વધ્યા, મહત્વ ની વસ્તુ એ છે કે સરકાર ના આવા સંદેશ થી ટેક્સ ભરવા વાળાઓ વધ્યા અને જે ભરતા હતા પણ ઓછો ટેક્સ ભરતા હતા એ લોકો સીધા દોર થઇ ને વધારે ટેક્સ ભરવા લાગ્યા. એ કેહવું મુશ્કેલ છે કે બધા ૧૦૦% સાચો ટેક્સ ભારે છે. પણ પેહલા જો ૫૦% ભરી ને કામ ચાલતું હતું તો અત્યારે લોકો ૭૫% તો ભરતા જ હશે અને ઘણા ખરા લોકો ૧૦૦% ભરતા હશે એવી ખાતરી છે. આ બધી વાતો નો સર્વે કરી શકાય નહિ એટલે જે સી એ લોકો અર્થ વ્યવસ્થા ની નજીક છે એમના મંતવ્યો લઇ ને ઘણી વસ્તુ જાણી શકો છો. મે મારા મંતવ્યો મારા ચશ્મા થી જોયેલી મારી દુનિયા ના આધારે આપ્યા છે. પણ મને ખાતરી છે કે મારા મંતવ્યો સંપૂર્ણ પણે સાચા ભલે ના હોય શકે પણ ઘણે અંશે સાચા જ છે એવું હું ખાતરી પૂર્વક કહી શકું છું.

CA કિરણ શોઢા, અમરેલી

એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે, મારો અભિપ્રાય છે કે નોટબંધીના લીધે સરકાર કદાચ કાળુનાણુ જોઈએ એટલા પ્રમાણમાં પકડી નથી શકી પણ લોકો ના પૈસા ઑફિશિયલ ચેનલમાં ફરતા થઇ ગયા જે થી કરી ને લોકો હવે ચેક તથા અન્ય માનનીય ચેનલથી પૈસાનો વ્યવહાર કરે છે. હજી પણ બિઝનેસમેન તથા કરપશન કરનાર લોકો પાસે કાળુ નાણુ છે. સેલેરાઇડ ક્લાસ એકલો એવો છે જે કોઈ પણ જાત ની ચોરી વગર ટેક્સ ભરે છે.

_____________________________________________________________________________________________

નોટબંધીના ચાર વર્ષ બાદ જમીની હકીકતો અંગે અલગ અલગ ક્ષેત્રો સાથે જોડાયેલ વ્યક્તિઓના મત આપવાનો હેતુ એજ છે વિવિધ પ્રકારના અભિપ્રાય દ્વારા વાંચક નોટબાંધીની સફળતા-નિષ્ફળતા, ફાયદા-ગેરફાયદા વિષે પોતાનો અભિપ્રાય બાંધી શકે. આ ઉપરાંત સરકાર-રાજકીય પક્ષો માટે પણ ભવિષ્યમાં આ અંગે નીતિ બનાવવામાં આ પ્રકારના જમીનીસ્તરે કાર્યરત નિષ્ણાંતો-આગેવાનોના મત ઉપયોગી થઈ શકે છે.

