સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)05th July 2021

Spread the love
Reading Time: 5 minutes

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

 

જી.એસ.ટી

  1. અમારા અસીલ જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ વ્યક્તિ છે. તેઓ એમેઝોન તથા ફ્લિપકાર્ટ જેવી ઓનલાઈન કંપનીઓ દ્વારા “ફાસ્ટ ટેગ” નું વેચાણ કરે છે. આ ફાસ્ટ ટેગની ખરીદીમાં HSN 39269080 / 39209951 આવે છે. અમારા અસીલ વેચાણને ટેક્સ ફ્રી દર્શાવે છે. શું આ ફાસ્ટ ટેગનું વેચાણ કરપાત્ર ગણાય કે કરમુક્ત?                                                                                                                         કલ્પેશ મકવાણા, એકાઉન્ટન્ટ, દીવ

જવાબ: Fasttag નું વેચાણ પ્લાસ્ટિક આર્ટીકલ તરીકે થતું હોય છે અને HSN 39269080 લાગુ પડે અને 18% જી.એસ.ટી. નો દર લાગુ પડે. Fasttag ના બેલેન્સ એ “Money” ગણાય અને તેના ઉપર જી.એસ.ટી. લાગુ પડે નહીં.

  1. અમારા અસીલ મમરાનો વેપાર કરે છે જે કરમુક્ત છે. મમરાના ટ્રાન્સપોર્ટેશન ઉપર લાગતા ટ્રાન્સપોર્ટેશન ઉપર શું RCM ભરવાની જવાબદારી આવે? જો આવે તો શું આ RCM ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ક્લેમ કરી શકાય? જો ના કરી શકાય તો ઈન્પુટ ટેક્સ ક્રેડિટ લેવાની જ ના રહે કે લઈ ને રિવર્સ કરવાની રહે?                                                                                                                                         રાકેશ ધોરજીયા, એકાઉન્ટન્ટ, ગોંડલ

જવાબ: હા, કરમુક્ત માલના ટ્રાન્સપોર્ટેશન ઉપર પણ જી.એસ.ટી. કાયદાની કલમ 9(3) હેઠળ RCM ભરવાની જવાબદારી આવે. આ RCM ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે નહીં. આ RCM ની ક્રેડિટ ઇનએલીજીબલ ક્રેડિટમાં દર્શાવવાનો વિકલ્પ આદર્શ પદ્ધતિ છે તેવો અમારો મત છે.

  1. અમારા અસીલ ઉત્પાદક છે. તેઓ જે વસ્તુનું ઉત્પાદન કરે છે તેના ઉપર 5%ના દરે જી.એસ.ટી. લાગુ પડે છે. તેમની ખરીદી 5% તેમજ 18% ની રહેતી હોય છે. તેઓ અમુક સેવા પણ લે છે જેનો દર 18% જેવો હોય છે. આ કિસ્સામાં જમા રહેતી ઈન્પુટ ટેક્સ ક્રેડિટનું રિફંડ તેઓને મળે?                                                                                                                                                                         પિયુષ જે. લિંબાણી, ટેક્સ કન્સલ્ટન્ટ, કચ્છ  

જવાબ: હા, તમારા અસીલ જમા રહેતી ઈન્પુટ ટેક્સ ક્રેડિટનું રિફંડ જી.એસ.ટી. કાયદાની કલમ 54(3) હેઠળ “ઈનવરટેડ રેઇટ” મુજબ મેળવી શકે છે તેવો અમારો મત છે.

  1. અમારા અસીલ હાલ ગુજરી ગયા છે. તેઓનો ધંધો માલિકી ધોરણે તેમના ભાઈને તમામ જવાબદારી સાથે સંભાળી લેવાના છે. તેઓએ નોંધણી દાખલો ટ્રાન્સફરી તરીકે લઈ શકે? અમારા અસીલના પતિના ક્રેડિટ લેજરમાં જમા રકમ કેવી રીતે નવા નંબરમાં ટ્રાન્સફર કરી શકે?                                                                                                                                                                                                                         ધ્રુવી શાહ, અમદાવાદ

જવાબ: હા, તમારા અસિલના ભાઈએ ટ્રાન્સફરી તરીકે નવો નંબર લેવાનો રહે. જૂનો નંબર તમારા અસીલના વારસદાર દ્વારા રદ્દ કરાવવાનો રહે.  ITC 02 ફોર્મ ભરી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ટ્રાન્સફર કરી શકાય છે. આ માટે જી.એસ.ટી. કાયદાની કલમ 18(3) તથા નિયમ 41 જોઈ જવા વિનંતી.

