RBI FD Rules: Reserve Bank Changes Norms for FD
પ્રતિનિધિ દ્વારા,
RBI FD Rules: Reserve Bank Changes Norms for FD
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના તા.૨/૭/૨૧ ના પરિપત્ર મુજબ, આરબીઆઈ એફડી નિયમો: રિઝર્વ બેન્કે ઓવરડ્યૂ ટર્મ ડિપોઝિટ પરના વ્યાજ માટેના નિયમોમાં ફેરફાર કર્યો આરબીઆઈના નવા એફડી નિયમો તમામ વ્યાપારી, નાની ફાઇનાન્સ બેંકો, સ્થાનિક ક્ષેત્રની બેંકો અને સહકારી બેંકો માટે લાગુ છે.
હવે બેંક માં મુકેલી ફિક્સ ડિપોઝિટ પાકતી તારીખે વ્યાજ ના ચાલુ દરે ફરીથી ઓટોમેટિક રીન્યુ થશે નહિ.તેથી ડિપોઝિટ ધારકે પાકતી તારીખ ની નોંધ રાખી,પાકતી તારીખે બેંક માં જઈ રીન્યુ કરાવી લેવી જરૂરી છે અન્યથા તેના ઉપર બચત ખાતા નો વ્યાજ નો દર અથવા ફિક્સ ડિપોઝિટ નો વ્યાજ દર બન્ને માંથી જે ઓછો હશે તે મળવા પત્ર થશે. જોકે સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન આપેલ હોય તેવી ફિક્સ્ડ ડિપોઝીટ ઉપર આ નિયમ લાગુ પડે નહીં અને આવી F D જે તે દર ઉપર રીન્યુ થઈ શકશે.
શું એક નાણાકીય વર્ષમાં રીન્યુ થતી એફડી (ફિક્સ ડિપોઝીટ)ને આ સુધારાથી ઇન્કમટેક્સના એન્યુઅલ ઇન્ફોર્મેશન રિપોર્ટમાં અસીલ ને મુશ્કેલી નડી શકે છે ? એ બાબતે આવનારો સમય જ જોવો રહ્યો….
ટેક્ષ રિપોર્ટર હર્ષદકુમાર વી ઓઝા
ઉત્તર ગુજરાત ઝોન, મહેસાણા