મહેસાણા સેલ્સ ટેક્ષ બાર એસોશિએશનનું પ્રશંસનીય કાર્ય

Spread the love
Reading Time: < 1 minute

પ્રતિનિધિ દ્વારા,

         મહેસાણા સેલ્સ ટેક્ષ બાર એસોશિએશન દ્વારા હોટલ વન-ટેનમાં મહેસાણા સેલ્સ ટેક્ષ ભવન, બહુમાળી ભવન, મહેસાણા ઘટક–30માં ફરજ બજાવતાં મારી પરિભાષામાં કહું તો “સેવક” (સરકારી હોદ્દો : પટાવાળા) શ્રી નટુભાઇ પરમારનું વયમર્યાદાના કારણે નિવૃત થતાં શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે મહેસાણા સેલ્સ ટેક્સબાર એસોશિએશનનો આવો કોઈ નિયમ કે પ્રણાલી નથી પરંતુ આ તો નટુભાઇના સેવાકાર્યને આભારી છે, નટુભાઇ પરમાર અમારી માતૃસંસ્થાને મંદિરની માફક નિયમિત સાફ-સૂફ કરી સ્વચ્છ રાખતાં તેમજ દરેક વકીલ મિત્રોનું કામ પણ કોઈ પણ માંગણી કે અપેક્ષા વગર હોંશે-હોંશે સદાય હસતાં મુખે કરતાં હતા.

                નટુભાઇના સમર્પણથી પ્રભાવિત થઈને આ લેખકડો કલમ ઉપાડવા પ્રેરાયો. હોદ્દો કે પદ એ તો ક્ષણ ભંગૂર કે નાશવંત છે, પણ પ્રેમ તો સનાતન છે. હોદ્દામાંથી અભિમાન પોષતા કહેવાતા પદાધિકારીએ જાણવું જોઈએ કે આ આપણી આ વિશાળ પૃથ્વી પણ બ્રહમાંડમાં એક માત્ર રાઈના દાણા જેટલી હેસિયત ધરાવે છે, ત્યારે મનુષ્યની આ માત્ર ને માત્ર સત્તા માટેની દોડ તો હાસ્યપદ જ લાગે ને !!! આપણી પહેચાન કોઈ હોદ્દાની મોહતાજ ન હોવી જોઈએ બલ્કે કોઈ આગવી આવડત કે કૌશલ્યને આધીન હોવી જોઈએ અને તે પણ સભ્યોના કલ્યાણ માટે કાયમી ઉપયોગી વ્યવસ્થા ઊભી કરી લોકોના દિલમાં બિરાજવાનો આનંદ જ અનેરો છે.

        મહેસાણા સેલ્સ ટેક્સબાર એસોશિએશને નાત-જાત, ઊંચ-નીચ, હોદ્દો-બોદ્દો કરતાં નટુભાઇના સેવાકાર્યને જોતાં એક સરાહનીય કાર્ય કર્યું છે.

 

ટેક્ષ રિપોર્ટર હર્ષદકુમાર વી ઓઝા

ઉત્તર ગુજરાત ઝોન, મહેસાણા

error: Content is protected !!