અને છેલ્લે એક ટેક્સ એડવોકેટ તથા પત્રકાર તરીકે મારો નોટબંધી અંગેનો અભિપ્રાય આપીશ. 08 નવેમ્બર 2016 ના રોજ જ્યારે નોટબંધીની જાહેરાત વડાપ્રધાન મોદી કરવામાં આવી ત્યારથીજ એક ટેક્સ એડવોકેટ તરીકે અંદાજ આવી ગયો હતો કે વ્યાવસાયિક જીવનમાં એક નવો પડકાર સામે આવી ગયો છે. નોટબંધી જાહેર થતાં રાત્રે જ એવા પ્રશ્નો શરું થઈ ગયા હતા જે પ્રશ્નોના જવાબ દેવા પડશે તેવું ક્યારેય વિચાર્યું ના હતું. અસીલવર્ગમાં તવંગર હોય તેવા અસીલો તો નોટબંધી અંગે પ્રશ્નો કરતાં જ હતા પણ પ્રમાણમા મધ્યમ વર્ગના લોકો પણ વ્યથિત બની પ્રશ્નો કરતાં હતા. એક અનુભવ અંગે આપની સાથે વાત કરું તો 09 નવેમ્બર એટલેકે નોટબંધીની જાહેરાતના બીજે દિવસે સવારે જ્યારે હું મોર્નિંગ વોકમાં હતો ત્યારે ગાર્ડનમાં નોટબંધી અંગે જાણવા લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું. એમાં એક સામાન્ય વ્યક્તિએ મને પોતાની વ્યથા જણાવતા કહ્યું હતું કે મોદી સાહેબની જાહેરાત પછી આખી રાત મને ઊંઘ આવી નથી. મારી પાસે રહેલા 50 હજાર જેવી રકમ બેંકમાં કેમ મૂકીશ અને તેના ઉપર ટેક્સ વાળા મારી ઉપર કોઈ ગંભીર કાર્યવાહી નહીં કરે તેની સતત ચિંતા સતાવતી હતી!! એક તરફ વિના કારણે ડરવા વાળા આ પ્રકારના લોકો હતા તો બીજી તરફ મોટી રકમની વ્યવસ્થા કેવી રીતે કરશે તેવા પ્રશ્નો કરતાં અસીલો હતા. હા, કરદાતાઓ સાથેજ ટેક્સ એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ટેક્સ પ્રેકટિશનર્સ તથા એકાઉન્ટન્ટના જીવનમાં પણ 360 ડિગ્રીનું પરીવર્તન આવ્યું હતું. નોટબંધીની જાહેરાતથી લગભગ ડિસેમ્બર 2019 સુધી નોટબંધી ના કેસો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટમાં ચાલ્યા. જે કેસોમાં મોટી રકમ જમા કરાવવાના કારણે મોટો ઇન્કમ ટેક્સ ભરવાની જવાબદારી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ દ્વારા ઊભી કરવામાં આવી છે તે માટેની આપીલો વર્ષો સુધી ચાલુ રહેશે. જમીની સ્તરે ટેક્સ અંગેના કેસો સાથે જોડાયેલો હોવાના કારણે એવું ચોક્કસ માનું છું કે નોટબંધીમાં જે કરદાતાઓ વિરુદ્ધ મોટી માંગણાની રકમ ઊભી થઈ છે તેમાથી મોટાભાગની ખોટી અને ટેકનિકલ કારણોસર ઊભી થયેલ છે. સામાન્ય લોકોને રોકડ જમા કરવવામાં અને જરૂરિયાત માટે નવી રકમ ઉપડવામાં ખૂબ તકલીફો પડી જે આપણે સૌએ જોઈ છે. આ ઉપરાંત કરદાતાઓને પોતે જમા કરાવેલ રકમ સાબિત કરવા જે મુશ્કેલી થઈ છે તેના અમે ટેક્સ પ્રોફેશનલ્સ મૂક શક્ષી છીએ. કોઈ કરદાતા પોતાની જમા રકમ સાબિત કરવામાં ટેકનિકલ કારણોસર નિષ્ફળ જાઇ તો 77% જેવો ટેક્સ લાદવામાં આવે તે અમાનવીય ગણાય. મારા અંગત મત પ્રમાણે નોટબંધીનો વિચાર એ ખૂબ જરૂરી અને મહત્વનો નિર્ણય હતો. વડાપ્રધાન મોદીની નીડર વ્યક્તિત્વનો એમાં પ્રભાવ દેખાઈ આવે છે. આ પ્રકારના અલગ તથા સખત નિર્ણયથી તકલીફ તમામ ને થાય છે પણ લાંબાગાળાના હિત મતે આ પ્રકારના આકરા નિર્ણયો ઉપયોગી થતાં હોય છે. ભારતને “Cashless Economy” બનાવવી શક્ય નથી પણ “Less Cash Economy” ચોક્કસ બનાવી શકાય છે. આ બાબતે જો સૌથી મોટો અવરોધ હું કોઈ બાબત ને ગણું તો તે છે બેન્ક દ્વારા લેવામાં આવતા ઊંચા ચાર્જને ગણું છું. જો બેન્ક દ્વારા લેવામાં આવતા મોટા ચાર્જને દૂર કરવામાં આવે તો ભારતમાં કેશલેસ વ્યવહારો મોટા પ્રમાણમા વધી શકે છે. અને છેલ્લે એટલું કહી આ લેખ પૂરો કરીશ કે.. “Efforts doesn’t always give expected results but continuous Honest efforts one day, changes the thing surely…”     ભવ્ય પોપટ, એડિટર-ટેક્સ ટુડે/ધ ડિજિટલ ન્યૂઝ

 

5 thoughts on “નોટબંધીના આ ચાર વર્ષ!!! શું આવ્યો ફેરફાર, શું આવી શકે છે ફેરફાર????

  1. મોટી નોટ(500/2000) સંપૂર્ણપણે બંધ કરવામાં આવે તો જ નોટબંધી નો ફાયદો થાય.નોટોનું રીનોવેશન કરવાથી ખાસ કોઈ લાભ થયો હોય એવું લાગતું નથી.

  2. Hi. Read the article. It’s really important to evaluate the step taken by government for boost up economy. Demonatization is harsh step by the Government on 8th November, 2016. People at large had faced so many trouble. Mostly common men. But then also they supported Government. Nowadays most of the people are used to transfer money or make payment through Google pay, Paytm, Phone Pe etc. There is vast change in economy. In lockdown people can easily transfer the money to their near and dear one because of the habit of online payment or digital transfer. People are now concious about latest technology and upgrade their lifestyle. But in some sectors till today cash transactions are preferred by vendors and people due to online fraud cases increased day today. Moreover bank charges are increasing on transaction by RBI. Nowadays government and RBI need to increase safety of money of the depositors.

  3. લોકશાહી મા કોઈ પણ નિયમ લાવવા માટે સામાન્ય જનતા ને સમજાવી ને કામ લેતા આવડવું જોઈએ.

    ટેક્સ ના નિયમ સરળ કરવામાં આવે અને રાજકારણીઓ ના તાયફા બંધ થાય તો લોકોમાં ને વિશ્વાસ આવે , દેશ પ્રેમ જાગે જેથી જનતા સામે થી ટેક્સ ભરવામાં સહમત થાય.
    નોટબંધી અચાનક લાવી ને સામાન્ય લોકો ને લાઇન મા ઊભા રાખી જે હેરાનગતિ થઈ છે આ ભૂલી શકાય એમ નથી.
    ટેક્સ ઓફિસર ની સમજણ વગરની હેરાનગતિ ઓછી થાય અને ટેક્સ ના દર અને ડર ઓછા થાય તો બધા જ કર ભરવા ત્યાર હોય છે.

    1. સહમત છું. ખરેખર ટેક્સ પેયર એ ઓનેસ્ટ છે તે માનવું જરૂરી છે. દરેક ટેક્સ પેયરને શંકાની નજરે જોવામાં આવ્યા હતા નોટબંધીના કેસોમાં તેનો હું શાક્ષી છું.

Comments are closed.

error: Content is protected !!
18108