મહેસાણા સેલટેક્ષ બાર એસોસિએશનની એન્યુઅલ જનરલ મીટીંગ યોજાઈ
પ્રતિનિધિ દ્વારા,
તારીખ ૨૬/૦૬/૨૦૨૧ને શનિવારના રોજ મહેસાણા સેલટેક્ષ બાર એસોસિએશનની એન્યુઅલ જનરલ મીટીંગ (A G M) હોટેલ વન ટેન વિસનગર રોડ મહેસાણા ખાતે મળી જેમાં બે વર્ષ દરમિયાન કરેલ કાર્યોની સમીક્ષા તથા હિસાબોનુ વાંચન કરી સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા તથા જીએસટી ડીપાર્ટમેન્ટ અને જીએસટી પોર્ટલ દ્વારા ટેક્ષ પ્રેક્ટીશનર તથા વેપારીઓને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરી જે તે અધિકારીઓ સામે રજુયાત કરવાનુ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યુ. મીટીંગને અંતે ૨૦૨૧/૨૨ તથા ૨૦૨૨/૨૩ના વર્ષ માટેની નીચે મુજબ નવીન હોદ્દેદારોની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી.
૧, પ્રેસીડેન્ટ : બાબુભાઈ જે ઓઝા
૨, વાઈસ પ્રેસીડેન્ટ : પ્રવીણભાઈ એમ નાયક
૩, સેક્રેટરી : દશરથભાઈ એસ પટેલ
૪, જોઈન્ટ સેક્રેટરી : અશોકભાઈ વી પટેલ
ટેક્ષ રિપોર્ટર હર્ષદકુમાર વી ઓઝા
ઉત્તર ગુજરાત ઝોન, મહેસાણા