  1. અમારા અસીલ હાલ ધંધો ચાલુ છે તે બંધ કરવા માંગે છે. તેઓ આ ચાલુ ધંધો પોતાના મિત્રને આપી રહ્યા છે. આ ધંધામાં રહેલી ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તેઓ તબદીલ કરી શકે છે?                                                                                                                                                     ધ્રુવી શાહ, અમદાવાદ

જવાબ: હા, જ્યારે સંપૂર્ણ જવાબદારી સાથે કોઈ ધંધો તબદીલ કરવામાં આવે ત્યારે જૂના નોંધણી દાખલમાં રહેલ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ITC 02 ફોર્મ વડે તબદીલ કરી શકાય છે. આ માટે જી.એસ.ટી. કાયદાની કલમ 18(3) તથા નિયમ 41 જોઈ જવા વિનંતી.

  1. અમારા અસીલ તુવેર દાળ તથા અન્ય કઠોળ ઉપર જોબ વર્ક કરવાની પ્રવૃતિ કરે છે. આ પ્રકારના જોબ વર્ક ઉપર HSN કોડ કયો લાગુ પડે? આ પ્રકારના જોબવર્ક ઉપર ક્યાં દરે જી.એસ.ટી. ભરવાનો આવે?                                                                   વાસુદેવ ઠક્કર, ટેક્સ કન્સલ્ટન્ટ, આણંદ, 

જવાબ: અનાજ, કઠોળ ઉપર જોબવર્ક કરવાની પ્રવૃતિ 998816 HSN માં પડે. ચેપ્ટર 1 થી 23 માં પડતાં જોબવર્ક માટે જી.એસ.ટી. ના જોબવર્કનો દર 5% રહે તેવો અમારો મત છે. આ અંગે નોટિફિકેશન 11/2017 ની એન્ટ્રી 26 જોઈ જવા વિનંતી.

  

ઇન્કમ ટેક્સ

  1. અમારા અસીલ સુઝલોન લી. ને પોતાની ખેતીની જમીન પવન ચક્કી માટે ભાડે આપે છે. કંપની તેઓને ભાડાની ચુકવણી ઉપર 194ib મુજબ TDS ની ચુકવણી કરે છે. શું આ ચુકવણી ઉપર ઇન્કમ ટેક્સ લાગુ પડે કે ખેતીની આવક તરીકે કરમુક્ત બને? હિત લિંબાણી

જવાબ: ખેતીની જમીનનો ઉપયોગ ખેતી માટે થતો હોય અને આવી ખેતીની જમીન ઉપરની ભાડાની આવક ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 10 (1) હેઠળ કરમુક્ત બને તેવો અમારો મત છે. જો આ જમીનનો ખેતી માટે ઉપયોગ થતો ના હોય તો આ આવક કરપાત્ર બને તેવો અમારો મત છે.

 

  1. અમારા એક અસીલનું નાણાકીય વર્ષ 2018 19 નું TDS ક્લેઇમ કરવાનું બાકી છે. શું નાણાકીય વર્ષ 2020-21 ના ઇન્કમ ટેક્સ રિટર્ન માં આ TDS ક્લેઇમ કરી શકીએ? અબ્દુલ કાદિર પઠાણ, ટેક્સ કન્સલ્ટન્ટ, અમદાવાદ

જવાબ: ઇન્કમ ટેક્સ કાયદા હેઠળ આવક જે વર્ષમાં કરપાત્ર હોય તે વર્ષમાં જ તેની TDS ની ક્રેડિટ મળી શકે. 2018-19 ના TDS ક્લેઇમ કરવાનું બાકી હોય તો નાણાકીય વર્ષ 2020-21 ના ઇન્કમ ટેક્સ રિટર્નમાં ક્લેઇમ કરી શકાય નહીં તેવો અમારો મત છે.

                                        

:ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોસોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

1 thought on “સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે)05th July 2021

  1. વિનોદભાઈ પરમાર ને પ્રમુખ બનવા માટે હાદિઁક શુભેચ્છા

Comments are closed.

error: Content is protected !!